Today Petrol-Diesel Price: શું આજે ફરીથી સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ? ટાંકી ફૂલ કરાવતા પહેલા ચેક કરો નવા ભાવ
Petrol Diesel Price update: નોંધનીય છે કે, 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. ત્યારબાદ દેશભરમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે.
Trending Photos
Petrol-Diesel Price Today 26th May: મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાને એક પછી એક ઝાટકા આપવામાં આવી રહ્યા છે. આજે દેશમાં એવી સ્થિતિ ઉદ્દભવી છે કે સામાન્ય માણસ સવારે વહેલા ઉઠીને સીધો પેટ્રોલ ડીઝલના ભાવ અને બીજી કોઈ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે કે નહીં તે ચેક કરે છે. ત્યારે ગત 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી હતી. ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કેન્દ્ર સરકારે તેલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પછી કેટલાક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પરથી વેટ પણ ઘટાડ્યો હતો.
નોંધનીય છે કે, 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. ત્યારબાદ દેશભરમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ કેટલાક રાજ્યોએ પોતાની જનતાને પણ રાહત આપી હતી. મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલ પરથી વેટ ઘટાડ્યો છે.
પેટ્રોલ-ડીઝલમાં આજના નવા ભાવ શું છે?
- ગુરુગ્રામમાં રૂ. 97.18 અને ડીઝલ રૂ. 90.05 પ્રતિ લિટર
- બેંગલુરુમાં પેટ્રોલ રૂ. 101.94 અને ડીઝલ રૂ. 87.89 પ્રતિ લીટર
- ભુવનેશ્વરમાં પેટ્રોલ રૂ. 103.19 અને ડીઝલ રૂ. 94.76 પ્રતિ લીટર
- ચંદીગઢમાં પેટ્રોલ રૂ. 96.20 અને ડીઝલ રૂ. 84.26 પ્રતિ લીટર
- હૈદરાબાદમાં પેટ્રોલ રૂ. 109.66 અને ડીઝલ રૂ. 97.82 પ્રતિ લીટર-
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
- નોઈડામાં પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.96 પ્રતિ લીટર
- લખનૌમાં પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.76 પ્રતિ લીટર
- જયપુરમાં પેટ્રોલ રૂ. 108.48 અને ડીઝલ રૂ. 93.72 પ્રતિ લીટર
- તિરુવનંતપુરમમાં પેટ્રોલ રૂ. 107.71 અને ડીઝલ રૂ. 96.52 પ્રતિ લીટર
- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ રૂ. 84.10 અને ડીઝલ રૂ. 79.74 પ્રતિ લીટર
- પટનામાં પેટ્રોલ રૂ. 107.24 અને ડીઝલ રૂ. 94.04 પ્રતિ લીટર
તમને જણાવી દઈએ કે, સરકારી તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે. પછી જ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. તમે SMS દ્વારા તમારા મોબાઈલથી પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP લખીને 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકે RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલવાનો રહેશે. આ સિવાય HPCL ગ્રાહકો 9222201122 નંબર પર HPPrice મોકલીને નવીનતમ દર જાણી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે