ખેડૂતો માટી ખુશખબર! આ ફળની ખેતી કરવાથી થઈ જશો માલામાલ, જાણો સંપૂર્ણ વિગતો
જો છોડને સમય પહેલાં ઉગાડવામાં આવે તો તેની ઉપજમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ પાકની ગુણવત્તા પર પણ સારી રહેતી નથી. જો છોડને નક્કી કરેલા સમય કરતાં મોડેથી લગાવવામાં આવે તો તે હળવું રહી જાય છે. તેને પહેલાં નર્સરીથી ઉખાડીને બંડસ બનાવીને ખેતરમાં લગાડવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્લી: ભારતમાં સ્ટ્રોબેરીની ખેતી કરવાનું ચલણ વધી રહ્યું છે. તેનાથી અનેક ખેડૂત ભાઈઓ લાખોમાં નફો કમાઈ રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી કરવાની યોગ્ય જાણકારી ન હોવાના કારણે તેની ખેતી કરી શકતા નથી. એવામાં અમે તમને સ્ટ્રોબેરીની ખેતી વિશે બધી જાણકારી આપીશું.
વધારેમાં વધારે નફો કમાવવા માટે ખેડૂતો હવે ફળો અને શાકભાજીની ખેતી તરફ વળવા લાગ્યા છે. છેલ્લાં કેટલાંક સમયથી ભારતમાં સ્ટ્રોબેરીની ખેતી કરવાનું ચલણ ઘણું ઝડપથી વધી રહ્યું છે. તેનાથી અનેક ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી કરવાની યોગ્ય જાણકારી ન હોવાના કારણે તેની ખેતી કરી શકતા નથી. એવામાં અમે તમને સ્ટ્રોબેરીની ખેતી વિશે બધી જાણકારી આપીશું.
આ પ્રદેશોમાં થાય છે સ્ટ્રોબેરીની ખેતી:
સ્ટ્રોબેરી ભારતની એક મહત્વપૂર્ણ ફળનો પાક છે. તે દેશભરમાં ખૂબ વેચાય છે અને તેને ખાવાથી શરીરને અનેક ફાયદા પણ થાય છે. તેની ખેતી હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ, દિલ્લી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કરવામાં આવે છે. આ વિટામિન-સી અને આયરનથી ભરપૂર છે. કેટલીક વસ્તુ જેવી કે ઉચ્ચ સ્વાદ અને ચમકદાર લાલ રંગવાળા ઓલમ્પસ, હુડ અને શુકસાન આઈસક્રીમ બનાવવા માટે જરૂરી છે. જયારે અન્ય વેરાયટીઝ જેવી કે મિડવે, મિડલેન્ડ, કાર્ડિનલ, હુડ વગેરેનો ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ્સ માટે થાય છે. ભારત મુખ્ય રીતે ઓસ્ટ્રિયા, બાંગ્લાદેશ, જર્મની, જોર્ડન અને અમેરિકાને સ્ટ્રોબેરીનો એક્સપોર્ટ કરે છે.
સ્ટ્રોબેરીની જાત અને તેને ઉગાડવાનો યોગ્ય સમય:
ભારતમાં ઉગાડવામાં આવતી મહત્વપૂર્ણ સ્ટ્રોબેરીની જાત - ચાંડલર, ટિયાગા, ટોરે, સેલ્વા, બેલરૂબી, ફર્ન અને પજારો છે. અન્ય જાતમાં પ્રીમિયર, રેડ કોસ્ટ, લોકલ જ્યોલિકોટ, દિલપસંદ, ફ્લોરિડા 90, કેટરીન સ્વીટ, પૂસા અર્લી ડ્વાર્ફ અને બ્લેકમોર છે. સ્ટ્રોબેરીને પર્વતીય વિસ્તારોમાં ઉગાડવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનાનો છે. જો છોડને સમય પહેલાં ઉગાડવામાં આવે તો તેની ઉપજમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ પાકની ગુણવત્તા પર પણ સારી રહેતી નથી. જો છોડને નક્કી કરેલા સમય કરતાં મોડેથી લગાવવામાં આવે તો તે હળવું રહી જાય છે. તેને પહેલાં નર્સરીથી ઉખાડીને બંડસ બનાવીને ખેતરમાં લગાડવામાં આવે છે. તેને રોપતાં પહેલાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. પત્તામાં પાણી ઓછું થતાં માટીમાં વારંવાર પાણી નાંખવું પડશે. પાનખર છોડના વધારાને રોકે છે, ફળને થવામાં મોડું કરે છે અને ઉપજ-ગુણવત્તાને ઘટાડે છે.
એક એકરમાં લગાવી શકો છો આટલા છોડ:
સ્ટ્રોબેરીને ખેતરમાં લગાવવામાં ઓછામાં ઓછું 30 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. એક એકરમાં 22,000 સ્ટ્રોબેરીના ઝાડ લગાવી શકાય. તેમાં પાકના સારા થવાની સંભાવના રહે છે. ફળોને તેના વજન, આકાર અને રંગના આધારે વહેંચવામાં આવે છે. ફળોને કોલ્ડ સ્ટોરેજમાં 32 ડિગ્રી સેલ્સિયસ પર 10 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. જો તમારે સ્ટ્રોબેરીને ક્યાંય દૂર લઈ જવી છે તો તેને 2 કલાકની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ પર પ્રી-કૂલ કરવી જોઈએ. પ્રી-કૂલિંગ પછી સ્ટ્રોબેરીને રેફ્રિજરેટેડ વેનમાં મોકલવામાં આવે છે. લાંબા અંતરના બજાર માટે ગ્રેડ અનુસાર પેકિંગ કરવામાં આવે છે. સારી ગુણવત્તાના ફળોને કુશનિંગ સામગ્રીના રૂપમાં પેપર કટિંગની સાથે ડબામાં પેક કરવામાં આવે છે. ફળોને ટોકરીઓમાં પેક કરવામાં આવે છે. તેને બજારમાં વેચ્યા પછી ખેડૂતોને બમ્પર નફો થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે