હોળી પહેલાં SBI એ ગ્રાહકોની આપી મોટી ભેટ, FD પર વધાર્યું વ્યાજ

દેશની સૌથી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ હોળી પહેલાં ગ્રાહકોને મોટી ભેટ આપી છે. એસબીઆઇએ રિટેલ ટર્મ ડિપોઝિટ (ફિક્સ ડિપોઝિટ)ના દરમાં ફેરફાર કર્યા છે. બેંકે કુલ 9 સમયગાળા વાળી FD ના વ્યાજદરમાં 10 માંથી 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. એસબીઆઇએ આ દર 1 કરોડથી ઓછી જમા રકમ પર વધાર્યું છે. નવા વ્યાજ દર આજ એટલે કે 28 ફેબ્રુઆરીથી લાગૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે આ પહેલાં 30 જાન્યુઆરીએ સ્ટેટ બેંકે 1 કરોડથી વધુ જમા પર વ્યાજ દરોમાં 50 થી 140 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. 
હોળી પહેલાં SBI એ ગ્રાહકોની આપી મોટી ભેટ, FD પર વધાર્યું વ્યાજ

નવી દિલ્હી: દેશની સૌથી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ હોળી પહેલાં ગ્રાહકોને મોટી ભેટ આપી છે. એસબીઆઇએ રિટેલ ટર્મ ડિપોઝિટ (ફિક્સ ડિપોઝિટ)ના દરમાં ફેરફાર કર્યા છે. બેંકે કુલ 9 સમયગાળા વાળી FD ના વ્યાજદરમાં 10 માંથી 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. એસબીઆઇએ આ દર 1 કરોડથી ઓછી જમા રકમ પર વધાર્યું છે. નવા વ્યાજ દર આજ એટલે કે 28 ફેબ્રુઆરીથી લાગૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે આ પહેલાં 30 જાન્યુઆરીએ સ્ટેટ બેંકે 1 કરોડથી વધુ જમા પર વ્યાજ દરોમાં 50 થી 140 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. 

કેટલા સમયગાળાની FD પર કેટલું વ્યાજ?
- બેંકે 7 થી 45 દિવસની FD પર વ્યાજ દર 5.25 ટકાથી વધારીને 5.75 કર્યું છે
- 180 થી 210 દિવસના સમયગાળા માટે વ્યાદર 6.25 ટકાથી 6.35 કરવામાં આવ્યું છે
- 211 દિવસોથી લઇને એક વર્ષની ઓછા સમયગાળા માટે વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.40 ટકા કરવામાં આવ્યું છે
- એક વર્ષના સમયગાળા માટે FD પર વ્યાજ દર 6.25 થી વધારીને 6.40 ટકા કરવામાં આવ્યું છે
- એક વર્ષથી વધુ 455 દિવસ માટે વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.40 ટકા કરવામાં આવ્યું
- બેંકે 456 દિવસથી માંડીને બે વર્ષથી ઓછા સમયગાળા માટે વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.40 ટકા કરવામાં આવ્યું
- બે વર્ષથી ત્રણ વર્ષથી ઓછા સમય માટે વ્યાજ દર 6 ટકાથી વધારીને 6.50 કરવામાં આવ્યું
- 3 વર્ષથી 5 વર્ષથી ઓછા સમયગાળા માટે વ્યાજદર 6 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યું
- 5 વર્ષથી 10 વર્ષના સમયગાળા માટે FD પર વ્યાજ દર વધારીને 6.50 ટકા કરવામાં આવ્યું

ટર્મ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં શું છે ફરક
ટર્મ ડિપોઝિટ એક દમ ફિક્સ્ડ ડીપોઝિટ જેવી જ હોય છે. ફરક માત્ર એટલો જ છે કે 3 મહિના અથવા તેનાથી ઓછા સમય માટે જમા કરવામાં આવેલી રકમને ટર્મ ડિપોઝિટ અને 6 મહિનાથી વધુ અથવા તેનાથી વધુ સમય માટે રોકાણ કરવામાં આવેલી રકમને ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી કહેવામાં આવે છે. ટર્મ ડિપોઝિટ જો કે તે રોકાણકારો માટે હોય છે જે પોતાની રકમ પર કોઇપણ રિક્સ લીધા વિના ઓછા સમયમાં સારું રિટર્ન મેળવવા માંગે છે. ટર્મ ડિપોઝિટ થોડા દિવસોથી માંડીને થોડા મહિનાઓ સુધીની હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news