Jawa પછી હવે ભારતીય બજારમાં ધૂમ મચાવા આવશે ક્લાસિક બાઈક Yezdi, જાણો વિશેષતાઓ...

ભારતીય બજારમાં થોડા દિવસ પહેલા જ જૂની Jawa બાઈકના ત્રણ મોડલ નવા રંગરૂપ અને ફીચર્સ સાથે રજૂ કરાયા છે, હવે એક સમયે સ્ટેટસ સિમ્બોલ ગણાતી Yezdi બાઈક પણ ભારતીય બજારમાં લોન્ચ થવાની છે, 80 અને 90ના દાયકામાં લોકોની સૌથી મનપસંદ બાઈક ગણાતી BSA અને Yezdi ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં આવી શકે છે 

Jawa પછી હવે ભારતીય બજારમાં ધૂમ મચાવા આવશે ક્લાસિક બાઈક Yezdi, જાણો વિશેષતાઓ...

નવી દિલ્હીઃ ભારતીય બજારમાં થોડા દિવસ પહેલા જ જૂની Jawa બાઈકના ત્રણ મોડલ નવા રંગરૂપ અને ફીચર્સ સાથે રજૂ કરાયા છે, હવે એક સમયે સ્ટેટસ સિમ્બોલ ગણાતી Yezdi બાઈક પણ ભારતીય બજારમાં લોન્ચ થવાની છે, 80 અને 90ના દાયકામાં લોકોની સૌથી મનપસંદ બાઈક ગણાતી BSA અને Yezdi ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં આવી શકે છે.

ભારતીય બજારમાં Jawaને લોન્ચ કરનારી કંપની ક્લાસિક લિજેન્ડ્સ જ BSA અને Yezdiને લાવવાની યોજના બનાવી રહી છે. આ બાઈક્સ 2019ના અંતમાં કે પછી 2020ના પ્રારંભમાં લોન્ચ થઈ શકે છે. એવું કહેવાય છે કે, આ નવી યઝદી બાઈક્સ જાવા પ્લેટફોર્મ બેઝ્ડ હશે અને તેની રેન્જ પણ અલગ હશે. 

શરૂઆતમાં બાઈકને એક્સપોર્ટ કરાશે 
BSA બ્રાન્ડને દેશમાં Yezdi પહલાં લોન્ચ કરાઈ શકે છે. ઓટો વોબસાઈટ રશલેનમાં પ્રકાશિત સમાચાર મુજબ આ બાઈક 500cc કે 700ccના પાવરફૂલ એન્જિન સાથે આવશે. આ બાઈકને શરૂઆતમાં એક્સપોર્ટ કરાશે. Yezdiમાં નવું અને અગાઉ કરતાં ઓછા ડિસપ્લેસમેન્ટવાળું એન્જિન હશે. નવી Yezdiનું વજન અગાઉ કરતાં ઓછું રખાશે, જેથી તે સારી એવરેજ આપી શકે. 

જૂની Yezdiની આ હતી વિશેષતાઓ
જૂની Yezdi મોટરસાઈકલ 250cc, 2-સ્ટ્રોક એરકૂલ્ડ એન્જિન આવતું હતું. જે 13bhpના પાવર અને 20.5Nm ટોર્ક જનરેટ કરતું હતું. એવું કહેવાય છે કે, નવી Yezdiમાં તાજેતરમાં જ લોન્ચ કરાયેલી Jawa બાઈક્સમાં જે 293ccનું એન્જિન છે તે અપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહિન્દ્રા ટૂ-વ્હીલર્સ દ્વારા BSA બાઈક્સના મેન્યુફેક્ચરિંગ અને સેલ્સ રાઈટ ખરીદવામાં આવેલા છે. 

यज्दी मोटरसाइकिल, yezdi, jawa brand, bsa, classic legends, jawa motorcycle

આ સાથે જ કંપનીએ ક્લાસિક લીજેન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભારત અને સાઉથ-ઈસ્ટ એશિયન માર્કેટમાં બાઈક લોન્ચ કરવા માટે Jawa મોટરસાઈકલ્સ સાથે કરાર પણ કર્યો છે. નવા રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, BSA અને Jawa બાઈક્સનું પ્રોડક્શન મધ્યપ્રદેશમાં મહેન્દ્રાના પીતમપુર પ્લાન્ટમાં થશે. અહીં Jawa, Jawa42 અને Jawa Perekનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news