Stock Market Closing: શેરબજારમાં તેજીનો માહોલ, જાણો ટોપ 5 શેર વિશે...જેણે રોકાણકારોને કર્યા ખુશખુશાલ
Stock Market Closing On 8th August 2022: ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાની શરૂઆતનો પહેલો દિવસ ટ્રેડિંગ માટે ખુબ શાનદાર રહ્યો. આજે સારા વૈશ્વિક સંકેતોના પગલે બજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. આખો દિવસ ટ્રેડિંગ બાદ બજાર તેજીના માહોલમાં બંધ થયા.
Trending Photos
Stock Market Closing On 8th August 2022: ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાની શરૂઆતનો પહેલો દિવસ ટ્રેડિંગ માટે ખુબ શાનદાર રહ્યો. સવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસભર ટ્રેડિંગ બાદ લીલા નિશાનમાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા. આ અગાઉ શુક્રવારે દિવસભર ટ્રેડિંગમાં ઉતાર ચડાવ જોવા મળ્યા હતા પરંતુ બજાર લીલા નિશાન સાથે બંધ થયા હતા. આજે ટ્રેડિંગ બંધ થયા બાદ મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 465.14 અંકની તેજી સાથે 58853.07 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી 127.60 પોઈન્ટના વધારા સાથે 17525.10 અંક સાથે બંધ થયો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ફાઈવ ગેઈનર્સમાં કોઈલ ઈન્ડિયા, M&M, બજાજ ફિનસર્વ, હિન્દાલ્કો, એચડીએફસી બેંક, એનટીપીસીના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ફાઈવમાં M&M, બજાજ ફિનસર્વ, એનટીપીસી, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, લાર્સનના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
ટોપ લૂઝર્સમાં નિફ્ટીમાં બીપીસીએલ, એસબીઆઈ, બ્રિટાનિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે, હીરો મોટરકોર્પના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, નેસલે, પાવર ગ્રિડ કોર્પોરેશનના શેર રહ્યા.
અત્રે જણાવવાનું કે આજે સારા વૈશ્વિક સંકેતોના પગલે બજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. મેટલ, એફએમસીજી અને ઓટો શેર્સમાં ખરીદીથી બજારને સપોર્ટ મળી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે