આડા સંબંધમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી, ડોઢ મહિના સુધી કોઇને ખબર જ નહોતી પણ...

પ્રેમ સંબંધ આડખીલી બનતી પત્નીને મોતને ઘાટ ઉતારનાર નરાધમ પતીની ધરપકડ કરતી પોલીસ સમગ્ર ધટના જૂનાગઢ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે પ્રેમ લગ્ન કરનાર પતીએ પત્નીની બે માસ પેહલા હત્યા કરી લાશને જમીન દાટી દીધી હતી. સમગ્ર મામલો આવ્યો સામે આવતા હત્યારા પતીનીની પોલીસે ધરપકડ કરી હતી. 
આડા સંબંધમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી, ડોઢ મહિના સુધી કોઇને ખબર જ નહોતી પણ...

ગીરસોમનાથ : પ્રેમ સંબંધ આડખીલી બનતી પત્નીને મોતને ઘાટ ઉતારનાર નરાધમ પતીની ધરપકડ કરતી પોલીસ સમગ્ર ધટના જૂનાગઢ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે પ્રેમ લગ્ન કરનાર પતીએ પત્નીની બે માસ પેહલા હત્યા કરી લાશને જમીન દાટી દીધી હતી. સમગ્ર મામલો આવ્યો સામે આવતા હત્યારા પતીનીની પોલીસે ધરપકડ કરી હતી. 

વિસાવદરના પ્રેમપરા ગામે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમપરા ગામે રેહતો જીવરાજ માથસુરીયા દેવી પૂજકે ગીરગઢડાના અંબાળા ગામની યુવતી લક્ષ્મી સાથે 10 વર્ષ પેહલા લગ્ન કર્યા હતા. જેમા જીવરાજ અને લક્ષ્મીના 10 વર્ષના લગ્ન જીવનમા ત્રણ સંતાનોમા બે દીકરી અને એક દીકરા સાથે રેહતા હતા. ત્યારે પતિ જીવરાજને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ થતા પત્ની આડખીલી બનતી હોવાથી પત્ની લક્ષ્મીને બે માસ પેહલા મોતને ઘાટ ઉતારી પત્નીની લાશને વાડી વિસ્તારની અવાવરૂ જગ્યા દાટી દેવામા આવી હતી. સમગ્ર ધટનાનો પર્દાફાશ ક્યારે થયો જયારે લક્ષ્મીના પીતા પ્રેમપરા ગામે પોતાની દીકરી મળવા આવ્યા ત્યારે જમાઈ જીવરાજ તરફથી કોઇ વ્યવસ્થીત જવાબ નહી મળતા લક્ષ્મીના પિતાએ વિસાવદર પોલીસ સ્ટેશનમા તેની દીકરી ગુમ થયાની અરજી કરી હતી. ત્યારે પોલીસ પણ દોઢ માસ થી લક્ષ્મી ની શોધખોળ કરતા હતા અને પતી જીવરાજ ભાગી છૂટ્યો હતો જયારે પોલીસને જીવરાજની ચોક્કસ બાતમી મળતાં તેને ઝડપી લેવામા સફળતા મળી હતી. 

વિસાવદરના પ્રેમપરામાંથી લક્ષ્મી ગુમ થયાની પિતાની અરજી બાદ આરોપી ઝડપાઈ જતા સમગ્ર ઘટના મામલે પતી જીવરાજની ઉલટ તપાસ કરતા ભાંગી ગયો હતો. પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મારી પત્ની લક્ષ્મીને દોઢ માસ પેહલા તેની હત્યા કેરીને લાશને ગામ નજીક વાડી વિસ્તારમાં જમીનમાં દાટી દીધી છે. પોલીસે જીવરાજને લઈને ઘટના સ્થળે પોહચી લાશ બહાર કાઢી તો માનવ કંકાલ મળી આવ્યા હતા. પોલીસે FSLની મદદ થી માનવ કંકાલની તપાસ શરૂ કરી છે ત્યારે લક્ષ્મીના પિતાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું કે લક્ષ્મીનો પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોઈ જેના કારણે મારી દીકરીની હત્યા કરી છે.

હાલ પોલીસે જીવરાજની સઘન પૂછપરછ કરી કેવી રીતે હત્યા કરી અને કારણ શુ હતુ અન્ય કોઈની સંડોવણી છેકે નહી તે દીશા મા તપાસ હાથ ધરી છે. હત્યારો પતિ જીવરાજના આ બીજા લગ્ન હતા. 10 વર્ષ પહેલા પણ એક લગ્ન કર્યા હતા. પહેલી પત્નીનું મૃત્યું થયા બાદ લક્ષ્મી સાથે પ્રેમ લગ્ન કર્યાનું પણ સામે આવ્યું ત્યારે હજૂ એક પ્રેમ સંબંધ બાંધી ત્રીજા લગ્નની ફિરાકમાં હતો. જીવરાજ પણ પત્ની લાશ મળતા સમગ્ર હત્યાનો મામલો સામે આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news