ભઈ કહેવું પડે હો! આ ભારતીયને મળ્યું Elon Musk જેવું મોટું સેલેરી પેકેજ, પણ કરવું પડશે એક કમાલનું કામ!

QuantumScape Corp. એ પોતાના શેયર હોલ્ડર્સની મીટિંગમાં જગદીપ સિંહ માટે ઘણા અરબ ડોલરની સેલેરી પેકેજને મંજૂરી આપી છે. તેમણે કંપનીના શેર સેલેરીના ભાગ તરીકે એલોર્ટ કરવામાં આવશે.

ભઈ કહેવું પડે હો! આ ભારતીયને મળ્યું Elon Musk જેવું મોટું સેલેરી પેકેજ, પણ કરવું પડશે એક કમાલનું કામ!

નવી દિલ્હી: હંમેશાંથી ભારતીયોમાં વિદેશોમાં દબદબો રહ્યો છે. હવે વધુ એક ભારતીય જેન્ટલમેને આખા દેશનું નામ ગૌરવથી ઉંચું કરી નાંખ્યું છે. અમેરિકાની એક સ્ટાર્ટઅપ કંપની ક્વોન્ટમસ્કેપ (QuantumScape Corp.) એ પોતાના ભારતીય મૂળના ચીફ એક્ઝક્યૂટિવ ઓફિસર જગદીપ સિંહને અરબો ડોલરની સેલેરી પેકેજ ઓફર કરી છે. આ કંપની સોલિડ સ્ટેટ બેટરી બનાવવાનું કામ કરે છે.

આટલો છે જગદીપનો સેલેરી પેકેજ
QuantumScape Corp. એ પોતાના શેયર હોલ્ડર્સની મીટિંગમાં જગદીપ સિંહ માટે ઘણા અરબ ડોલરની સેલેરી પેકેજને મંજૂરી આપી છે. તેમણે કંપનીના શેર સેલેરીના ભાગ તરીકે એલોર્ટ કરવામાં આવશે. પ્રોક્સી એડવાઈઝરી ફર્મ ગ્લાસ લુઈસના અનુમાન પ્રમાણે જગદીપ સિંહને એલોર્ટ થનાર કંપનીના શેરની કિંમત લગભગ 2.3 અરબ ડોલર (લગભગ 174.86 અરબ રૂપિયા) હોઈ શકે છે.

સ્ટાર્ટઅપ કંપનીઓ આપી રહી છે મોટી સેલેરી પેકેજ
વર્તમાન સમયમાં કંપનીના મોટા અધિકારીઓને મોટી સેલેરી પેકેજ આપવાની નવી પરંપરા જોવા મળી રહી છે. ખાસ કરીને Tesla Inc.ની સફળતા બાદ સ્ટાર્ટઅપ કંપનીઓ ઝડપથી વધી રહી છે અને પોતાના વરિષ્ઠ અધિકારીઓને કરોડો ડોલરની સેલેરી પેકેજ આપી રહી છે. ટેસ્લીની સફળતાએ કંપનીના સીઈઓ એલન મસ્ક (Elon Musk)ને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

જગદીપને કરવાના રહેશે મુશ્કેલ લક્ષ્યાંક પુરા
જગદીપને મોટી સેલેરી પેકેજ આપવાની વાતને લઈને કંપનીની અંદર પણ વિરોધ થયો, પરંતુ બ્લૂમબર્ગના અહેલાન પ્રમાણે QuantumScape Corp. એ પોતાના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું છે કે, અમે મુશ્કેલ લક્ષ્યાંકો નક્કી કરી અને તેને પુરી કરવાની કોશિશો પર ફોક્સ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. કંપનીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જગદીપને પોતાની સેલેરી પેકેજને જસ્ટિફાય કરવા માટે ઘણા કમાલના કામ કરવા પડશે.

QuantumScape Corp. માં ફોક્સવેગન એજી અને બિલ ગેટ્સના વેન્ચર ફંડનું પણ રોકાણ છે. આવનાર સમયમાં ઈલેક્ટ્રિક વ્હીકલ  (Electric Vehicle)ને ઝડપથી પ્રાધાન્ય મળી શકે, QuantumScape Corp. તેના માટે આગામી પેઢીની બેટરીઓ પર કામ કરી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news