Investment Schemes: સુકન્યા સમૃદ્ધિ યોજના કે મ્યૂચુઅલ ફંડ ? જાણો દીકરી માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું ફાયદાકારક
Investment Schemes: આજના સમયમાં રોકાણ માટે ઘણી બધી સ્કીમ ચાલે છે. કેટલીક સ્કીમ એવી હોય છે જેમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના ભવિષ્યને ઉજવળ બનાવી શકો છો.
Trending Photos
Investment Schemes:જો તમારે પણ એક નાની દીકરી છે અને તમે તેના ભવિષ્યને લઈને ચિંતા રહો છો તો આજ પછી ટેન્શન લેવાનું છોડી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાની શરૂઆત કરી દેજો. આજના સમયમાં રોકાણ માટે ઘણી બધી સ્કીમ ચાલે છે. કેટલીક સ્કીમ એવી હોય છે જેમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના ભવિષ્યને ઉજવળ બનાવી શકો છો.
દીકરી માટે તમે સરકારી સ્કીમની સાથે મ્યુચ્યુઅલ ફંડમાં પણ પૈસા લગાવી શકો છો. જોકે મોટાભાગના લોકોને એ કન્ફ્યુઝન હોય છે કે કઈ સ્કીમમાં રોકાણ કરવું દીકરી માટે ફાયદાકારક સાબિત થશે. તો ચાલો તમારું આ કન્ફ્યુઝન આજે દૂર કરી દઈએ અને તમને જણાવી દઈએ કે દીકરીના ઉજવળ ભવિષ્ય માટે તમે કઈ સ્કીમમાં પૈસા રોકો છો તો તમને કેટલું રિટર્ન મળવાની સંભાવના હોય છે. આ વિગતો વિશે જાણી તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારી દીકરીના ભવિષ્ય માટે તમારે કઈ સ્કીમમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના પર હાલ 8.2% ના દરથી વ્યાજ મળે છે. આ વ્યાજ સરકાર તરફથી દર ત્રણ માસમાં મળે છે અને તેમાં સમયે સમયે ફેરફાર પર કરવામાં આવે છે. આ સરકારી સ્કીમમાં તમે વાર્ષિક 250 રૂપિયાથી પણ તમે રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો. આ ખાતું દીકરીનો જન્મથી લઈને તે દસ વર્ષની થાય ત્યાં સુધીમાં ક્યારેય પણ ખોલાવી શકાય છે. તમે એક નાણાંકીય વર્ષમાં આ ખાતામાં વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ
આંકડાકીય માહિતી અનુસાર ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને સારું એવું રિટર્ન મળ્યું છે. નિપ્પોન ઈંડિયાના વેલ્યુ ફંડે 42.38 ટકા રિટર્ન આપ્યું છે. આ સિવાય આદિત્ય બિરલા સન લાઈફ પ્યૂર વેલ્યૂ ફંડે 43.02 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે એક્સિસ વૈલ્યૂ ફંડે 40.16 ટકા રિટર્ન આપ્યું છે. એસબીઆઈ લોન્ગ ટર્મ ઈક્વિટી ફંડે 40 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના vs ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ
સુકન્યા સમૃદ્ધિ યોજના એક સરકારી સ્કીમ છે અને ફિક્સ ઇન્કમ વાળી સુવિધા આપે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એવું ટૂલ છે જેના વડે તમે પૈસા શેર માર્કેટમાં લગાડો છો તેમાં રિસ્ક પણ રહે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે પૈસા ત્યાં સુધી કાઢી શકતા નથી જ્યાં સુધી તમારી દીકરી 21 વર્ષની ન થાય. એટલે કે આ યોજનામાં રોકાણ લોકઈન પિરિયડ માટે થાય છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ એક લિક્વિડ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાંથી તમે પૈસા કોઈ પણ સમયે ઉપાડી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે