મહિલા અનામત બિલ પાસ થઈ ગયું તો પણ તેનો અમલ ક્યારે થશે? જાણો મહત્વની વાતો

Census And Delimitation: એ વાત સાચી છે કે કોરોના સમયગાળાને કારણે 2021ની વસ્તી ગણતરી શક્ય બની ન હતી, જે હજુ બાકી છે. મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો ડર એ છે કે સીમાંકન વસ્તી ગણતરી પછી જ થશે અને ત્યાર બાદ જ આ બિલ લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ઘણો સમય લાગી શકે છે.
 

મહિલા અનામત બિલ પાસ થઈ ગયું તો પણ તેનો અમલ ક્યારે થશે? જાણો મહત્વની વાતો

નવી દિલ્હીઃ Women Reservation Bill 2023: એવું લાગે છે કે આખરે મહિલા અનામત બિલનો દિવસ આવી ગયો છે. દાયકાઓના સંઘર્ષ પછી મોદી સરકારે તેને નવી સંસદના પ્રથમ દિવસની કાર્યવાહીમાં રજૂ કરી અને આ પ્રખ્યાત અને ઐતિહાસિક બિલ પર ચર્ચા શરૂ થઈ. પરંતુ સંસદમાં પસાર થતાં જ તેનો અમલ થશે? શું આગામી લોકસભાની ચૂંટણીમાં આ કાયદો આપણી સામે રહેશે? વસ્તી ગણતરી અને સીમાંકન સાથે આ બિલનો શું સંબંધ છે? એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબો હવે જાણવાની જરૂર છે. બિલ રજૂ થયા બાદ પણ કોંગ્રેસે સરકારના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા છે. આવો જાણીએ આ બિલના અમલીકરણના માર્ગમાં આવતા અવરોધો વિશે.

કોંગ્રેસે ઉઠાવ્યા સરકારના ઈરાદા પર સવાલ
હકીકતમાં 2021ની જનગણના કોરોનાને કારણે સંભવ થઈ શકી નહીં, જે હજુ પણ બાકી છે. મહિલા અનામત બિલને લઈને વિપક્ષની આશંકા એ છે કે સીમાંકન વસ્તી ગણતરી પછી જ થશે અને ત્યાર બાદ જ આ બિલ લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ઘણો સમય લાગી શકે છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આ બિલ સૌથી મોટા ચૂંટણી 'જુમલા'માંથી એક છે. આ કરોડો ભારતીય મહિલાઓ અને છોકરીઓની આશાઓ સાથે મોટો દગો છે. સરકારે હજુ સુધી 2021 ની દશવાર્ષિક વસ્તી ગણતરી હાથ ધરી નથી, તેથી તે કયા આધારે લાગુ કરવામાં આવશે કારણ કે આ બિલ આગામી વસ્તી ગણતરીના પ્રકાશન અને ત્યારબાદની સીમાંકન પ્રક્રિયા પછી જ અમલમાં આવશે. શું 2024ની ચૂંટણી પહેલા વસ્તી ગણતરી અને સીમાંકન શક્ય બનશે?

બિલ લાગૂ થવાનું શું છે સમીકરણ
હકીકતમાં તે વાત સાચી છે કે પ્રતિનિધિત્વમાં મહિલાઓને અનામત ત્યારે મળી શકશે જ્યારે વસ્તી ગણતરી અને પરિસીમનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. દેશમાં 2021માં જનગણના થવાની હતી, જે થઈ શકી નહીં. આગળ વસ્તી ગણતરી ક્યારે થશે તેની જાણકારી નથી. ક્યારેક 2027 તો ક્યારેક 2028ની વાત આવે છે. તેવામાં સંભવ છે કે આ જનગણના 2031માં થાય. આ વસ્તી ગણતરી બાદ પરિસીમન થશે, ત્યારે જઈને બિલ લાગૂ થશે. પરિસીમન એટલા માટે કરવામાં આવે છે જેથી વધતી જનસંખ્યાના આધાર પર વસ્તીને યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે.

બુધવારે થશે મહત્વની ચર્ચા
આ બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. હવે બુધવારે સંસદમાં તેના પર ચર્ચા થશે. હવે જોવાનું રહેશે કે વિપક્ષ તરફથી બિલને લઈને કેટલા સવાલ સંસદમાં રાખવામાં આવે છે અને સરકાર તેનો શું જવાબ આપે છે. શું સરકાર પરિસીમન અને જનગણના પર પણ જવાબ આપશે કે પછી બિલ લાગૂ થવામાં સમય લાગી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news