ઐતિહાસિક ટેક્સ સુધારો GST ને પુરા થયા બે વર્ષ, આજથી થશે બીજા ફેરફાર
દેશની ઐતિહાસિક ટેક્સ સુધારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ-GST)ને લાગૂ થયાને બે વર્ષ થઇ ચૂક્યા છે. તેને 1 જુલાઇએ 2017ના રોજ લાગૂ કરવામાં આવ્યો હતો. બે વર્ષમાં જીએસટીનો રસ્તો ખૂબ ઉતાર-ચઢાવવાળો રહ્યો, તો તેનાથી દેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર પણ થયા. હવે આજે એટલે કે જુલાઇ 1, 2019થી તેમાં કેટલાક ફેરફાર થવા જઇ રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની ઐતિહાસિક ટેક્સ સુધારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ-GST)ને લાગૂ થયાને બે વર્ષ થઇ ચૂક્યા છે. તેને 1 જુલાઇએ 2017ના રોજ લાગૂ કરવામાં આવ્યો હતો. બે વર્ષમાં જીએસટીનો રસ્તો ખૂબ ઉતાર-ચઢાવવાળો રહ્યો, તો તેનાથી દેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર પણ થયા. હવે આજે એટલે કે જુલાઇ 1, 2019થી તેમાં કેટલાક ફેરફાર થવા જઇ રહ્યા છે.
જીએસટીમાં 1 જુલાઇ 2019થી જે નવા ફેરફાર થવ જઇ રહ્યા છે, તેમાં નવા રિટર્ન સિસ્ટમ, રોકડ ખાતાવહી સિસ્ટમને તર્કસંગત બનાવવા, નવા રિટર્ન ફોર્મ સિસ્ટમ સામેલ છે. કેશ એકાઉન્ટને તર્કસંગત બનાવતાં 20 વસ્તુઓમાંથી પાંચ મુખ્ય એકાઉન્ટમાં સામેલ કરવામાં આવશે. ટેક્સ, વ્યાજ, પેનલ્ટી ચાર્જ અને અન્ય વસ્તુઓ માટે ફક્ત એક જ નાણાકીયખાતું હશે.
નવી રિટર્ન સિસ્ટમ
નવી રિટર્ન સિસ્ટમને 1 જુલાઇથી ટ્રાયલ તરીકે લાગૂ કરવામાં આવશે, જે સફળ થયા બાદ તેને 1 ઓક્ટોબરથી લાગૂ કરવામાં આવશે. તેનાથી હાલના જીએસટીઆર-3બી (સમરી રિટર્ન)ની જીએસટીઆર-1 (સપ્લાઇ રિટર્ન) સિસ્ટમ લાવવામાં આવશે. જ્યારે જીએસટી લાગૂ થયો હતો જે કોઇ વેપારીને એક મહિનામાં 36 રિટર્ન દાખલ કરવા પડતા હતા. પરંતુ રિટર્ન સિસ્ટમમાં મહિના ફક્ત એક રિટર્ન દાખલ કરવું પડશે.
રિફંડનું સિંગલ મેકેનિઝ્મ
જીએસટીના સિંગલ રિફંડ મિકેનિઝ્મ હેઠળ સીજીએસટી, એસજીએસટી, આઇજીએસટી તથા સેસ માટે રિફંડને મંજૂરી મળશે. આ ઉપરાંત 50 લાખ રૂપિયા સુધી વાર્ષિક ટર્નઓવર માટે નાના સર્વિસ પ્રોવાઇડર્સ માટે કમ્પોઝિશન સ્કીમ આવશે અને તેને 6 ટકાના દરથી ટેક્સ ચૂકવવો પડશે. બિઝનેસ ટુ બિઝનેસ લેણદેણ માટે તબક્કાવાર ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ સિસ્ટમ હશે. બધા રાજ્યોની રાજધાનીમાં જીએસટી અપીલેટ ટ્રાઇબ્યૂનલની સ્થાપના કરવામાં આવશે.
બે વર્ષમાં મળશે સફળતા
- જીએસટીમાં તમામ વસ્તુઓ-સેવાઓ પર ટેક્સ રેટમાં ઘટાડા છતાં ટેક્સ કલેક્શન વધતુ ગયું. ઓગસ્ટ 2017 ના 93,590 કરોડ રૂપિયાના મહેસૂલની તુલાને મે 2019માં મહેસૂલ વધીને 1,00,29 કરોડ રૂપિયા રહ્યો.
- રાજ્યોની સીમાઓમાં ગેરકાયદેસર રીતે ટ્રકોની અવરજવરના લીધે ટ્રાંસપોર્ટમાં તેજી આવી છે અને તેના લીધે લોજિસ્ટિક એટલે માલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં લગભગ 15 ટકાનો ઘટાડો આવ્યો છે.
- આ ઉપરાંત વિભિન્ન વસ્તુઓમાં સિંગલ ટેક્સ રેટ હોવાથી ટેક્સ આપવો સરળ થયો છે.
હજુ પણ છે આ પડકાર
જીએસટી ખૂબ સફળ રહ્યો છે, પરંતુ તેમાં હજુપણ પડકાર છે. કેટલાક મુહત્વપૂર્ણ પડકાર આ પ્રકારે છે
- રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા અત્યાર સુધી જટિલ હતી, જે હવે થોડાંક અંશે સરળ થવાની આશા છે.
- સર્વિસ પ્રોવાઇડર્સને ઘણી જગ્યાએ રજિસ્ટ્રેશન કરવું પડે છે.
- વિવાદોનો સામનો કરવો મુશ્કેલ છે કે અધિકાર ક્ષેત્ર કેંદ્વ અને રાજ્યોમાં વહેચાયેલો છે.
- નિકાસકારોને રિફંડ લેવા માટે ખૂબ ઝઝૂમવું પડે છે.
- વિજળી, ઓઇલ, ગેસ, દારૂ હજુ પણ જીએસટીથી બહાર છે, તેને જીએસટીમાંથી કયા પ્રકારે લાવવામાં આવે તે એક પડકાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે