Income Tax રીટર્ન ફાઈલ કરવાને લઈ લેટેસ્ટ અપડેટ, 31 જુલાઈ બાદ રીટર્ન ફાઈલ કરવા પર નહીં લાગે પેનલ્ટી

Income Tax: મહત્વનું છે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. જો કે આવકવેરા વિભાગના નિયમ અનુસાર જો તમે 31મી જુલાઈ પછી પણ રિટર્ન ફાઈલ કરશો તો તમારે દંડ ચુકવવો પડશે નહીં. આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ફાઈલ કરનાર લોકોની જાણકારી માટે આ વાત જણાવવામાં આવી છે. 

Income Tax રીટર્ન ફાઈલ કરવાને લઈ લેટેસ્ટ અપડેટ, 31 જુલાઈ બાદ રીટર્ન ફાઈલ કરવા પર નહીં લાગે પેનલ્ટી

Income Tax: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ અપડેટ મુજબ જૂનના અંત સુધીમાં એક કરોડથી વધુ લોકોએ રીટર્ન ફાઈલ કર્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આવકવેરા રિટર્નના મામલે રેકોર્ડ બ્રેક ફાઈલિંગ થઈ શકે છે. લોકો હવે ટેક્સ ભરવાને લઈને દિવસેને દિવસે  જાગૃત થઈ રહ્યા છે. આ વર્ષે જૂનમાં ભરાયેલા રિટર્ન ગયા વર્ષની સરખામણીએ લગભગ 12 ટકા વધુ છે.

આ પણ વાંચો:

31મી જુલાઈ પછી પણ ફાઇલ કરી શકાશે રિટર્ન
 

મહત્વનું છે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. જો કે આવકવેરા વિભાગના નિયમ અનુસાર જો તમે 31મી જુલાઈ પછી પણ રિટર્ન ફાઈલ કરશો તો તમારે દંડ ચુકવવો પડશે નહીં. આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ફાઈલ કરનાર લોકોની જાણકારી માટે આ વાત જણાવવામાં આવી છે.  

ઝીરો રીટર્ન ફાઈલ

આવકવેરા નિષ્ણાંતો અનુસાર જે લોકોની કુલ આવક મૂળભૂત મુક્તિ મર્યાદાથી વધુ ન હોય તો તેઓ રીટર્ન મોડું ફાઈલ કરે તો તેમને કોઈ દંડ લાગતો નથી. સરળ ભાષામાં કહીએ તો ઝીરો રીટર્ન ફાઈલીંગમાં 31 જુલાઈ બાદ પણ દંડ નહીં લાગે. જો નાણાકીય વર્ષ 2021-22 સુધી તમારી કુલ આવક 2.5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે તો તમે 31 જુલાઈ પછી આવકવેરો ભરશો તો પણ દંડ નહીં ભરવો પડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news