ભારતીય અર્થવ્યવસ્થા માટે આંચકો, 2020-21માં વૃદ્ધિ દર ઘટીને 2.8% રહેશે: વર્લ્ડબેંક

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19નો આંચકો એવા સમયે લાગ્યો છે જ્યારે નાણાકીય ક્ષેત્ર પર દબાણના લીધે ભારતીય અર્થવ્યવસ્થામાં પહેલાં કરતાં સુસ્તી છે. આ મહામારી પર અંકુશ માટે સરકારે દેશવ્યાપી બંધી લાગૂ કરી છે.

ભારતીય અર્થવ્યવસ્થા માટે આંચકો, 2020-21માં વૃદ્ધિ દર ઘટીને 2.8% રહેશે: વર્લ્ડબેંક

વોશિંગ્ટન: વર્લ્ડ બેંકે કહ્યું કે કોરોના વાયરસ (coronavirus) મહામારીએ ભારતીય અર્થવ્યવસ્થાને જોરદાર આંચકો આપ્યો છે. તેનાથી દેશના આર્થિક વૃદ્ધિ દરમાં ભારે ઘટાડો આવશે. વર્લ્ડ બેંકે રવિવારે 'દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થા પર તાજા અનુમાન: કોવિડ 19ની અસર' રિપોર્ટમાં કહ્યું કે 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર ઘટીને પાંચ ટકા રહી જશે. આ ઉપરાંત 2020-21 તુલનાત્મક આધાર પર અર્થવ્યવસ્થાના વૃદ્ધિ દરમાં ભારે ઘટાડો આવશે અને આ ઘટીને 2.8 ટકા રહી જશે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19નો આંચકો એવા સમયે લાગ્યો છે જ્યારે નાણાકીય ક્ષેત્ર પર દબાણના લીધે ભારતીય અર્થવ્યવસ્થામાં પહેલાં કરતાં સુસ્તી છે. આ મહામારી પર અંકુશ માટે સરકારે દેશવ્યાપી બંધી લાગૂ કરી છે. તેનાથી લોકોની અવરજવર અટકી ગઇ છે અને વસ્તુઓની આપૂર્તિ પ્રભાવિત થઇ છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કોવિડ 19ના લીઘે ઘરેલૂ આપૂર્તિ અને માંગ પ્રભાવિત થતાં 2020-21માં આર્થિક વૃદ્ધિ દર ઘટીને 2.8 ટકા રહી જશે. વૈશ્વિક સ્તર પર જોખમ વધવાના લીધે ઘરેલૂ રોકાણમાં સુધારાને મોડું થશે. 

રિપોર્ટ કહે છે કે આગામી નાણાકીય વર્ષ 2021-22માં કોવિડ 19ની અસર સમાપ્ત થયા બાદ અર્થવ્યવસ્થા પાંચ ટકાનો વધારો નોંધાવી શકશે. જોકે તેના માટે અર્થવ્યવસ્થાને નાણાકીય અને મૌદ્વિક નીતિના સમર્થનની જરૂર પડશે. 

વર્લ્ડ બેંકના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્ષેત્રના આઠ દેશોની અર્થવ્યવસ્થામાં જોરદાર ઘટાડો આવશે. ક્ષેત્રમાં આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઇ ગઇ છે, વેપારમાં નુકસાન થઇ રહ્યું છે અને નાણાકીય અને બેંકીંગ ક્ષેત્રમાં દબાણ છે. રિપોર્ટમાં ચેતાવણી આપવામાં આવી છે કે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રને કોવિડ-19ના લીધે મોટો આંચકો લાગશે. ક્ષેત્રને ગરીબી નાબૂદીમાં જે પણ લાભ થયો છે તે સમાપ્ત થઇ જશે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટીને 1.8 ટકાથી 2.8 ટકા વચ્ચે રહેશે. છ મહિના પહેલાં વર્લ્ડ બેંકે ક્ષેત્રની વૃદ્ધિ દર 6.3 ટકા રહેવાનું અનુમાન હતું. વર્લ્ડ બેંકનું કહેવું છે કે 2020-21માં પણ ક્ષેત્રની વૃદ્ધિ દર તેની અસર રહેશે. આ દરમિયાન આ 3.1 થી 4 ટકા વચ્ચે રહેશે. પહેલાં વર્લ્ડ બેંકએ તેના 6.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news