Stock Market Closing: તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીએ મચાવી ધૂમ, આ શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા

વૈશ્વિક બજારમાંથી મળતા સંકેતો વચ્ચે આજે ભારતીય બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. આજે બજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસભર કારોબાર બાદ લીલા નિશાનમાં જ બંધ થયા.

Stock Market Closing: તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીએ મચાવી ધૂમ, આ શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા

Stock Market Updates: વૈશ્વિક બજારમાંથી મળતા સંકેતો વચ્ચે આજે ભારતીય બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. આજે બજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસભર કારોબાર બાદ લીલા નિશાનમાં જ બંધ થયા. આજે બજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 344.63 અંક એટલે કે 0.65 ટકાની તેજી સાથે 53,760.78 અંક પર બંધ થયો અને નિફ્ટી 116.25 અંક એટલે કે 0.73 ટકાની તેજી સાથે 16,054.90 અંક પર બંધ થયો છે. 

ટોપ ગેઈનર્સ
બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સ તરીકે HUL, ટાઈટન કંપની, મારુતિ સુઝૂકી, લાર્સન, HDFC ના શેર જોવા મળ્યા જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં ટોપ ફાઈવ ગેઈનર્સ તરીકે TATA Cons.prod, ટાઈટન કંપની, ટાટા મોટર્સ, HUL, આઈશર મોટર્સના શેર જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ કોર્પોરેશન, HCL ટેક, વિપ્રો, ડો.રેડ્ડીઝ લેબના શેર રહ્યા જ્યારે નિફ્ટીમાં ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ કોર્પોરેશન, HCL ટેક, વિપ્રો, જેએસડબલ્યુ સ્ટીલના શેર જોવા મળ્યા. 

એશિયન માર્કેટમાં વેચાવલીનો દોર
બીજી બાજુ વૈશ્વિક બજારમાં આજે નબળાઈના સંકેત મળ્યા. અમેરિકી બજારમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો. જ્યારે એશિયન માર્કેટમાં હળવી વેચાવલી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news