દાવોસ: પીએમ મોદીએ ટોચની કંપનીઓ માટે ભારતમાં વ્યાપારિક તકોના ખોલ્યા દ્વાર
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દાવોસમાં આયોજિત થઇ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ટોપ બિઝનેસ કંપનીઓના સીઈઓની રાઉંડ ટેબલ મીટિંગની મેજબાની કરી.
- રાઉંડ ટેબલ મીટિંગમાં ગ્લોબલ કંપનીઓની સાથે 40 સીઈઓ અને ભારતના 20 સીઈઓએ ભાગ લીધો.
- પીએમ મોદીએ દાવોસમાં દુનિયાની ટોપ બિઝનેસ કંપનીઓને ભારતના ગ્રોથની કહાણી રજૂ કરી
- મોદીની સાથે વિજય ગોખલે, જય શંકર અને રમેશ અભિષેક સહિત વરિષ્ઠ સરકારી અધિકારી હતા
Trending Photos
દાવોસ: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દાવોસમાં આયોજિત થઇ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ટોપ બિઝનેસ કંપનીઓના સીઈઓની રાઉંડ ટેબલ મીટિંગની મેજબાની કરી. તેમણે સીઈઓને જણાવ્યું કે ભારતનો મતલબ બિઝનેસ થાય છે અને ભારતમાં ગ્લોબલ બિઝનેસ માટે ખૂબ આકર્ષક અવસર ઉપલબ્ધ છે. તેમણે ગ્લોબલ સીઈઓને ભારતના ગ્રોથની કહાણી રજૂ કરી. તેમની સાથે વિજય ગોખલે, જય શંકર અને રમેશ અભિષેક સહિત વરિષ્ઠ સરકારી અધિકારી હતા. રાઉંડ ટેબલ મીટિંગમાં ગ્લોબલ કંપનીઓની સાથે 40 સીઈઓ અને ભારતના 20 સીઈઓએ ભાગ લીધો.
મીટિંગ બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું કે પીએમ મોદીએ દાવોસમાં દુનિયાની ટોપ બિઝનેસ કંપનીઓને ભારતના ગ્રોથની કહાણી રજૂ કરી અને ભારતમાં ઉપલબ્ધ આકર્ષક અવસર વિશે જણાવ્યું. પીએમ મોદી સોમવારે સાંજે દાવોસ પહોંચ્યા. ત્યાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઇન્ટરનેશનલ બિઝનેસ કમ્યૂનિટીના સભ્યો સાથે પણ વાતચીત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 20 વર્ષમાં દાવોસમાં ભાગ લેનાર પ્રથમ વડાપ્રધાન છે.
Narrating India's growth story and presenting exciting opportunities for global business in India at #Davos, PM @narendramodi hosted a roundtable meeting with CEOs of top global companies. #IndiaMeansBusiness pic.twitter.com/R16QooOPUK
— Raveesh Kumar (@MEAIndia) January 22, 2018
નરેંદ્ર મોદીએ ભારતથી રવાના થતાં પહેલાં ગઇકાલે કહ્યું હતું કે અન્ય દેશોની સાથે સંબંધો તાજેતરના વર્ષોમાં વધ્યા છે. બહારી દુનિયાની સાથે દેશના સંબંધ હકિકતમાં બહુપરીમાણીય થયા છે, જેમાં રાજકીય, આર્થિક, લોકો સાથે લોકોની વચ્ચે સુરક્ષા તથા અન્ય પરિમાણ સામેલ થયા છે.' તેમણે કહ્યું હતું કે, 'દાવોસમાં, હું આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે ભરતના ભવિષ્યના સંબંધ માટે પોતાના વિઝનને શેર કરવાની આશા વ્યક્ત કરું છું.
WEFની 48મી વાર્ષિક બેઠકમાં વેપાર, રાજકીય, કલા, અકાદમિક અને સિવિલ સોસાયટી સાથે વિશ્વના 3,000થી વધુ નેતા ભાગ લેશે. તેમાં ભારતમાંથી 130થી વધુ લોકો ભાગ લેશે. વર્ષ 1997માં એચ ડી દેવગૌડાની યાત્રા બાદ લગભગ 20 વર્ષોમાં દાવોસ બેઠકમાં ભાગ લેનાર નરેંદ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે