Stock Market News: ગજબના છે આ 5 શેર... ઓછા સમયમાં રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ, એક તો ગુજરાતની કંપની

એવા 5 શેર વિશે જાણો જેણે ઓછા સમયમાં રોકાણકારોને માલમાલ કરી નાખ્યા છે. આ એવા સ્ટોક છે જેણે ફક્ત 5 વર્ષમાં એક લાખ રૂપિયાના રોકાણને કરોડોમાં ફેરવી દીધા છે. 

Stock Market News: ગજબના છે આ 5 શેર... ઓછા સમયમાં રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ, એક તો ગુજરાતની કંપની

Top 5 Multibagger Stocks: શેર માર્કેટમાં એવા અનેક સ્ટોક છે જેમણે ખુબ ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ કર્યા છે. એટલે સુધી કે અનેક સ્ટોક એવા પણ છે જેમણે એક લાખ રૂપિયાના  રોકાણમાં ગણતરીના વર્ષોમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા. ખાસ  વાત એ છે કે આમાંથી કોઈ પણ સ્ટોક લાર્જકેપ કેટેગરીમાં નથી. ઓછા સમયમાં કરોડપતિ બનાવનારા આવા 5 શેર વિશે...

1. વારી રિન્યુએબલ (Waaree Renewable Technologies Share)
વારી રિન્યુએબલ્સ ટેક્નોલોજીસના શેરે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારને બંપર રિટર્ન આપ્યું છે. 3 મે  2019ના રોજ એકશેરની કિંમત ફક્ત 3.50 રૂપિયાની આસપાસ હતી જે હવે 1990 રૂપિયા ચાલી રહી છે. આ શેરમાં 5 વર્ષ પહેલા જો કોઈ વ્યક્તિએ એક લાખ રૂપિયા રોક્યા હશે તો તેનું રોકાણ વધીને હવે 5.68 કરોડ રૂપિયાથી વધુ થઈ જાય. અત્રે જણાવવાનું કે આ સ્ટોકનો 52 વીક હાઈ 3037 રૂપિયા જ્યારે લો 240 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 20,730 કરોડ રૂપિયા છે. 

2. હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ (Hazoor Multi Projects Share)
આ લિસ્ટમાં આગામી સ્ટોક છે હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડનો. મે 2019માં તેના એક શેરની કિંમત ફક્ત 1.50 રૂપિયા હતી. જો કે હવે આ સ્ટોક 613 રૂપિયાના લેવલ પર પહોંચી ચૂક્યો છે. એટલે કે આ શેરમાં કોઈએ 5 વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેનું રોકાણ વધીને 4.08 કરોડ રૂપિયા થઈ ગયું હોય. અત્રે જણાવવાનું કે શેરનો 52 વીક હાઈએસ્ટ લેવલ 639 રૂપિયા અને લો 115 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 621 કરોડ રૂપિયા છે. 

3. રાજ રેયાન ઈન્ડસ્ટ્રીઝ (Raj Rayon Industries Share)
રાજ રેયાન ઈન્ડસ્ટ્રીઝના શેરે પણ રોકાણકારોને 5 વર્ષમાં માલામાલ કરી દીધા છે. મે 2019માં આ સ્ટોકની કિંમત ફક્ત 10 પૈસા હતી. હવે તે વધીને 25 રૂપિયા પર પહોંચી ગયો છે. 5 વર્ષ પહેલા જો કોઈ વ્યક્તિએ આ શેરમાં 1 લાખ રૂપિયા રોકાણ કર્યું હોય તો આજે તેની રકમ વધીને 2.5 કરોડ રૂપિયા થઈ ગઈ હોય. આ શેરનો 52 અઠવાડિયાનું હાઈએસ્ટ લેવલ 41 રૂપિયા જ્યારે લો 15 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 1382 કરોડ રૂપિયા છે. 

4. પ્રવેગ લિમિટેડ (Praveg Ltd Share Price)
બીજો મલ્ટીબેગર સ્ટોક પ્રવેગ લિમિટેડનો છે. આ શેરે પણ 5 વર્ષમાં રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. 7 મે 2019ના રોજ આ શેરની કિંમત 3.58 રૂપિયા હતી. જે હવે વધીને 790 રૂપિયા થઈ છે. પાંચ વર્ષ પહેલા જો કોઈ વ્યક્તિએ આ સ્ટોકમાં એક લાખ રૂપિયા રોક્યા હશે તો તેની રકમ વધીને આજે 2.20 કરોડ રૂપિયા થઈ ગઈ હશે. શેરનું 52 અઠવાડિયાનું વીક  હાઈ 1300 રૂપિયા જ્યારે લો  લેવલ 504 રૂપિયા છે. કંપનીની કુલ માર્કેટ કેપ 1807 કરોડ રૂપિયા છે. 

5. ડબલ્યુએસ ઈન્ડસ્ટ્રીઝ (W S Industries Share Price)
ડબલ્યુએસ ઈન્ડસ્ટ્રીઝના શેર 5 વર્ષ પહેલા એટલે કે મે 2019માં ફક્ત 75 પૈસા શેર કિંમત હતા. જ્યારે હવે તેની કિંમત 152 રૂપિયાની આસપાસ ચાલે છે. એટલે કે કોઈ રોકાણકારે જો તે સમયે એક લાખ કરોડ રૂપિયા રોક્યા હોય તો આજે તે રોકાણ વધીને 2.02 કરોડ રૂપિયા થઈ ગયું હશે. અત્રે જણાવવાનું કેઆ સ્ટોકનું 52 અઠવાડિયાનું હાઈએસ્ટ લેવલ 194 રૂપિયા અને લો લેવલ 93 રૂપિયા છે.  કંપનીની માર્કેટ કેપ 965  કરોડ રૂપિયા છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news