પાડાના વાંકે પખાલીને ડામ! ડોક્ટરોએ ડાબાના બદલે ઓપરેશન ટેબલ પર જમણો પગ ખોલી નાંખ્યો!

હૉસ્પિટલે પોતાના બચાવમાં કહ્યું કે, ડાબા પગમાં યુવતીને તકલીફ હતી જેની અસર જમણા પગમાં પણ થતી હોવાથી તપાસ કરવામાં આવી. જે બાદ બંને પગની સહમતિ લીધા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું છે. 

પાડાના વાંકે પખાલીને ડામ! ડોક્ટરોએ ડાબાના બદલે ઓપરેશન ટેબલ પર જમણો પગ ખોલી નાંખ્યો!
  • રાજકોટની હૉસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે
  • યુનિકેર હૉસ્પિટલમાં એકના બદલે બીજા પગનું ઓપરેશન કર્યું
  • અકસ્માત બાદ ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યું
  • જૂનાગઢના દોલતપરા વિસ્તારની 20 વર્ષની યુવતીના ઓપરેશનમાં કરી ભૂલ

ગૌરવ દવે, રાજકોટઃ ઘણીવાર પાડાના વાંકે પખાલીને ડામ દેવાય છે. આ કહેવતને અનુરૂપ કંઈક આવો જ કિસ્સો હાલ રાજકોટમાં સામે આવ્યો છે. જ્યાં ડ઼ોક્ટરોએ એકના બદલે બીજા પગમાં ઓપરેશન કરી કાઢ્યું. તકલીફ હતી ડાબા પગમાં અને ડોક્ટરોએ ખોલી નાંખ્યો જમણો પગ. લો બોલો હવે આ ડોક્ટરોને ડિગ્રી કોણે આપી એ પણ મોટો સવાલ થાય છે.

આ બનાવની વિગતો એવી છેકે, રાજકોટની હૉસ્પિટલની એક ખુબ જ ગંભીર બેદરકારી આવી સામે છે. રાજકોટની યુનિકેર હૉસ્પિટલમાં એકના બદલે બીજા પગનું ઓપરેશન કર્યું છે. અકસ્માત બાદ ડાબા પગમાં યુવતીને તકલીફ થતી હતી. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ ડાબાના બદલે ઓપરેશન ટેબલ પર જમણો પગ ખોલી કાઢ્યો. એટલું જ નહીં આ ડોક્ટરોએ ડાબાના બદલે જમણો પગ જે સાવ સાજો હતો તેનું ઓપરેશન કરીને તેને નવરો કરી કાઢ્યો. પીડિતા અને તેના પરિવારે આ આરોપ લગાવ્યો છે.

જૂનાગઢના દોલતપરા વિસ્તારની 20 વર્ષની યુવતીના ઓપરેશનમાં રાજકોટની હોસ્પિટલના તબીબોએ આટલી મોટી ભૂલ કરી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસારતા ખળભળાટ મચી ગયો છે. સપના પટોડિયા નામની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરી અરજી. પગમાં દુખાવો થયા બાદ ડૉક્ટરને બતાવતા યુવતીને જાણ થઈ કે ડૉક્ટરે ઓપરેશનમાં ભૂલ કરી છે.

જો કે, હૉસ્પિટલે પોતાના બચાવમાં કહ્યું કે, ડાબા પગમાં યુવતીને તકલીફ હતી જેની અસર જમણા પગમાં પણ થતી હોવાથી તપાસ કરવામાં આવી. જે બાદ બંને પગની સહમતિ લીધા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ બે વાર દર્દી ડ્રેસિંગ કરાવવા માટે પણ આવ્યા  હત. ત્રીજી વાર દર્દીના પિતાએ આવી ફરિયાદ કરી અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી. હૉસ્પિટલના એડમિન વિભાગના વડા કાર્તિક શેઠે કહ્યું કે, દર્દીને જે સારવાર આપવામાં આવી અને તેનું ઓપરેશન કરવામાં આવ્યો તે તમામ તેમની સહમતિથી થયું છે અને તમામ પુરાવાઓ તેમની પાસે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news