FDમાં રોકાણ કરવા માંગો છો, તો બેંકમાં મળી રહ્યું છે 8 ટકાથી વધારે વ્યાજ

કોરોના વાયરસ (Covid-19) મહામારીના કારણે કેટલીક બેંકોએ તેમની તમામ પ્રકારના બચત ખાતામાં મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જો કે, ફિક્સ ડિપોઝિટ (Fixed Deposits) પર બેંક મહામારીથી પહેલા 9 ટાક સુધી વ્યાજ આપી રહ્યાં હતા. હવે ફિક્સ ડિપોઝિટ પર 8 ટકાથી વધારે વ્યાજ આપી રહ્યાં છે. બેંકોએ તેમના વ્યાજ દરમાં એક ટકાથી વધારે ઘટાડો કર્યો છે. કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંક સમાન્ય ગ્રાહકોને 8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.5 ટકા વ્યાજ આપી રહી છે.
FDમાં રોકાણ કરવા માંગો છો, તો બેંકમાં મળી રહ્યું છે 8 ટકાથી વધારે વ્યાજ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Covid-19) મહામારીના કારણે કેટલીક બેંકોએ તેમની તમામ પ્રકારના બચત ખાતામાં મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જો કે, ફિક્સ ડિપોઝિટ (Fixed Deposits) પર બેંક મહામારીથી પહેલા 9 ટાક સુધી વ્યાજ આપી રહ્યાં હતા. હવે ફિક્સ ડિપોઝિટ પર 8 ટકાથી વધારે વ્યાજ આપી રહ્યાં છે. બેંકોએ તેમના વ્યાજ દરમાં એક ટકાથી વધારે ઘટાડો કર્યો છે. કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંક સમાન્ય ગ્રાહકોને 8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.5 ટકા વ્યાજ આપી રહી છે.

કેમ છે ફિક્સ ડિપોઝિટ આટલી લોકપ્રિય
એફડી ઘણા વર્ષોથી લોકોની વચ્ચે રોકાણ કરવા માટે સૌથી લોકપ્રિય છે. તેના પાછળનું કારણ છે કે લોકો આજે પણ એફડીને અન્ય રોકાણની સરખામણીએ સૌથી વધારે સુરક્ષીત માનવવામાં આવે છે. લોકોનું માનવું છે કે, એફડીમાં જમા કરેલા પૈસા ક્યારે પણ ડૂબશે નહીં અને તેના પર સારું વ્યાજ પણ મળે છે. આજે અમે તેમને કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંકમાં મળતા એફડીના વ્યાજ વિશે જણાવી રહ્યાં છે.

નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક
નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક (North East Small Finance Bank) સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 4થી 8 ટકા અને સિનિયર સિટિઝન્સને 4.5થી 8.50 ટકા વ્યાજ આપી રહી છે. 730 દિવસથી લઈને 1095 દિવસથી ઓછા સમય સુધી, બેંક મેચ્યોરિટી અવધિ પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

જાના સ્મોલ ફાઇનાન્સ બેંક
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક (Jana Small Finance Bank) 7 દિવસથી 10 વર્ષના ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.50થી 7.50 ટકાના વ્યાજ દર આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને એફડી પર 50 બેસિસ પોઇન્ટ વધારે વ્યાજ દરની ઓફર કરવામાં આવી રહી છે. બેંક સામાન્ય ગ્રાહકોને એફડી પર 7.50 ટકા અને સિનિયર સિટિઝન્સને 8 ટકા વ્યાજ આપી રહી છે. બે વર્ષથી ત્રણ વર્ષના પાકતી મુદત પર બેંક સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક
સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank) તેના ગ્રાહકોને ઓછામાં ઓછી 1000 રૂપિયાની ડિપોઝિટ પર રેગ્યુલર ફિક્સ્ડ ડિપોઝિટ ખોલવાની મંજૂરી આપે છે. સૂર્યોદય બેંક સામાન્ય ગ્રાહકોને એફડી પર 4થી 5.૨5 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 4.5થી 8.60 ટકા વ્યાજ આપી રહી છે. બેંક 5 વર્ષની પાકતી મુદત પર સૌથી વધુ વ્યાજ ચૂકવે છે.

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક (Utkarsh Small Finance Bank) સમાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની એફડી પર 3.25 ટકાથી 8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3.75 ટકાથી 8.50 ટકા વ્યાજ દર આપી રહી છે. બેંક 700 દિવસની પાકતી મુદત પર સૌથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news