માત્ર 66 રૂપિયામાં ધંધો શરૂ કરીને કમાણી કરી શકશો, વધુ વિગતો ક્લિક કરીને જાણો

આ ઓફર ઈન્ટરનેશનલ ઈ કોમર્સ કંપની શોપમેટિક તરફથી આપવામાં આવી છે.

માત્ર 66 રૂપિયામાં ધંધો શરૂ કરીને કમાણી કરી શકશો, વધુ વિગતો ક્લિક કરીને જાણો

નવી દિલ્હી: જો તમને પણ ઘર પર સામાન તૈયાર કરવાનો શોખ હોય તો હવે તમે  તમારા આ શોખથી કમાણી પણ કરી શકો છો. તમે કોઈ પણ હેન્ડીક્રાફ્ટ, ફૂટવેર કે પછી કોઈ કપડાં તૈયાર કરીને તેને ઓનલાઈન વેચી શકો છો. આ માટે તમારે વધુ રોકાણ કરવાની પણ જરૂર નથી. આ કામ તમે માત્ર એક ડોલર એટલે કે લગભગ 66 રૂપિયાની ચૂકવણી કરીને પણ શરૂ કરી શકો છો. તેનો અર્થ એ થયો કે તમે 66 રૂપિયા ચૂકવીને તમારી દુકાન શરૂ કરી શકો છો. આ ઓફર ઈન્ટરનેશનલ ઈ કોમર્સ કંપની શોપમેટિક તરફથી આપવામાં આવી છે.

ઈન્વેન્ટ્રી જાતે મેનેજ કરી શકશો
આ ઓફરમાં કંપની તમને તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરવા દેશે અને આ સાથે જ તમે તમારી ઈન્વેન્ટ્રી પણ પોતે જાતે જ મેનેજ કરી શકશો. શોપમેટિક તરફથી ઓર્ડર લેવામાં અને તે ઓર્ડરને પ્રોસેસ કરવામાં પણ મદદ કરવામાં આવશે. શોપમેટિકે આ ઓફર નાના વેપારીઓના બિઝનેસને વધારવા માટે કરવામાં આવી છે. હકીકતમાં કંપની તરફથી 'ઈન્સ્પાયરિંગ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ' શરૂ કરવામાં આવ્યો છે.

આ છે કંપનીની ઓફર
ઈન્સ્પાયરિંગ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ અંતર્ગત જો તમે પણ શોપમેટિક પર પોતાનો ઓનલાઈન સ્ટોર બનાવો છો તો તમારે શરૂના ત્રણ મહિના માટે માત્ર એક ડોલર એટલે કે 66 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. ચોથા મહિનાથી તમારે આ માટે દરમહિને 20 ડોલર (1300 રૂપિયા) ચૂકવવા પડશે. કંપનીનું માનવું છે કે કોઈ પણ નવો ઓનલાઈન સ્ટોર શરૂ કરવા માંગતી વ્યક્તિ શરૂઆતના ત્રણ મહિનામાં તો પોતાનો કારોબાર બરાબર જમાવી શકે છે.

આ અંગે કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ અનુરાગ અવુલાનું કહેવું છે કે દેશમાં અનેક લોકો પાસે સારા બિઝનેસ આઈડ્યા છે. આ લોકો મહેનત અને સમય આપીને સારી પ્રોડક્ટ તૈયાર કરી શકે છે. આવા લાકોને ઈ-કોમર્સથી પડનારી મુશ્કેલીઓમાથી બહાર કાઢવા માટે આ ઓફર આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ પહેલથી પોતાની પ્રોડક્ટ તૈયાર કરનારા લોકોને પ્રોત્સાહન મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news