Share Market News: ગુજરાતીનો વટ છે! એક સમયનો 2 રૂપિયાનો શેર મચાવશે ગદર, વિદેશી કંપનીએ કહ્યું 58એ પહોંચશે
Stock Market News: આ ગુજરાતી કંપની તમને માલામાલ કરી શકે છે. દેશી અને વિદેશી બંને બ્રોકરેજ હાઉસે સુઝલોનના શેરમાં બાયનું રેટિંગ આપ્યું છે. આ શેરનો ભાવ 58 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો તમે પણ રોકાણ કરવા માગો છો તો આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
Trending Photos
શેરબજારમાં ઘણા મલ્ટીબેગર શેર હોય છે જે રોકાણકારોને માલામાલ બનાવે છે. આ શેરો સ્ટોકમાર્કેટનું ઉજળુ ભવિષ્ય છે. બજારની હિલચાલ ગમે તે હોય, ઘણા શેરો મલ્ટીબેગર બનતા જ રહે છે. આ વર્ષે પણ ઘણા સ્ટોક મલ્ટિબેગર્સ બનવામાં સફળ રહ્યા છે. આજે અમે તમને તેમાંથી એકની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ.
ગુજરાતમાં સોલર ઉર્જા સાથે સંકળાયેલી આ કંપનીનો એક સમયે દબદબો હતો. હવે ફરી કંપની થર્ડ ગિયરમાં ચાલી રહી છે. સુઝલોન એનર્જીના (Suzlon Energy) શેરમાં સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો, બપોરે 1 વાગ્યા સુધી આ કંપનીના શેર 3.15 ટકા વધીને રૂ.54.71 પર પહોંચી ગયા હતા. આ પહેલાં શુક્રવારે કંપનીના શેર રૂ. 53.05 પર બંધ થયા હતા. સુઝલોન એનર્જીના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકેટ ગતિ પ્રાપ્ત કરી છે. આ એક વર્ષના ગાળામાં કંપનીના શેરમાં 291.57 ટકાનો વધારો થયો છે.
વિન્ડ એનર્જીમાં કંપનીની મોનોપોલી...
વાસ્તવમાં, સુઝલોન એનર્જી (Suzlon Energy Share)ના શેરમાં વર્ષ 2024માં 42.34 ટકાનો વધારો થયો છે. કંપની આ વર્ષે બજારમાં સારો દેખાવ કરી રહી છે. જેના પગલે કંપનીના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. સુઝલોન એ અલગ અલગ વ્યવસાયમાં છે વિન્ડ એનર્જી એની મોનોપોલી છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે શેર 3 ટકા વધીને 50.53 રૂપિયા પર બંધ થયો હતો, આ શેર એક સપ્તાહમાં 18 ટકા, ત્રણ મહિનામાં 40 ટકા, એક વર્ષમાં 250 ટકા અને ત્રણ વર્ષમાં 600 ટકા વધ્યો હતો.
મોર્ગન સ્ટેનલીએ શેર પર 58.50 રૂપિયાનો નવો ટાર્ગેટ આપ્યો
વર્ષ 2008ની શરૂઆતમાં સુઝલોન એનર્જીનો શેર બજારમાં ધૂમ મચાવી રહ્યો હતો અને જાન્યુઆરીમાં રૂ. 373.52 પર હતો, પરંતુ તે પછી કંપનીના શેર ગગડી ગયા અને લોકોને આશા છે કે ફરી એ ઉંચાઈએ પહોંચશે. વર્ષ 2013માં આ શેર ઘટીને રૂ.10. પણ આવી ગયા હતા. 30 ઓગસ્ટ 2013ના રોજ તે ફરી ઘટીને 5.46 રૂપિયા થઈ ગયો હતો. આ પછી કંપનીના શેરની સ્થિતિ આગામી કેટલાક વર્ષો સુધી ખરાબ રહી, વર્ષ 2020માં શેર ઘટીને 2.30 રૂપિયા થઈ ગયો હતો. મોર્ગન સ્ટેનલીએ શેર પર 58.50 રૂપિયાનો નવો ટાર્ગેટ આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ 20.7 ગીગાવોટના પ્લાન્ટમાંથી લગભગ 12 ગીગાવોટ વીજળી પેદા કરવા માટે ટર્બાઇન બનાવ્યું છે.
