વાઘોડિયા પેટાચૂંટણીમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, હવે ત્રિપાંખિયો જંગ થશે

Madhu Srivastava : વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારના મધુ શ્રીવાસ્તવ અધિકારીઓ પર બગડ્યા..ટેકેદાર લઈને ન આવતા મામલતદારે ટકોર કરતા મધુ શ્રીવાસ્તવે પિત્તો ગુમાવ્યો.......મધુ શ્રીવાસ્તવે કહ્યું કે હું 30 વર્ષથી ગામડાઓમાં ફરુ છું મને બધી ખબર છે

વાઘોડિયા પેટાચૂંટણીમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, હવે ત્રિપાંખિયો જંગ થશે

Loksabha Election : વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગની શરૂઆત થઈ ગઈ છે. માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પહેલા તેમણે વડોદરાની ધીરજ ચોકડીથી મધુ શ્રીવાસ્તવે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યારબાદ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વડોદરા બેઠકથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ વર્તમાન ભાજપ ધારાસભ્ય લોકોની જમીન પચાવી પાડતા હોવાનો આરોપ લગાવ્યો હતો. મોટી સંખ્યામાં સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે. 

જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ગુજરાતમાં હવે વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે તેવામાં વડોદરાની વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીમાં હવે ત્રિપાંખિયા જંગની શરૂઆત થઈ છે. ભાજપ કોંગ્રેસ બાદ છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય પદ ઉપર રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ આજે ભર્યું છે. ધીરજ ચોકડીથી રેલી સ્વરૂપે નીકળી સેવા સદન ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં પોતાનો ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 8 મી વખત વાઘોડીયા વિધાનસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. 

આ પ્રસંગે મધુ શ્રીવાસ્તવ એ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપર કટાક્ષ કર્યા હતા. તેઓનું કહેવું હતું કે, સવા વર્ષમાં વાઘોડિયાની જનતાની કેટલીક જમીનો લખાઈ લેવામાં આવી છે. પોતાના લાભ માટે અહીં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે મને વાઘોડિયાની જનતાએ છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય બનાવ્યો હતો. પરંતુ રોજે રોજ દાળ-ભાત ન ભાવે એટલા માટે વાઘોડિયાની જનતાએ બીજો ટેસ્ટ કર્યો હતો. પરંતુ હવે લોકો જાણી ગયા છે. વાઘોડિયાની જનતાને ગીરવે મૂકી ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા છે. 

આ સાથે મધુ શ્રીવાસ્તવના વિધાનસભા ડમી ઉમેદવાર તરીકે પોતાની પુત્રી નીલમ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે. કારણ કે જો આગામી સમયની અંદર સમય સંજોગોને માન આપીને મધુ શ્રીવાસ્તવ પોતાની દીકરીને મેદાનમાં ઉતારે તો નવાઈની વાત નહીં. આમ હવે વાઘોડિયામાં આવતીકાલથી મધુ શ્રીવાસ્તવ ચૂંટણી પ્રચાર કરશે. 

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવે વડોદરાથી અપક્ષ કાઉન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિધાનસભાની ટિકિટ ના આપતા પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. 

મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર પિત્તો ગુમાવ્યો
તો આ સાથે જ વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારના મધુ શ્રીવાસ્તવ અધિકારીઓ પર બગડ્યા હતા. ટેકેદાર લઈને ન આવતા મામલતદારે ટકોર કરતા મધુ શ્રીવાસ્તવે પિત્તો ગુમાવ્યો હતો. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે હું 30 વર્ષથી ગામડાઓમાં ફરુ છું મને બધી ખબર છે. હું અપીલમાં જવાનો છું, કોણ ક્યાંના ટેકેદાર લાવે છે મને ખબર છે.
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news