WEF સમિટ: દાવોસ પહોંચ્યા પીએમ મોદી, વિશ્વ સમુદાય સાથે ભારતના સંબંધ રાખશે નજર

પીએમ નરેંદ્ર મોદી લગભગ 21 વર્ષ બાદ દાવોસ જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. આ પહેલાં 1997માં એચ ડી દેવેગૌડા ગયા હતા.

WEF સમિટ: દાવોસ પહોંચ્યા પીએમ મોદી, વિશ્વ સમુદાય સાથે ભારતના સંબંધ રાખશે નજર

દાવોસ: વડાપ્રધાન નરેંદ્ર મોદી વિશ્વ આર્થિક મંચ (WEF)ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે સોમવારે (22 જાન્યુઆરી)ના રોજ અહીં પહોંચી ગયા છે. તે 23 જાન્યુઆરીની બેઠકમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે ભવિષ્યની ગતિવિધિઓ પર પોતાનું 'વિઝન' રજૂ કરશે. તે મંગળવારે (23 જાન્યુઆરી)ના રોજ સંમેલનમાં પૂર્ણ સત્રને સંબોધિત કરશે. સ્વીડનના વડાપ્રધાન સ્ટીફન લોફવેનની સાથે દ્રિપક્ષીય બેઠક કરવાનો પણ મોદીનો કાર્યક્રમ છે. પીએમ નરેંદ્ર મોદી લગભગ 21 વર્ષ બાદ દાવોસ જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેમના પહેલાં 1997માં એચ ડી દેવગૌડા દાવોસ ગયા હતા. 

પીએમ મોદીના ભાષણથી શરૂ થશે બેઠક
આ વર્ષે વિશ્વ આર્થિક મંચની બેઠકનો વિષય છે  'વિભાજિત દુનિયામાં સંગઠિત ભવિષ્યનું નિર્માણ'. તેનો અર્થ એ છે કે ચર્ચા એ વાત પર થશે કે દુનિયા ભલે દેશોમાં વહેંચાયેલી હોય પરંતુ દેશ, કેવી રીતે એકસાથે પોતાના ભવિષ્યને સારું બનાવી શકે છે? ભારત માટે ગર્વની વાત એ છે કે દાવોસ બેઠકની શરૂઆત વડાપ્રધાન નરેંદ્ર મોદીના ભાષણથી થશે. અને 26 જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રંપના ભાષણ સાથે આ બેઠક સમાપ્ત થશે. 

70 દેશોના રાષ્ટ્ર અધ્યક્ષ લેશે ભાગ
દાવોસમાં આ વખતે 70 દેશોના રાષ્ટ્ર અધ્યક્ષ ભાગ લઇ રહ્યાં છે. ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદી ઉપરાંત આ બેઠકમાં ફ્રાંસના વડાપ્રધાન ઇમ્માનુએલ મૈક્રોન, જર્મનીની ચાંસલર એંજેલા માર્કલ, અને બ્રિટનની વડાપ્રધાન થેરેસા મે પણ ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ આ બેઠકમાં ભાગ લેશે. આ પહેલાં વર્ષ 2000માં અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને દાવોસની બેઠકમાં ભાગ લીધો હતો. એટલે 17 વર્ષ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ આ ફોરમમાં સામેલ થશે. 

દુનિયાની ટોચની કંપનીઓના કુલ 2,000 સીઈઓ પણ લેશે ભાગ
વડાપ્રધાન નરેંદ્ર મોદીની સાથે એક મોટું પ્રતિનિધિમંડળ આ કાર્યક્રમમાં ભાગ લેશે. તેમાં કેટલાક કેંદ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સાથે 100 બિઝનેસ લીડર પણ સામેલ છે. દાવોસમાં સૌથી મોટા, 780 સભ્યોનું પ્રતિનિધિમંડળ અમેરિકાનું છે. વિશ્વ આર્થિક મંચની બેઠકમાં બ્રિટનના 266 પ્રતિનિધિ, સ્વિટ્ઝરલેન્ડના 233 પ્રતિનિધિ, ભારતના 129 પ્રતિનિધિ, અને ચીનના 118 પ્રતિનિધિ ભાગ લેશે. દુનિયાની ટોચની કંપનીઓના કુલ 2,000 સીઈપ વર્લ્ડ આર્થિક મંચની બેઠકોમાં ભાગ લેશે. 

દાવોસમાં આગામી અઠવાડિયે વિશ્વ આર્થિક મંચ (WEF)ના દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદીની પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી સાથે દ્રિપક્ષીય બેઠકનો કોઇ વિચાર નથી. વિદેશ મંત્રાલયે શુક્રવારે (19 જાન્યુઆરી)એ આ જાણકારી આપી હતી. WEFની વાર્ષિક બેઠક 22 જાન્યુઆરીના રોજ થઇ રહી છે. વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધ સચિવ વિજય ગોખલેએ નવી દિલ્હીમાં સંવાદદાતાઓને કહ્યું કે જ્યાં સુધી મને ખબર છે, પાકિસ્તાનના વડાપ્રધાનની બેઠકમાં કોઇ યોજના નથી. 

તેમને પૂછવામાં આવ્યું હતું કે શું મોદીની પાકિસ્તાનના વડાપ્રધાન સાથે બેઠકની કોઇ યોજના છે. પાકિસ્તાનના વડાપ્રધાન પણ તે દિવસે WEFમાં હશે. ત્યારબાદ પૂછવામાં આવ્યું હતું કે શું મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે બેઠકની યોજના છે, ગોખલેએ કહ્યું કે બંને નેતાઓના પ્રવાસનો સમય ત્યાં એક સાથે નથી. 

(એજન્સીના ઇનપુટ સાથે) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news