Shocking: સલમાનના ઘરમાં ઘૂસી છોકરીએ મચાવ્યો હોબાળો, કહ્યું- 'તે મારો પતિ છે'

ભારતીય સિનેમાના અભિનેતાઓની પાછળ બેપનાહ દીવાનગીના ઘણા કિસ્સા સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સો બોલીવુડના 'દબંગ' ખાન એટલે કે સલમાન ખાનની ફેનનો સામે આવ્યો છે. જે સલમાનના દિવાનાપનમાં સલમાનના ઘરમાં ઘૂસી ગઇ. એટલું જ નહી છોકરીએ સલમાન ખાનને પોતાનો પતિ કહેવા લાગી. 

Shocking: સલમાનના ઘરમાં ઘૂસી છોકરીએ મચાવ્યો હોબાળો, કહ્યું- 'તે મારો પતિ છે'

નવી દિલ્હી: ભારતીય સિનેમાના અભિનેતાઓની પાછળ બેપનાહ દીવાનગીના ઘણા કિસ્સા સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સો બોલીવુડના 'દબંગ' ખાન એટલે કે સલમાન ખાનની ફેનનો સામે આવ્યો છે. જે સલમાનના દિવાનાપનમાં સલમાનના ઘરમાં ઘૂસી ગઇ. એટલું જ નહી છોકરીએ સલમાન ખાનને પોતાનો પતિ કહેવા લાગી. સલમાનની ફેનફોલોઇંગમાં છોકરીઓની સંખ્યા ઓછી નથી અને એવી જ એક ફેને આ હરકત કરી છે. ભલે સલમાનનો બર્થ ડે હોય કે કોઇ ઇવેંટ, તેના ઘરની બહાર મોટાભાગે છોકરીઓની ભીડ રહે છે. પરંતુ થોડા દિવસો પહેલાં ધોળે દહાડે એક એવી ઘટના સર્જાઇ કે બધા આશ્વર્યમાં પડી ગયા. 

સ્પોટબોયના સૂત્રોના હવાલેથી સમાચાર આવ્યા છે કે થોડા દિવસ પહેલાં બપોરે 12:30 વાગે એક છોકરી લોખંડની કટાર લઇને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટના ગેટની અંદર ઘૂસી ગઇ. અહીં સિક્યોરિટી કરી રહેલા બે ગાર્ડમાંથી એક થોડીવાર માટે બ્રેક પર ગયો હતો અને બીજા ગાર્ડે આ છોકરીને અંદર આવવા દીધી. આ પહેલાં આ ગાર્ડ કંઇક કરી શકે, છોકરી ત્યાંથી ભાગીને સીધી ગેલેક્સી એપાર્ટમેન્ટના ટેરેસ તરફ દોડી ગઇ. તેણે સલમાનના દરવાજાને ખખડાવ્યો. સલમાને કુકે દરવાજો ખોલ્યો પરંતુ ત્યાં સુધી છોકરી બૂમો પાડતી ત્યાંથી ભાગી, 'સલમાન ખાન મારો પતિ છે.' 

એટલું જ નહી, સમાચાર અનુસાર થોડીવારમાં આ છોકરીએ આત્મહત્યા કરવાની છોકરી આપવા લાગી. સ્પોટબોયના સમાચાર અનુસાર ફાયરબ્રિગેડને બોલાવવામાં આવ્યો જેમણે તાત્કાલિક એકશન લીધી અને છોકરીને ત્યાંથી લઇ ગયા. તમને જણાવી દઇએ કે સલમાન ખાન હાલમાં ફિલ્મ 'રેસ 3' શૂટિંગમાં વ્યસ્ત છે અને થોડીવારા પહેલાં પોતાની આ ફિલ્મનું નવું ટીઝર પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાનનો અવાજ સંભળાઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news