લોકસભા ચૂંટણી પહેલા આધારધારકો માટે મોટા સમાચાર, મોદી સરકાર આપશે નવી સુવિધા

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે.

લોકસભા ચૂંટણી પહેલા આધારધારકો માટે મોટા સમાચાર, મોદી સરકાર આપશે નવી સુવિધા

નવી દિલ્હી: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. 2019થી નવી સેવા શરૂ થવા જઈ રહી છે. જેમાં આધારકાર્ડ ધારક સરળતાથી પોતાના સરનામાંમાં ફેરફાર કરી શકશે. જે લોકો પાસે જે જગ્યાએ રહેતા હોય તેના સરનામા ન હોય તો પણ તેઓ સરળતાથી તેમાં ફેરફાર કરી શકશે. ધારકોને માત્ર એક પત્ર અને પીનકોડના માધ્યમથી પોતાના એડ્રેસમાં ફેરફાર કરી શકશે. 

એપ્રિલ 2019થી શરૂ થશે આ સુવિધા
UIDAIએ એક નોટિફિકેશન દ્વારા જાણકારી આપી કે આ નવી સેવાને પહેલી એપ્રિલથી શરૂ કરવાનો પ્રસ્તાવ છે. UIDAIએ કહ્યું કે જે રહીશો પાસે તેમના હાલના નિવાસ સ્થાન અંગે કોઈ માન્ય પ્રમાણપત્ર નથી તેઓ એડ્રસની ખરાઈ માટે પીનકોડવાળા આધારપત્રના માધ્યમથી ભલામણ કરી શકે છે. એકવાર વ્યક્તિને આ પત્ર પ્રાપ્ત થઈ ગયો તો તે કોઈ પણ માથાકૂટ વગર એસએસયુપી ઓનલાઈન પોર્ટલ પર પોતાના આધારમાં એડ્રસમાં ફેરફાર કરી શકે છે. 

જાન્યુઆરી 2019થી થશે સેવાનું પરીક્ષણ
જે લોકો ભાડાના ઘરમાં રહે છે કે પછી શહેર છોડીને બીજા શહેરમાં કે સ્થાનો ઉપર કે શ્રમિક તરીકે કામ કરે છે તેમને પણ લાભ થશે. યુઆઈડીએઆઈએ કહ્યું છે કે આ નવી સેનાનું પ્રાયોગિક પરીક્ષણ પહેલી જાન્યુઆરી 2019થી શરૂ થશે અને પહેલી એપ્રિલ 2019થી તેના અમલીકરણનો પ્રસ્તાવ છે. 

શું છે મામલો? 
માઈગ્રેન્ટ લેબર કે ભાડાના મકાનમાં રહેતા લોકોને પોતાના એડ્રસ અપડેશનની સમસ્યા રહે છે. તેમને આધારને સુવિધા મળી શકતી નહતી. નવી પ્રણાલી મુજબ કે જે 1 એપ્રિલ 2019થી શરૂ થવાનો પ્રસ્તાવ છે, તેમાં આધારકાર્ડ ધારક UIDAIની સાઈટ પરથી સિક્રેટ પિનવાળા આધારલેટરનો વિકલ્પ પસંદ કરી શકે છે. 

આધારમાં PAN અપડેટ કરાવવાની સમયમર્યાદા હવે 31 માર્ચ 2019
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ PAN-આધારને લિંક કરવાની સમય મર્યાદાને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધારી દીધી છે. પાંચમીવાર આવું બન્યું છે કે સરકારે આધાર-PAN લિંક કરવાની સમયમર્યાદા વધારી છે. આવકવેરા વિભાગની નીતિ નિર્ધારણ શાખાએ આવકવેરા કાયદાની કલમ 119 હેઠળ મોડી રાતે આ આદેશ જારી કર્યો હતો.

આ રીતે કરી શકો છો પાન અને આધારને લિંક

    સૌથી પહેલા તમે આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઈને ક્લિક કરો.
    વેબસાઈટ પર જઈને ક્લિક કર્યા બાદ તમને સાઈટમાં એક લાલ રંગનું ક્લિક દેખાશે, જેના પર 'લિંક આધાર' લખ્યું હશે.
    જો તમારું એકાઉન્ટ ન બન્યું હોય તો તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લોગ ઈન કર્યા બાદ તમારી સામે પેજ ખુલશે.
    લોગ ઈન કરતા સમયે જ તમે ઉપર દેખાઈ રહેલા પ્રોફાઈલ સેટિંગને ખોલો અને આધાર કાર્ડ લિંક કરવાના ઓપ્શન પર જાઓ.
    ઓપ્શન ખુલ્યા બાદ તમને અપાયેલા સેક્શનમાં આધાર નંબર અને કેપ્ચા કોર્ડ ભરવાના રહશે, જેને ભર્યા બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે.

એક SMSથી પણ થઈ શકે છે  લિંક

જો તમારે વેબસાઈટ પર જઈને આધાર પાન લિંક કરવામાં કોઈ મુશ્કેલી થઈ રહી હોય તો પરેશાન થવાની જરૂર નથી. તમે મોબાઈલના એક એસએમએસથી આ કામ કરી શકો છો. ઈન્કમ ટેક્સ વિભાગના જણાવ્યાં મુજબ 567678 અથવા 56161 પર એસએમએસ મોકલીને આધારને પાન સાથે લિંક કરાવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news