Aadhaar એક મહત્વના કામ માટે થઈ જશે નિરાધાર, આવશે નવી આઇડી સિસ્ટમ
વર્ચુઅલ આઇડી કોઈ પણ વ્યક્તિના આધાર નંબર પર મેપ કરવામાં આવેલી 16 આંકડાની એક સંખ્યા
Trending Photos
નવી દિલ્હી : આધારને મોબાઇલ નંબર સાથે લિંક કરાવવા માટે અનિવાર્યતાનો હવે અંત આવી જશે. હવે ટેલિકોમ કંપનીએ આધારની જગ્યાએ નવા આઇડીનો વપરાશ કરશે. સરકારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ કર્યો છે કે એ પોતાની સિસ્ટમમાં બદલાવ કરીને આધારની જગ્યાએ વર્ચુઅલ આઇડીનો વપરાશ કરવાની સુવિધા આપે તેમજ મોબાઇલ સબસ્ક્રાઇબર્સ માટે 'લિમિટેડ કેવાયસી' ટેકનોલોજીનો ઉપયોગ કરે. આ વર્ચુઅલ આઇડી સિસ્ટમ 1 જુલાઈથી લાગુ થવાની છે જેના પછી યુઝર પોતાના આધાર નંબરની જગ્યાએ વર્ચઅલ આઇડીનો ઉપયોગ કરી શકશે.
વર્ચુઅલ આઇડી કોઈ પણ વ્યક્તિના આધાર નંબર પર મેપ કરવામાં આવેલી 16 આંકડાની એક સંખ્યા હશે. એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આના કારણે આધાર ડેટાની પ્રાઇવસી તેમજ સિક્યુરિટી વધારે મજબુત થશે. સરકારે આ હેતુસર જ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરી છે. દૂરસંચાર વિભાગ (DoT)એ આ મામલે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. જોકે નવું મોબાઇલ કનેક્શન લેવા માટે તેમજ વર્તમાન મોબાઇલ સબસ્ક્રાઇબર્સના રી-વેરિફિકેશન માટે આધાર બેઝ્ડ કેવાઇસી પ્રોસેસની પ્રવર્તમાન વ્યવસ્થાનું પાલન કરવામાં આવશે.
દૂરસંચાર વિભાગે કહ્યં છે કે કંપની તરફથી ગ્રાહકોને આધાર નંબર કે વર્ચુઅલ આઇડીના વપરાશનો વિકલ્પ આપવો જોઈએ. જોકે ઓપરેટર્સ આ નંબર 'માસ્ક્ડ ફોર્મ'માં ડિસ્પ્લે કરવો પડશે. કંપનીઓએ એ પણ નિશ્ચિત કરવું પડશે કે તેમના ડેટાબેસમા આ નંબર સ્ટોર ન થાય. DoTના નિર્દેશ પ્રમાણે ઓપરેટર્સ નવા સબસ્ક્રાઇબર કે રી-વેરિફિકેશન માટે પ્રવર્તમાન કેવાયસીનું જ પાલન કરશે. સબસ્ક્રાઈબર્સનું ઓથેન્ટિ્કેશન થાય એ પછી UID ટોકન મારફતે એની પ્રક્રિયા પુરી કરી શકાશે.
દૂરસંચાર કંપનીઓએ પોતાના ડેટાબેસમાં રહેલા સબસ્ક્રાઈબર્સના આધાર નંબરની જગ્યાએ યુઆઇડી ટોકનનો વપરાશ કરવા માટે સિસ્ટમમાં બદલાવ કરવો પડશે. કંપનીઓ આ નંબર સ્ટોર પણ નહીં કરી શકે. હવે આ સંજોગોમાં ગ્રાહક નવું કનેક્શન લેવા માટે આધાર નંબર નહીં આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે