સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને તકલીફ ન પડે તે માટે ભાજપે રચી છે આવી વ્યૂહરચના

ચૂંટણીમાં સહેજ ભૂલના કારણે ઉમેદવારી પત્રો રદ થઇ જતાં હોય છે. આવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે ભાજપે કરી છે વિશેષ પ્રકારની વ્યવસ્થા. 

Updated By: Feb 4, 2021, 10:23 AM IST
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને તકલીફ ન પડે તે માટે ભાજપે રચી છે આવી વ્યૂહરચના

ઝી બ્યૂરો, અમદાવાદ: આગામી તા.21મી ફ્રેબુઆરીના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી જંગમાં જીત હાંસલ કરવા ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષો એડીચોંટીનું જોર લગાવી રહ્યાં છે. આ ચૂંટણીના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપમાં હાલ ચાલી રહી છે. ચૂંટણીમાં સહેજ ભૂલના કારણે ઉમેદવારી પત્રો રદ થઇ જતાં હોય છે. આવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે ભાજપના લીગલ સેલ તરફથી દરેક ચુંટણીની માફક આ વખતની ચૂંટણીમાં પણ ઉમેદવારોને પુરતું માર્ગદર્શન આપવાની સાથે ફોર્મ ભરાવવા તથા ચકાસણી કરવા માટે વકીલોની ટીમ તૈયાર કરી લીધી છે. જેમાં 500 વકીલો તેમ જ નોટરીની ટીમ બનાવવામાં આવી છે.

દરેક વોર્ડમાં બે વકીલો અને એક નોટરીને મૂકવામાં આવ્યા છે. આમ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં જ ભાજપ લીગલ સેલના કન્વીનર તથા ચૂંટણી સેલના કન્વીનર તરફથી નગરપાલિકાથી માંડીને તાલુકા, જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. તેના માટેની મીટિગો પૂર્ણ કરી દીધી છે.

કુદરતને પડકાર ફેંકીને કચ્છના ખેડૂતે અશક્યને શક્ય બનાવ્યું

સૂત્રોની માનીએ તો, પક્ષ તરફથી સોંપાયેલી કામગીરીને ધ્યાનમાં લઇને સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે ભાજપનું લીગલ સેલ છેલ્લાં એક મહિનાથી એક્શનમાં આવ્યો છે. તેના માટેની ઝોન વાઇઝની બેઠકો યોજાઇ ગઇ છે. ત્યાં સુધી કે નગરપાલિકા સુધીની બેઠકો પુરી થઇ ગઇ છે. આ ચૂંટણી લડતા ઉમેદવારોને ફોર્મ ભરાવવાથી લઇને ઉમેદવારીપત્રની ચકાસણી કરવા માટે વકીલોની ટીમ તૈયાર કરી છે.

Gujarat Local Body Polls: ગુજરાતમાં જામશે બહુપાંખિયો જંગ, કોંગ્રેસને નુકસાન અને ભાજપને થશે ફાયદો

મહાનગરપાલિકા કક્ષાએ દરેક વોર્ડમાં બે વકીલ અને એક નોટરી રહેશે. તે જ રીતે જિલ્લાની ચૂંટણીમાં પણ આ જ પદ્ધતિથી કામ કરાશે. જયારે તાલુકા કક્ષાની ચૂંટણીમાં પ્રત્યેક તાલુકામાં પાંચ વકીલ અને 2 નોટરી મળીને કુલ સાત જણાં રહેશે. જયારે નગરપાલિકામાં દરેક વોર્ડમાં બે વકીલ તથા એક નોટરી રહેશે. કોઇ ચુક રહી ના જાય તે હેતુથી ઉમેદવારી પત્રો ભરાઇ ગયા બાદ તેનું ક્રોસ ચેકીંગ સુધ્ધાં થશે. ગત ચૂંટણીમાં પણ આ જ પધ્ધતિથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. અને એક પણ ફોર્મ રદ થયાં ન હતા કે કોઇ કાનૂની ગૂંચ ઊભી થઇ ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube