Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મેહતામાં આવવાનો છે જોરદાર ટ્વીસ્ટ! બાપુજીને ઘરમાં દેખાયું ભૂત! મચાવ્યો હંગામો!

Taarak Mehta Ka Ooltah Chashmah Upcoming Episode: શું જેઠાલાલ અમેરિાકા જશે ત્યારબાદ કોઈ મોટું સંક્ટ આવશે? હાલ તો શોનો નવો પ્રોમો જોઈને એવું લાગી રહ્યું છે કે સોસાયટીમાં કંઈક ખરાબ થનાર છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મેહતામાં આવવાનો છે જોરદાર ટ્વીસ્ટ! બાપુજીને ઘરમાં દેખાયું ભૂત! મચાવ્યો હંગામો!

Taarak Mehta Ka Ooltah Chashmah Upcoming Episode: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલ્દીથી હવે મોટો ટ્વસ્ટિ આવનાર છે. જોકે, જેઠાલાલની અમેરિકા જવાના અહેવાલ જ્યારથી મળ્યા છે, ત્યારથી દરેક લોકો ખુશ દેખાઈ રહ્યા છે. જ્યારે ગડા પરિવારની ખુશીઓની તો વાત જ થાય એમ નથી. પુરી તૈયારી બાદ હવે જેઠાલાલ અમેરિકા જવા માટે એકદમ તૈયાર છે પરંતુ શું ગોકુલધામ સોસાયટીમાં હવે કંઈક ખરાબ થવા જઈ રહ્યું છે? શું જેઠાલાલ અમેરિાકા જશે ત્યારબાદ કોઈ મોટું સંક્ટ આવશે? હાલ તો શોનો નવો પ્રોમો જોઈને એવું લાગી રહ્યું છે કે સોસાયટીમાં કંઈક ખરાબ થનાર છે. 

ભૂતથી ડર્યા બાપુજી
જી હા... ગોકુલધામ સોસાયટીમાં ભૂત.  પહેલા પણ સોસાયટીમાં જ્યારે જ્યારે ભૂતનો છાયો મંડરાયો ત્યારે સોસાયટીના રહીશોની હાલત ખરાબ થઈ ગઈ હતી અને હવે એકવાર ફરીથી એવું કંઈક જોવા મળવાનું છે. જેઠાલાલ અમેરિકા ચાલ્યા ગયા છે. દયાબેન પહેલાથી જ અમદાવાદમાં છે અને ટપ્પૂ અભ્યાસ માટે મુંબઈની બહાર છે. 

એટલે કે બાપુજી ઘરમાં એકલા છે. એવામાં ડરનો માહોલ વ્યાજબી છે. હવે શોમાં થશે એવું કે બાપુજીને ઘરમાં અજીબોગરીબ અવાજ સંભળાશે, જેના કારણે તેઓ ગંભીર રીતે ડરી જશે અને આ અવાજોથી સ્પષ્ટ છે કે સોસાયટીમાં કોઈ અજાણ સાયોનો અહેસાસ થઈ રહ્યો છે.

હવે શું કરશે સોસાયટીના રહીશો
જેઠાલાલ પહેલાથી જ સોસાયટીની બહાર છે અને બાપુજી ઘરમાં એકલા છે. એવામાં હવે સવાર થતાં જ ગોકુલધામમાં હંગામો થવો વ્યાજબી છે. તમને જણાવી દઈએ કે પહેલા પણ જ્યારે જેઠાલાલ વિદેશ ગયા હતા ત્યારે પણ સોસાયટીમાં ખુબ હંગામો મચ્યો હતો અને હવે એકવાર ફરી તે સ્થિતિ જોવા મળવાની છે. જ્યારે બાપુજીને ભૂતથી કેટલો ડર લાગે છે તે તો આપણે બધા જાણીએ છીએ. એવામાં એકલા બાપુજી કેવી રીતે રાત વિતાવશે તે જોવું દિલસ્પર્શ બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news