સરકારી ઓઇલ કંપનીઓને મોટી રાહત, LPG વેચનારાઓને મોદી સરકારે આપ્યા 22,000 કરોડ રૂપિયા

Cabinet Approves One Time Compensation To OMC In LPG : જૂન 2020થી જૂન 2022 ના સમયગાળા દરમિયાન, એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં લગભગ 300%નો વધારો થયો છે. 

સરકારી ઓઇલ કંપનીઓને મોટી રાહત, LPG વેચનારાઓને મોદી સરકારે આપ્યા 22,000 કરોડ રૂપિયા

Cabinet Approves One Time Compensation To OMC In LPG : કેન્દ્રની મોદી કેબિનેટે સરકારી ઓઇલ કંપનીઓ (OMCs) ને મોટી રાહત આપી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ત્રણ જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (PSU OMCs)ને રૂ. 22,000 કરોડની એક વખતની ગ્રાન્ટ આપવા માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ગ્રાન્ટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) વચ્ચે વહેંચવામાં આવશે.

આ મંજૂરી PSU OMCsને આત્મનિર્ભર ભારત અભિયાન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ચાલુ રાખવામાં મદદ કરશે, ઘરેલું એલપીજી સપ્લાયની બાધ્યતા સુનિશ્ચિત કરશે અને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની પ્રાપ્તિને પણ સમર્થન આપશે. IOCL, BPCL, HPCL જેવી જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગ્રાહકોને સ્થાનિક LPG સિલિન્ડરો નિયમનિત ભાવે પૂરા પાડવામાં આવે છે.

LPG ના 300 ટકા વધ્યા ભાવ
જૂન 2020થી જૂન 2022 ના સમયગાળા દરમિયાન, એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં લગભગ 300%નો વધારો થયો છે. જો કે, આંતરરાષ્ટ્રીય એલપીજીના ભાવમાં થતી વધઘટથી ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે, ખર્ચમાં વધારો સંપૂર્ણપણે સ્થાનિક એલપીજીના ગ્રાહકોને આપવામાં આવ્યો ન હતો. તદનુસાર, આ સમયગાળા દરમિયાન સ્થાનિક એલપીજીના ભાવમાં માત્ર 72% વધારો થયો છે. આનાથી આ OMCs માટે નોંધપાત્ર નુકસાન થયું છે. આ નુકસાન છતાં, ત્રણ PSU OMC એ દેશમાં આ આવશ્યક રસોઈ બળતણનો સતત પુરવઠો સુનિશ્ચિત કર્યો છે.

મોદી સરકારમાં મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બેઠક વિશે જણાવતાં કહ્યું કે આજે ઘરેલૂ LPG માટે 22 હજાર કરોડ રૂપિયા સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત કેબિનેટના કો-ઓપરેટિવ સોસાયટીઝને સશક્ત બનાવવા માટે બિલમાં ફેરફારને મંજૂરી આપી છે. ઘરેલૂ LPG માટે 22 હજાર કરોડ રૂપિયા સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી IOC, HPCL, BPCL ને અંડર રિકવરીના બદલામાં રકમ મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news