ટાટાની સાથે વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા સાયરસ મિસ્ત્રી, જાણો શું હતો મામલો?

Cyrus Mistry Death: ડિલેમ્બપ 2012માં રતન ટાટાની જગ્યાએ ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ટાટા ગ્રુપે દોઢ વર્ષની શોધ કર્યા બાદ આ પદ માટે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. ટાટા સન્સના ચેરમેન બનાવ્યાના ચાર વર્ષ બાદ 2016માં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. 

ટાટાની સાથે વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા સાયરસ મિસ્ત્રી, જાણો શું હતો મામલો?

નવી દિલ્હીઃ ટાટા સન્સના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું પવિવારે એક રોડ અકસ્માતમાં નિધન થયું છે. તેઓ 54 વર્ષના હતા. મિસ્ત્રી શાપૂરજી પલોનજી પરિવારમાંથી હતા અને ટાટા સન્સમાં સૌથી મોટા શેરધારક હતા. ઉલ્લેખનીય છે કે શાપૂરજી પલોનજી સમૂહની ટાટા સન્સમાં 18.37 ટકા ભાગીદારી છે. 

2012માં મળી હતી ટાટા સન્સની કમાન
વર્ષ 2006માં પાલોનજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર સાયરસ મિસ્ત્રી ટાટા સન્સમાં જોડાયા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2012મં રતન ટાટાની જગ્યાએ તેમને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ટાટા ગ્રુપે દોઢ વર્ષની શોધ બાદ આ પદ માટે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. ટાટા સન્સના ચેરમેન બનાવ્યાના ચાર વર્ષ બાદ 2016માં તેમને અચાનક હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તે ટાટા સમૂહ સાથે વિવાદને લઈને સતત ચર્ચામાં રહ્યાં હતા. 

ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા સાયરસ
સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન બન્યા હતા, જ્યારે ડિસેમ્બર 2012માં રતન ટાટાએ આ પદ પરથી નિવૃત્તિ લીધી હતી. આ સાથે સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા ચેરમેન પણ હતા. ઉલ્લેખનીય છે કે મિસ્ત્રી પરિવાર ટાટા સમૂહમાં બીજો સૌથી મોટો શેરધારક છે. સમૂહમાં આ પરિવારની 18.4 ટકા ભાગીદારી છે. 2016માં તેમને ચેરમેન પદેથી હટાવ્યા બાદ ફરીથી સમૂહની કમાન રતન ટાટાએ અંતરિમ ચેરમેનના રૂપમાં પોતાના હાથમાં લીધી હતી. 

લંડનથી કર્યો હતો અભ્યાસ
સાયરસ મિસ્ત્રીએ લંડન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. સાયરસે પરિવારના પલોનજી ગ્રુપમાં 1991થી કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમને 1994માં શાપૂરજી પલોનજી ગ્રુપના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પલોનજી મિસ્ત્રી ગ્રુપનો કારોબાર કપડાથી લઈને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે. સાયરસ મિસ્ત્રીના નેતૃત્વમાં કંપનીએ ભારતમાં ઘણા રેકોર્ડ બનાવ્યા, તેમાં સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવરનું નિર્માણ, સૌથી ઉંચા રેલ પુલનું નિર્માણ અને સૌથી મોટા પોર્ટનું નિર્માણ સામેલ છે. 

જૂન 2022માં થયું હતું પિતાનું નિધન
ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાલોનજી મિસ્ત્રી પરિવારે બે મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે 28 જૂન 2022ના સાયરસ મિસ્ત્રીના પિતા અને બિઝનેસ ટાઇકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું. ત્યારબાદ પરિવારમાં આ બીજી દુખની ઘટના બની છે, જ્યારે સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. સાયરસ અને તેના પિતાના નિધન બાદ હવે પરિવારમાં તેમના માતા પાટ્સી પેરિન ડુબાસ, ભાઈ શાપૂર મિસ્ત્રી સિવાય બે બહેનો લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news