240 કરોડનો ફ્લેટ, જાણો કોણે ખરીદ્યો દેશનો સૌથી મોંઘો એપાર્ટમેન્ટ?

welspun owner: મુંબઈના વરલી વિસ્તારમાં બનેલા આ ગગનચુંબી એપાર્ટમેન્ટના ટાવર બીમાં 63મા, 64મા અને 65મા માળે આવેલ પેન્ટહાઉસ દેશનું સૌથી મોંઘુ ઘર કહેવાય છે. આ પેન્ટ હાઉસ વેલસ્પન ગ્રુપના ચેરમેન બીકે ગોએન્કાએ ખરીદ્યું છે.

240 કરોડનો ફ્લેટ, જાણો કોણે ખરીદ્યો દેશનો સૌથી મોંઘો એપાર્ટમેન્ટ?

B K Goenka: મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. અહીં પૈસાની કોઈ કમી નથી. અહીં ઘર ખરીદવું એ સૌથી સરળ બાબત નથી. જો તમને સારો પગાર મળે છે, તો જ તમે અહીં તમારા માટે ફ્લેટ અથવા ઘર વિશે વિચારી શકો છો. આજે અમે તમને મુંબઈના આવા જ એક એપાર્ટમેન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મુંબઈનું જ નહીં પરંતુ દેશનું સૌથી મોંઘું ઘર બની ગયું છે. તેની કિંમત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મુંબઈના વરલીમાં દેશનું સૌથી મોંઘું પેન્ટહાઉસ વેચવામાં આવ્યું છે. તેની કિંમત 240 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આ ઘર રતન ટાટાના ઘર કરતા પણ મોંઘું છે. મેજિક બ્રિક્સ અનુસાર રતન ટાટાના ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે.

કોણે લક્ઝરી પેન્ટહાઉસ ખરીદ્યું..
મુંબઈના વરલી વિસ્તારમાં બનેલા આ ગગનચુંબી એપાર્ટમેન્ટના ટાવર બીમાં 63મા, 64મા અને 65મા માળે આવેલ પેન્ટહાઉસ દેશનું સૌથી મોંઘુ ઘર કહેવાય છે. આ પેન્ટ હાઉસ વેલસ્પન ગ્રુપના ચેરમેન બીકે ગોએન્કાએ ખરીદ્યું છે. તમને જણાવી દઈએ કે આ પેન્ટહાઉસ દેશનું સૌથી મોંઘું છે. વર્ષ 2015માં 10000 ચોરસ ફૂટનો આ એપાર્ટમેન્ટ જિંદાલ પરિવારે 160 કરોડમાં ખરીદ્યો હતો. વર્ષ 2022માં એક્ટર રણબીર કપૂરે બાંદ્રાના સંગમ બિલ્ડિંગમાં 119 કરોડનો એક એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. 

આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો:
 આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા

ડિસેમ્બર 2022 માં, દેવવર્ટ ડેવલપર્સે 5 લક્ઝરી એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા, જેની કિંમત 113 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બીકે ગોએન્કાએએ હવે 240 કરોડ રૂપિયામાં લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બીકે ગોએન્કાનો જન્મ 15 ઓગસ્ટ 1966ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમની ગણના દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમનો બિઝનેસ ટેક્સટાઈલ, સ્ટીલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, વેરહાઉસિંગ અને ઓઈલ એન્ડ ગેસના સેક્ટરમાં ફેલાયેલો છે. તેમની કંપની વેલસ્પન ગ્રુપ દેશની જાણીતી કંપની છે. તેમણે વર્ષ 1985માં પોતાની કંપનીનો પાયો નાખ્યો હતો. ફોર્બ્સ અનુસાર, બીકે ગોએન્કાની કુલ સંપત્તિ $1.3 બિલિયન છે. તેમનો વ્યવસાય વિશ્વના 50 થી વધુ દેશોમાં ફેલાયેલો છે.

રિયલ એસ્ટેટ રેટિંગ અને રિસર્ચ ફર્મ લિયાસ ફોરાસના એમડી પંકજ કપૂરે જણાવ્યું હતું કે ડેટા અનુસાર, આ એપાર્ટમેન્ટ દેશનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ છે. અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટમાં એપ્રિલ 2023થી વધુ સોદા થવાની અપેક્ષા છે, કારણ કે કલમ 54 હેઠળ રોકાણ માટે મૂડી લાભની મર્યાદા વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

B વિંગ્સ જેમાં BK ગોએકાએ 240 કરોડનું પેન્ટહાઉસ ખરીદ્યું છે, તેની બાજુની વિંગમાં અન્ય લક્ઝરી પેન્ટહાઉસની ડીલ થાય છે. બિઝનેસમેન વિકાસ ઓબેરોયે આ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આરએસ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આવા વધુ પેન્ટહાઉસ બનાવવાની યોજના ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news