Superhit Deposit Scheme: એકસાથે ₹5 લાખ જમા કરો, તમને દર મહિને ₹3,083 ની ગેરેન્ટેડ આવક મળશે
Superhit Deposit Scheme: બજારના ઉતાર-ચઢાવની આ સ્કીમમાં કરવામાં આવેલા તમારા રોકાણ પર કોઈ અસર થતી નથી. તેમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. એમઆઈએસ એકાઉન્ટમાં માત્ર એકવાર રોકાણ કરવાનું હોય છે. તેની મેચ્યોરિટી પાંચ વર્ષની હોય છે.
Trending Photos
Superhit Deposit Scheme: સરકારની એક સુપરહિટ સરકારી સ્કીમ છે. જેમાં જો તમે એક સાથે રોકાણ કરો છો તો મહિને ગેરેન્ટેડ ઈનકમ થશે. આ સ્કીમ પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ (Post Office MIS)છે. બજારમાં ઉતાર-ચઢાવની આ સ્કીમમાં કરવામાં આવેલા રોકાણ પર કોઈ અસર થતી નથી. તેમાં તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહે છે. MIS એકાઉન્ટમાં માત્ર એકવાર રોકાણ કરવાનું હોય છે. તેની મેચ્યોરિટી 5 વર્ષની હોય છે.
₹ 5 લાખ જમા પર ₹3,083 મંથલી ઇનકમ
પોસ્ટ ઓફિસની Post Office MIS સ્કીમમાં મંથલી ઇનકમની ગેરંટી છે.
સિંગલ એકાઉન્ટ હોલ્ડર્સ આ સ્કીમમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. આ સ્કીમ પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તે ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે. MIS કેલ્ક્યુલેટર મુજબ, જો તમે એકસાથે 5,00,000 રૂપિયા જમા કરો છો, તો તમને દર મહિને 3,083 રૂપિયાની આવક થશે. એટલે કે, તમને વાર્ષિક વ્યાજમાંથી રૂ. 36,996 મળશે. જો તમે સંયુક્ત ખાતું ખોલો છો, તો તમે એકમ રકમમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
Post Office MIS ની મેચ્યોરિટી પાંચ વર્ષની હોય છે, તેમાં પ્રીમેચ્યોર ક્લોઝર થઈ શકે છે. જો કે, તમે ડિપોઝિટની તારીખથી એક વર્ષ પૂર્ણ થયા પછી જ પૈસા ઉપાડી શકો છો. નિયમો અનુસાર, જો એક વર્ષથી ત્રણ વર્ષની વચ્ચે પૈસા ઉપાડવામાં આવે છે, તો જમા રકમમાંથી 2 ટકા કાપીને પરત કરવામાં આવશે. જો તમે એકાઉન્ટ ખોલ્યાના 3 વર્ષ પછી પાકતી મુદત પહેલા પૈસા ઉપાડો છો, તો તમારી ડિપોઝિટમાંથી 1 ટકા કાપીને પરત કરવામાં આવશે.
એકાઉન્ટ ખોલાવવું સરળ
Post Office MIS દેશનો કોઈપણ નાગરિક ખોલાવી શકે છે. બાળકના નામ પર પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે. જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી છે, તો તેના માતા-પિતા અથવા કાનૂની વાલી તેના નામે એકાઉન્ટ ખોલાવી શકે છે. જ્યારે બાળક 10 વર્ષનું થાય છે, ત્યારે તેને પોતે એકાઉન્ટ ઓપરેટ કરવાનો અધિકાર મળી શકે છે. તમને જણાવી દઈએ કે, MIS એકાઉન્ટ માટે પોસ્ટ ઓફિસમાં તમારું સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ. આઈડી પ્રૂફ માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ આપવું પડશે.
ધ્યાન રાખો સ્કીમની 5 ખાસ વાતો
- MIS એકાઉન્ટને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરાવી શકો છો.
- મેચ્યોરિટી એટલે કે પાંચ વર્ષ પૂરા થવા પર તેને આગળ 5-5 વર્ષ માટે વધારી શકાય છે.
- MIS એકાઉન્ટમાં નોમિનેશનની સુવિધા છે.
- MIS માં બે કે ત્રણ લોકો મળીને પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ એકાઉન્ટના બદલામાં મળનારી આવક દરેક મેમ્બરને બરાબર આપવામાં આવે છે.
- જોઈન્ટ એકાઉન્ટને ગમે ત્યારે સિંગલ એકાઉન્ટમાં કન્વર્ટ કરાવી શકો છો. સિંગલ એકાઉન્ટને પણ જોઈન્ટ એકાઉન્ટમાં કન્વર્ટ કરાવી શકો છો. એકાઉન્ટમાં કોઈ પ્રકારનો ફેરફાર કરાવવા માટે તમામ એકાઉન્ટ મેમ્બર્સની જોઈન્ટ એપ્લીકેશન આપવાની હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે