AGR પર ટેલીકોમ કંપનીઓને મોટી રાહત, બાકી ચુકવવા માટે મળ્યો 10 વર્ષનો સમય
કોર્ટે કહ્યું કે, ટેલીકોમ કંપનીઓએ બાકી રકમના 10 ટકા 31 માર્ચ 2021 સુધી ચુકવવા પડશે. ઉલ્લેખનીય છે કે ઘણી કંપનીઓએ તો હાલ સુધીમાં 10 ટકા રકમની ચુકવણી કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સમાયોજિત કુલ આવક (AGR)ના મામલામાં સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. તેમણે એજીઆરના બાકી ચુકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો છે. ખાસ કરીને વોડાફોન-આઈડિયા, એરટેલ માટે ઘણી રાહતની વાત છે.
કોર્ટે કહ્યું કે, ટેલીકોમ કંપનીઓએ બાકી રકમના 10 ટકા 31 માર્ચ 2021 સુધી ચુકવવા પડશે. ઉલ્લેખનીય છે કે ઘણી કંપનીઓએ તો હાલ સુધીમાં 10 ટકા રકમની ચુકવણી કરી દીધી છે. જસ્ટિસ મિશ્રાએ કહ્યુ કે, કોવિડ સંકટને જોતા આ રાહત આપવામાં આવી છે.
જસ્ટિસ મિશ્રા 2 સપ્ટેમ્બર એટલે કે બુધવારે નિવૃત થઈ રહ્યાં છે. કોર્ટે કહ્યું કે આ નિર્ણય ત્રણ આધાર પર થશે. પ્રથમ ટેલીકોમ કંપનીઓને એદીઆર બાકી ચુકવવા માટે કટકા-કટકામાં એજીઆર બાકી ચુકાવવાનનો સમય આપવામાં આવ્યા, બીજુ- જે કંપનીઓ ઇન્સાલ્વેન્સી પ્રક્રિયાનો સામનો કરી રહી છે તેના બાકીને કઈ રીતે વસૂલવામાં આવે અને ત્રીજો- શું એવી કંપનીઓ દ્વારા પોતાના સ્પેકટ્રમને વેચવા કાયદેસર છે.
વોડાફોન આઇડિયા અને ભારતીય એરટેલ એજીઆરની બાકી રકમ ચુકવવા માટે 15 વર્ષનો સમય માગ્યો હતો. અત્યાર સુધી 15 ટેલીકોમ કંપનીઓના માત્ર 30,254 કરોડ રૂપિયા ચુકવ્યા છે, જ્યારે કુલ બાકી 1.69 લાખ કરોડ રૂપિયા છે.
સોનાના ભાવમાં ફરી વધારો, જાણો આજે શું છે એક તોલાની કિંમત
શું હોય છે AGR
સમાયોજિત કુલ આવક (AGR) સંચાર મંત્રાલયે દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા ટેલીકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવતી યૂસેઝ અને લાઇસન્સ ફી છે. તેના બે ભાગ હોય છે- સ્પેક્ટ્રમ યૂસેઝ ચાર્જ અને લાઇસન્સ ફી, જે ક્રમશઃ 3-5 અને 8 ટકા હોય છે.
હકીકતમાં દૂરસંચાર વિભાગનું કહેવું છે કે એજીઆરની ગણતા કોઈ ટેલીકોમ કંપનીના થનારા સંપૂર્ણ આવક કે રેવેન્યૂના આધાર પર થવી જોઈે, જેમાં ડિપોઝિટ વ્યાજ અને એસેટ વેચાણ જેવા બિન ટેલીકોમ સ્ત્રોતથી થતી આવક પણ સામેલ છે.
બીજીતરફ ટેલીકોમ કંપનીઓનું કહેવું હતું કે એજીઆરની ગણતા માત્ર ટેલીકોમ સેવાઓથી થતી આવકના આધાર પર થવી જોઈએ. પરંતુ પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને તે કહ્યું હતું કે, તે તત્કાલ એજીઆરની બાકી રકમની ચુકવણી કરે. આશરે 15 ટેલીકોમ કંપનીઓના કુલ બાકી 1.69 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે