SBI ની ધાંસૂ સ્કીમ: ₹10 લાખના બનાવી દેશે ₹20 લાખ, સરળ ભાષામાં સમજો ગણતરી
SBI Scheme: અલગ-અલગ મેચ્યોરિટીની FDs પર SBI કસ્ટમરને 3.5 ટકાથી 7 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ આપે છે. એફબીઆઈની એફડી સ્કીમ સીનિયર સિટીઝન માટે લોન્ગ ટર્મમાં રોકાણનો સારો વિકલ્પ છે.
Trending Photos
SBI Scheme: લાંબા ગાળામાં પૈસા ડબલ કરવાનો મજબૂત વિકલ્પ શોધી રહ્યાં છો તો એફડી (FDs)એક સારો ઓપ્શન છે. દેશની સૌથી મોટી બેન્ક SBI માં પણ ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની એફડીની સુવિધા મળે છે. અલગ-અલગ મેચ્યોરિટીની એફડી પર SBI ગ્રાહકોને 3.5 ટકાથી 7 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ આપે છે. સ્ટેટ બેન્કની એફડી સ્કિમ સીનિયર સિટીઝન માટે લોન્ગ ટર્મમાં રોકાણનો સારો વિકલ્પ છે.
SBI: 7 દિવસથી 10 વર્ષ સુધીનો વ્યાજદર
General Public | Senior Citizen | |
Tenors | Interest Rates | Interest Rates |
7 days to 45 days | 3.4% | 4.0% |
46 days to 179 days | 5.5% | 6.0% |
180 days to 210 days | 6.25% | 6.75% |
211 days to less than 1 year | 6.5% | 7.0% |
1 Year to less than 2 years | 6.8% | 7.3% |
2 years to less than 3 years | 7.0% | 7.5% |
3 years to less than 5 years | 6.75% | 7.25% |
5 years and up to 10 years | 6.50% | 7.50%* |
SBI FDs: કઈ રીતે બનશે ₹10 લાખના ₹20 લાખ
માની લો કે રેગુલર કસ્ટમર એસબીઆઈમાં 10 વર્ષની એફડીમાં 10 લાખ રૂપિયા જમા કરે છે. SBI FD Calculator પ્રમાણે ઈન્વેસ્ટરને 6.5 ટકા વાર્ષિક વ્યાજદરથી મેચ્યોરિટી પર કુલ 19,05,559 રૂપિયા મળશે. તેમાં વ્યાજમાંથી 9,05,559 રૂપિયાની ફિક્સ્ડ આવક થશે. એટલે કે તમે જમા કરાવેલી રકમ લગભગ ડબલ થઈ જશે.
બીજીતરફ સીનિયર સિટીઝન એસબીઆઈની 10 વર્ષની એફડીમાં 10 લાખ રૂપિયા જમા કરે છે. SBI FD Calculator પ્રમાણે સીનિયર સિટીઝનને 7.5 ટકાના વાર્ષિક વ્યાજ દરથી મેચ્યોરિટી પર કુલ 21,02,349 રૂપિયા મળશે. તેમાં વ્યાજથી 11 લાખ રૂપિયા જેટલી આવક થશે. એટલે કે તમારી જમા રકમ ડબલ થઈ જશે.
SBI FDs: વ્યાજથી કમાણી પર લાગશે ટેક્સ
બેન્ક એફડીને સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે. જોખમ ન લેનારા ઈન્વેસ્ટરો માટે આ સારો ઓપ્શન છે. 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડી પર સેક્શન 80C માં ટેક્સ છૂટનો લાભ મળે છે. પરંતુ એફડીથી મળનાર વ્યાજ કરપાત્ર હોય છે.
આવકવેરાના નિયમો પ્રમાણે એફડી સ્કીમ પર ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) લાગૂ છે. એટલે કે એફડીની મેચ્યોરિટી પર મળનાર રકમ તમારી આવક માનવામાં આવશે અને સ્લેબ રેટ પ્રમાણે તમારે ટેક્સ ભરવો પડશે. ટેક્સ ડિડક્શનથી છૂટ માટે જમાકર્તા ફોર્મ 15G/15H જમા કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે