દેશનું પહેલું CNG ટ્રેક્ટર થયું લોન્ચ, 10 પોઈન્ટમાં સમજો તેની વિશેષતાઓ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભારતનું પહેલું સીએનજી ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેક્ટરથી ઈંધણના ખર્ચ પર વાર્ષિક લગભગ 1 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

દેશનું પહેલું CNG ટ્રેક્ટર થયું લોન્ચ, 10 પોઈન્ટમાં સમજો તેની વિશેષતાઓ

નવી દિલ્લી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભારતનું પહેલું સીએનજી ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેક્ટરથી ઈંધણના ખર્ચ પર વાર્ષિક લગભગ 1 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. ટ્રેક્ટરને ડીઝલમાંથી સીએનજી ઈંધણવાળું બનાવવામાં આવ્યું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સીએનજીમાં પરિવર્તિત ભારતનું પહેલું ડીઝલ ટ્રેક્ટર હશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ઔપચારિક રીતે તેને બજારમાં રજૂ કર્યું છે.

કોણે તૈયાર કર્યુ:
રાવમેટ ટેકનો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશિલ ઈન્ડિયા તરફથી સંયુક્ત રીતે વિકસિત આ ટ્રેક્ટરથી ખેડૂતોના ખર્ચને ઓછું કરવામાં અને ગ્રામીણ ભારતમાં રોજગારની તક ઉભી કરવામાં મદદ મળશે. ત્યારે આ ટ્રેક્ટરની શું વિશેષતા છે આવો જાણીએ.

1. CNG ટ્રેક્ટર અત્યંત સુરક્ષિત છે. કેમ કે સીએનજી ટેન્ક પર મજબૂત સીલ લગાવવામાં આવેલું છે. તેનાથી તેમાં ઈંધણ ભરતા સમયે અને ઈંધણ ફેલાવાની સ્થિતિમાં વિસ્ફોટનું જોખમ ઓછું રહે છે.

2. CNG ટ્રેક્ટરનું ભવિષ્ય છે. કેમ કે હાલ દુનિયામાં 1.2 કરોડ વાહન પહેલાંથી જ પ્રાકૃતિક ગેસથી સંચાલિત છે અને દરરોજ વધારે કંપનીઓ, નગરપાલિકાઓ સીએનજી તરફ આગળ વધી રહી છે.

3. ડીઝલની સરખામણીએ સીએનજીમાં કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો થાય છે. તેનાથી ખેડૂતોને ઈંધણના ખર્ચમાં 50 ટકા સુધીની બચાત થાય છે.

4. રાવમેટ ટેકનો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશિલ ઈન્ડિયા તરફથી સંયુક્ત રીતે વિકસિત આ ટ્રેક્ટરથી ખેડૂતોના ખર્ચને ઓછું કરવામાં અને ગ્રામીણ ભારતમાં રોજગારની તક ઉભી કરવામાં મદદ મળશે

5. CNG ટ્રેક્ટરથી ખેડૂતોને વાર્ષિક 1 લાખ રૂપિયાની બચત થશે. કેમ કે તેનાથી ઈંધણના ખર્ચમાં મોટો ઘટાડો આવશે. ખેડૂતોને પોતાની આજીવિકામાં સુધારો કરવામાં મદદ મળશે.

6. CNG એક સ્વચ્છ ઈંધણ છે. કેમ કે તેમાં કાર્બન અને અન્ય પ્રદૂષણ ફેલાવનારા તત્વો સૌથી ઓછા છે. તે ઘણું સસ્તું છે. તેમાં સીસું લગભગ શૂન્ય બરાબર છે.

7. આ ટ્રેક્ટર ઓછું પ્રદૂષણ ફેલાવનારું હોય છે. જે ઈંધણની જીવન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેના માટે નિયમિત ધ્યાન રાખવાની ઓછું જરૂર રહેશે.

8. CNGની કિંમતમાં પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ઉતાર-ચઢાવ હોય છે. આથી તે અત્યંત સસ્તું સાબિત થશે. ડીઝલ અને પેટ્રોલથી ચાલનારા વાહનોની સરખામણીમાં CNG વાહનોની સરેરાશ માઈલેજ શાનદાર હોય છે.

9. રોજ વધારેથી વધારે કંપનીઓ CNGને સમર્થન આપી રહી છે. પરાળનો ઉપયોગ બાયો-સીએનજીના ઉત્પાદનમાં કરી શકાય છે. જેના કારણે ખેડૂતોને બાયો-સીએનજી ઉત્પાદન એકમોને વેચીને પૈસા કમાવવામાં મદદ કરશે.

10. ટ્રાયલ રિપોર્ટ પ્રમાણે ડીઝલથી ચાલનારા એન્જિનની સરખામણીએ રેટ્રોફિટેડ ટ્રેક્ટર તેનાથી વધારે ક્ષમતાના હોય છે. સાથે જ તેનાથી ડીઝલની સરખામણીમાં કુલ કાર્બન ઉત્સર્જનમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news