રોકાણકારોને ક્યારેય નિરાશ કર્યા નથી
સુઝલોન એનર્જીનો શેર 6 જાન્યુઆરી, 2023ના રોજ રૂ. 10.20 પર હતો, ઓગસ્ટ 2023 સુધીમાં કંપનીના શેર રૂ. 20ને પાર કરી ગયા અને નવેમ્બર સુધીમાં તે રૂ. 42.30ના આંકડાને સ્પર્શી ગયા હતા. એકંદરે, સુઝલોન એનર્જી માટે 2023નું કેલેન્ડર વર્ષ જબરદસ્ત રહ્યું હતું. આ પછી, કંપનીના શેરોએ રોકાણકારોને ક્યારેય નિરાશ કર્યા નથી અને તે રેડઝોનમાં ગયો જ નથી. નવો પ્લાન્ટ દર વર્ષે 2.5 ગીગાવોટ ટર્બાઇન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ એક શાનદાર પ્રદર્શન છે. તેથી કંપની વધુ વિસ્તરણ પર ફોકસ વધારી શકે છે.
સુઝલોન એનર્જીના શેરમાં 19.61 ટકાનો વધારો
સુઝલોન એનર્જીના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકેટ ગતિએ આગળ વધ્યો છે. શેર બજારમાં ઉપરની તરફ ઝડપથી વધી રહ્યા છે. આ એક વર્ષના ગાળામાં કંપનીના શેરમાં 291.57 ટકાનો વધારો થયો છે અને તે 54.27 રૂપિયા પર પહોંચી ગયો છે. જો એક મહિનાની વાત કરીએ તો સુઝલોન એનર્જીના શેરમાં 19.61 ટકાનો વધારો થયો છે. સુઝલોન એનર્જીની 52-સપ્તાહની ઊંચી (52-wk HIGH) રૂ. 55.70 છે, જ્યારે તેની 52-સપ્તાહની નીચી (52-wk LOW) કિંમત રૂ. 13.25 છે અને તેનું માર્કેટ કેપ રૂ. 749.22 અબજ છે.
1 લાખ રૂપિયાના બનાવી દીધા 24 લાખ રૂપિયા
સુઝલોન એનર્જીના શેર 3 એપ્રિલ 2020ના 2.02 રૂપિયા પર હતા. કંપનીના શેર 6 જૂન 2024ના આશરે 3 ટકાની તેજીની સાથે 49.67 રૂપિયા પર બંધ થયા છે. સુઝલોન એનર્જીના સ્ટોકે 4 વર્ષ અને 2 મહિનામાં ઈન્વેસ્ટરોને 2359 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. જો કોઈ ઈન્વેસ્ટરે 3 એપ્રિલ 2020ના સુઝલોન એનર્જીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને બનાવી રાખ્યું હોત તો 1 લાખ રૂપિયાની વેલ્યૂ વધીને આજે 24.58 લાખ હોત. સુઝલોન એનર્જીના શેર 6 જૂને 50.45 રૂપિયાના લેવલ પર પહોંચ્યા હતા.
એક વર્ષમાં 245 ટકાની તેજી
સુઝલોન એનર્જીના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 245 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 7 જૂન 2023ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 14.40 રૂપિયા પર હતા. સુઝલોન એનર્જીના શેર 6 જૂન 2024ના 49.67 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરમાં 495 ટકાથી વધુની તેજી જોવા મળી છે. વિન્ડ એનર્જી બિઝનેસ સાથે જોડાયેલી કંપનીના શેર 3 જૂન 2022ના 8.34 રૂપિયા પર હતા. જ્યારે હવે 55 રૂપિયા પર પહોંચી ગયા છે. સુઝલોન એનર્જિનું માર્કેટ 67570 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. કંપનીનું માર્કેટ કેપ વર્ષ 2010માં 8000 કરોડ રૂપિયા રહી ગયું હતું.
(Disclaimer : અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. Zee24 kalak આ માટે જવાબદાર નથી. સ્ટોક માર્કેટમાં કોઈપણ રોકાણ કરતા પહેલાં નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે