Chauri Chaura centenary celebrations: આપણા ખેડૂત જો વધુ સશક્ત થશે તો કૃષિ ક્ષેત્રની પ્રગતિ વધારે ઝડપી થશે-PM મોદી

(Chauri chaura centenary celebrations: PM નરેન્દ્ર મોદીએ આઝાદીની લડત દરમિયાન ઘટેલી ચૌરી ચૌરાની ઐતિહાસિક ઘટનાના શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ખેડૂતો વિશે પણ મહત્વની વાત કરી. તેમણે દેશવાસીઓને એક સંકલ્પ લેવાનો કહ્યો. 

Chauri Chaura centenary celebrations: આપણા ખેડૂત જો વધુ સશક્ત થશે તો કૃષિ ક્ષેત્રની પ્રગતિ વધારે ઝડપી થશે-PM મોદી

નવી દિલ્હી: ચૌરી ચૌરા શતાબ્દી સમારોહ (Chauri chaura centenary celebrations) ના અવસરે સીએમ યોગી ગૃહ ક્ષેત્ર ગોરખપુરમાં શહીદ સ્મારક પર માળા અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આઝાદીની લડત દરમિયાન ઘટેલી ચૌરી ચૌરાની ઐતિહાસિક ઘટનાના શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહોત્સવમાં ભાગ લીધો. આ અવસરે તેમણે એક ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ચૌરી ચૌરાની પવિત્ર ભૂમિ પર દેશ માટે બલિદાન થનારા, દેશના સ્વતંત્રતા સંગ્રામને એક નવી દિશા આપનારા વીર શહીદોના ચરણોમાં હું પ્રણામ કરું છું. આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. 100 વર્ષ પહેલા ચૌરી ચૌરામાં જે થયું તે ફફ્ત એક આગજનીની ઘટના, એક પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાની ઘટના ન હતી, ચૌરી ચૌરાનો સંદેશ ખુબ મોટો હતો, ખુબ વ્યાપક હતો. અનેક કારણોસર પહેલા જ્યારે પણ ચૌરી ચૌરાની વાત થઈ તેને માત્ર એક મામૂલી આગજનીની ઘટનાના સંદર્ભમાં જ જોવામાં આવી, પરંતુ આગજની કઈ સ્થિતિમાં થઈ, શું કારણ હતું તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. 

सामूहिकता की यही शक्ति आत्मनिर्भर भारत अभियान का मूलभूत आधार है।

— BJP (@BJP4India) February 4, 2021

પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે આગ પોલીસ સ્ટેશનમાં નહતી લાગી, આગ જન-જનના હ્રદયમાં પ્રજ્વલિત  થઈ ચૂકી હતી. ચૌરી ચૌરાના ઐતિહાસિક સંગ્રામને આજે દેશના ઈતિહાસમાં જે સ્થાન આપવામાં આવી રહ્યું છે, તેના સંલગ્ન જે પ્રયાસ થઈ રહ્યા છે તે પ્રશંસનીય છે. આજથી શરૂ થયેલો આ કાર્યક્રમ આખુ વર્ષ આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન ચૌરી ચૌરાની સાથે જ દરેક ગામ, દરેક ક્ષેત્રના વીર બલિદાનીઓને પણ યાદ કરવામાં આવશે. 

सामूहिकता की यही शक्ति आत्मनिर्भर भारत अभियान का मूलभूत आधार है।

— BJP (@BJP4India) February 4, 2021

ચૌરી ચૌરા ( Chauri Chaura)  શતાબ્દીના આ કાર્યક્રમોને લોકલ કળા, સંસ્કૃતિ અને આત્મનિર્ભરતા સાથે જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ પ્રયત્ન પણ આપણા સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે આપણી શ્રદ્ધાંજલિ હશે. તેમણે કહ્યું કે સામૂહિકતાની જે શક્તિએ ગુલામીની બેડીઓ તોડી હતી તે શક્તિ ભારતને દુનિયાની મોટી તાકાત પણ બનાવશે. સામૂહિકતાની આ શક્તિ આત્મનિર્ભર ભારત અભિયાનનો મૂળભૂત આધાર છે. 

चौरी-चौरा के ऐतिहासिक संग्राम को आज देश के इतिहास में जो स्थान दिया जा रहा है, उससे जो जुड़ा हुआ प्रयास हो रहा है वो प्रशंसनीय है।

- पीएम @narendramodi

— BJP (@BJP4India) February 4, 2021

(PM Narendra Modi)એ કહ્યું કે કોરોના કાળમાં ભારતે દુનિયાના 150થી વધુ દેશોના નાગરિકોની મદદ માટે દવાઓ મોકલી. ભારતે દુનિયાના અલગ અલગ દેશોથી પોતાના 50 લાખથી વધુ નાગરિકોને સ્વદેશ પરત લાવવાનું કામ કર્યું. જ્યારે  ભારતે અનેક દેશોના હજારો નાગરિકોને સુરક્ષિત તેમના દેશ મોકલ્યા. આજે ભારત પોતે કોરોનાની રસી બનાવી રહ્યું છે. દુનિયાના મોટા મોટા દેશો કરતા પણ ઝડપથી રસીકરણ કરી રહ્યું છે. ભારત માનવ જીવનની રક્ષા માટે દુનિયાભરમાં રસી પહોંચાડી રહ્યું છે. ત્યારે આપણા સ્વતંત્રતા સેનાનીઓના આત્માને ગર્વ મહેસૂસ થતું હશે. 

हमारा किसान अगर और सशक्त होगा, तो कृषि क्षेत्र की प्रगति और तेज होगी।

— BJP (@BJP4India) February 4, 2021

અનેક દિગ્ગજો એમ કહેતા હતા કે દેશે મોટા સંકટનો સામનો કર્યો છે. આથી સરકારે ટેક્સ વધારવો જ પડશે. પરંતુ આ બજેટમાં દેશવાસીઓ પર બોજો વધારવામાં આવ્યો નથી. પરંતુ દેશને ઝડપથી આગળ વધારવા માટે સરકારે વધુમાં વધુ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. મહામારીના પડકાર વચ્ચે પણ આપણું કૃષિ ક્ષેત્ર મજબૂતીથી આગળ વધ્યું અને ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કરી બતાવ્યું. આપણા ખેડૂતો જો સશક્ત થશે તો કૃષિ ક્ષેત્રની પ્રગતિ વધુ ઝડપી થશે. 

ખેડૂતો માટે વધુ બોલતા તેમણે કહ્યું કે ખેડૂતોને સશક્ત બનાવવા માટે અનેક પગલાં લેવાયા છે. મંડીઓ ખેડૂતોના ફાયદાના બજાર બને, તે માટે 1000 વધુ મંડીઓને ઈ-નામ સાથે જોડવામાં આવશે. હવે દેશનો પ્રયત્ન છે કે દરેક ગામ, કસ્બામાં પણ ઈલાજની એવી વ્યવસ્થા હોય કે દરેક નાની મોટી બીમારી માટે શહેર તરફ ન ભાગવું પડે. એટલું જ નહીં શહેરોમાં પણ સારવાર કરાવવામાં તકલીફ ન થાય, તે માટે મોટા નિર્ણય લેવાયા છે. 

देश की एकता हमारे लिए सबसे पहले है।

देश का सम्मान हमारे लिए सबसे बड़ा है।

इसी भावना के साथ हमें हर एक देशवसी को साथ लेकर आगे बढ़ना है।

- पीएम @narendramodi

— BJP (@BJP4India) February 4, 2021

પ્રધાનમંત્રી (PM Narendra Modi) એ કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને વધારીને 40,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. જેનો સીધો લાભ દેશના ખેડૂતોને થશે. આ તમામ નિર્ણય આપણા ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે, કૃષિને લાભનો વેપાર બનાવશે. આપણે સંકલ્પ લેવાનો છે- દેશની એક્તા આપણા માટે સૌથી પહેલા છે. દેશનું સન્માન આપણા માટે સૌથી મોટું છે. આ જ ભાવના સાથે આપણે દરેક દેશવાસીને સાથે લઈને આગળ વધવાનું છે. 

શું છે આ ચૌરી ચૌરા કાંડ?
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની પાસે એક કસ્બો છે ચૌરી ચૌરા. અહીં 100 વર્ષ પહેલા (4 ફેબ્રુઆરી 1922)ના રોજ ભારતીયોએ બ્રિટિશ સરકારની એક પોલીસ ચોકીને આગને હવાલે કરી હતી. જેમાં 22 પોલીસકર્મીઓના જીવ ગયા હતા. ભારતના સ્વતંત્રતા આંદોલન પર તેની મોટી અસર પડી હતી અને ત્યારથી જ તે ચૌરી ચૌરા કાંડ તરીકે ઓળખાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news