BREAKING NEWS: ભારતીય બોર્ડરમાં ઘૂસેલા પાકિસ્તાની જેટને ભારતીય સેનાએ તોડી પાડ્યું
પુલવામા હુમલાનો ભારતે બદલો લેતાં મંગળવારે વહેલી સવારે પીઓકે વિસ્તારમાં આતંકી અડ્ડાઓ પર કહેર વરસાવ્યો હતો અને પાકિસ્તાની સેનાની આડમાં ચાલતા આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો. જેમાં પાકિસ્તાની આતંકી સંગઠનોના આકાઓ સહિત બસોથી ત્રણસો જેટલા આતંકીઓ માર્યા ગયાનું જાણવા મળે છે. આ હુમલાથી અકળાયેલા પાકિસ્તાને બુધવારે સવારે ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો હિન પ્રયાસ કરતાં ભારતીય વાયુ સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં એક પાકિસ્તાની જેટ તોડી પડાયું છે.
Trending Photos
નવી દિલ્હી: પુલવામા હુમલાનો ભારતે બદલો લેતાં મંગળવારે વહેલી સવારે પીઓકે વિસ્તારમાં આતંકી અડ્ડાઓ પર કહેર વરસાવ્યો હતો અને પાકિસ્તાની સેનાની આડમાં ચાલતા આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો. જેમાં પાકિસ્તાની આતંકી સંગઠનોના આકાઓ સહિત બસોથી ત્રણસો જેટલા આતંકીઓ માર્યા ગયાનું જાણવા મળે છે. આ હુમલાથી અકળાયેલા પાકિસ્તાને બુધવારે સવારે ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો હિન પ્રયાસ કરતાં ભારતીય વાયુ સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં એક પાકિસ્તાની જેટ તોડી પડાયું છે
પીટીઆઇના અહેવાલથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની જેટ વિમાનોએ ભારતીય હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની વિમાનોએ જમ્મૂ કાશ્મીરના રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરના બોર્ડર વિસ્તારમાં પ્રેવશ કર્યો હતો. ભારતીય વાયુસેના હાઇએલર્ટ પર છે. વાયુસેનાને પાકિસ્તાનની ચળવળ જોઇને બોમ્બમારો કરવાના આદશે આપવામાં આવ્યા છે. ભારતીય વાયુ સેનાએ વળતો જવાબ આપતાં પાકિસ્તાનના જેટ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે.
જોકે, વાયુસેના તરફથી હજુ કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પુષ્ટિ ન કરાયેલ અહેવાલો છે કે, ભીમબર ગલી અને લામમાં ત્રણ પાકિસ્તાની જેટની બોર્ડર વિસ્તારનું ઉલ્લંઘન કર્યું છે. જોકે ભારતીય વિમાનોએ પાકિસ્તાન વિમાનોને પરત મોકલી દીધા છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટિથી શ્રીનગર હવાઇ અડ્ડા પર સામાન્ય હવાઇ સેવાઓ રોકી દેવામાં આવી છે. શ્રીનગર એરપોર્ટને બીજા આદેશ સુધી બધી જ સેવાઓ બંધ રાખવાનો આદેશ જાહરે કરવામાં આવ્યા છે. કોમર્શિયલ વિમાનોને શ્રીનગરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ઘૂસપેઠ બાદ ભાગતા પાકિસ્તાની વિમાનોએ કેટલાક બોમ્બમારો કર્યો છે. જોકે હજુ કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ વચ્ચે ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક બેઠક ચાલી રહી છે. જેમાં એનએસએ અજીત ડોભાલ, ગૃહ સચિવ અનિલ ગૌબા, રો અને આઇબીના પ્રમુખ પણ સામેલ છે.
In response to PAF strikes this morning as released by MoFA, IAF crossed LOC. PAF shot down two Indian aircrafts inside Pakistani airspace. One of the aircraft fell inside AJ&K while other fell inside IOK. One Indian pilot arrested by troops on ground while two in the area.
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 27, 2019
ત્યારે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે ટ્વિટ કરી કહ્યું કે, 'MoFA દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ બાદ આજે સવારે પાકિસ્તાની એરફોર્સ હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાના વિમાનોને LoCને ક્રોસ કરી લીધી હતી. પીએએફએ પાકિસ્તાની હવાઇ વિસ્તારની અંદર બે ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે. વિમાનમાંથી એક પીઓકેની અંદર પડ્યું, જ્યારે બીજુ ભારતીય કાશ્મીર વિસ્તારની અંદર પડ્યું છે. ત્યારબાદ પીઓકેમાં તોડી પાડેલા ભારતીય વિમાનના પાયલોટની ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે