Aadhaar Card ની મદદથી તમે મેળવી શકો છો PAN Card, જાણી લો સરળ છે Step

આપણાં ઘરમાં રહેતા દાદા-દાદીને તમે ક્યારેક ને ક્યારેક એવુ કહેતા સાંભળ્યા હશે કે અમારા જમાનામાં ઓળખપત્ર મેળવવુ હોય કે પછી કોઈ સરકારી કામકાજ કરાવવું હોય તો ખૂબ ધક્કા ખાવા પડતા હતા. પરંતુ આજનો જમાનો ટેક્નોલોજીનો છે. તેમાં પણ ખાસ કરીને ઓનલાઈનનો. હવે બેંકનું કોઈ કામ હોય, ઓળખ પત્ર મેળવવુ હોય કે પછી પાનકાર્ડ કઢાવવુ હોય તમામ કામ ઓનલાઈન થઈ ગયા છે. 

Aadhaar Card ની મદદથી તમે મેળવી શકો છો PAN Card, જાણી લો સરળ છે Step

ઝી બ્યૂરો,અમદાવાદઃ આપણને મોટાભાગના નાણાંકીય કામોમાં PAN CARDની જરૂર પડે છે. કેટલીકવાર એવુ પણ બને છે કે  PAN CARD ન હોવાના કારણે લોકોના નાણાંકીય કામમા મોડુ થઈ જાય છે અથવા તો અટકી પડે છે. જો તમને પણ તાત્કાલીક PAN CARDની જરૂર પડી ગઈ હોય અને તમે PAN CARD કઢાવ્યુ જ ન હોય તો ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. તમે ગણતરીની મિનિટોમાં ઓનલાઈન પોતાનું E-PAN CARD કઢાવી શકો છો.

આ માટે તમારે લાંબુ લચક ફોર્મ ભરવાની પણ જરૂર નથી. તમે આધાર નંબરના માધ્યમથી PAN CARD કઢાવી શકો છો. આધાર આધારિત e-kycના માધ્યમથી તુરંત PAN CARD જારી થઈ જશે. આ માટે તમારે સૌથી પહેલા આયકર વિભાગની e-filing વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. હવે હોમ પેજ પર ક્વિક લિંક્સ સેક્શનમાં જઈને ઈન્સ્ટન્ટ PAN થ્રુ આધાર પર ક્લિક કરો. ત્યારબાદ ગેટ ન્યુ PAN પર ક્લિક કરો. આ બટન તમને ઈન્સ્ટન્ટ PAN રિક્વેસ્ટ વેબ પેજ પર લઈ જશે. અહીં તમે આધાર નંબર નાંખો અને કેપ્ચર કોડ નાંખીને કન્ફર્મ કરો. હવે જનરેટ આધાર OTP પર ક્લીક કરો. હવે તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે.

ટેક્સ્ટ બોક્સમાં OTP નાંખીને વેલિડેટ આધાર OTP પર ક્લીક કરો. ત્યારબાદ Continue બટન પર ક્લીક કરો. હવે તમે PAN રિકવેસ્ટ સબમિશન પેજ પર રિ-ડાયરેક્ટ થઈ જશો. અહીં તમારે પોતાના આધાર ડિટેલની ખાતરી કરવાની રહેશે અને નિયમ-શરતોને એક્સેપ્ટ કરવાનું રહેશે. સબમિટ PAN રિક્વેસ્ટ પર ક્લિક કરો. ત્યારબાદ એક Acknowledgement number જનરેટ થશે. તમે આ Acknowledgement numberને નોટ કરી લો.

છેલ્લે તમે ફરીથી આયકર વિભાગની e-filing વેબસાઈટના હોમ પેજ પર ક્વિક લિંક સેક્શનમાં જઈને ઈન્સ્ટન્ટ PAN થ્રુ આધાર પર ક્લિક કરો. ત્યારબાદ તમે અહીંયા ચેક સ્ટેટ્સ અને ડાઉનલોડ PAN બટન પર ક્લીક કરો. અહીં તમે આધાર નંબર અને કેપ્ચર કોડ નાંખીને પોતાના PAN CARDનું સ્ટેટસ ચેક કરી શકશો અને ઈચ્છો ત્યારે ડાઉનલોડ પણ કરી શકશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news