અભિનેતા દિલીપ કુમારે દુનિયાને અલવિદા કહ્યું તેને એક વર્ષ પૂર્ણ, જાણો તેમના જીવનની અજાણી વાતો

અભિનેતા દિલીપ કુમારે અમારાથી અલગ થયાને આખું વર્ષ થઈ ગયું છે. આજે પણ ચાહકો તેમને યાદ કરીને નારાજ થઈ જાય છે, તો કલ્પના કરો કે સાયરા બાનુનું શું થશે, જે તેમના જીવનની દરેક ક્ષણ તેમની સાથે વિતાવતા હતા. 

અભિનેતા દિલીપ કુમારે દુનિયાને અલવિદા કહ્યું તેને એક વર્ષ પૂર્ણ, જાણો તેમના જીવનની અજાણી વાતો

નવી દિલ્હી: બોલિવુડ ફિલ્મના અભિનેતા દિલીપ કુમારની આજે પ્રથમ પુણ્યતિથિ છે. એક વર્ષ પહેલા દિલીપકુમારે દુનિયાને અલવિદા કહ્યું હતું. જ્યાં સુધી દિલીપ કુમાર જીવતા હતા ત્યાં સુધી તેઓ હિન્દી સિનેમાના દિગ્ગજ ગણાતા હતા અને લોકોના દિલમાં તેમના માટે એવો પ્રેમ હતો કે તેઓ મૃત્યુ પછી પણ અમર રહ્યા. અભિનેતા દિલીપ કુમારે અમારાથી અલગ થયાને આખું વર્ષ થઈ ગયું છે. આજે પણ ચાહકો તેમને યાદ કરીને નારાજ થઈ જાય છે, તો કલ્પના કરો કે સાયરા બાનુનું શું થશે, જે તેમના જીવનની દરેક ક્ષણ તેમની સાથે વિતાવતા હતા. 

આજે પણ બેડ પર દિલીપ સાહબને શોધે સાયરા બાનુ
સાયરા બાનુએ એક પત્ર લખ્યો છે જેમાં તેમણે પોતાના દિલની લાગણી વ્યક્ત કરી છે. આ પત્રમાં સાયરા બાનુંએ જણાવ્યું કે આજે પણ તે દિલીપ સાહેબને તેમના બેડ પર શોધે છે. સયરાબાનું જ્યારે સુવાનો પ્રયત્ન કરે ત્યારે તેમને દિલીપ કુમારની યાદ આવે  છે ત્યારે તેઓ પોતાનો ચહેરો ઓશીકાથી ઢાંકે છે અને તે વિચારીને સૂવાનો પ્રયાસ કરે છે કે જ્યારે તેઓ આંખો ખોલશે ત્યારે તેમની સામે દિલીપ કુમાર હશે. 

જાણો દિલપકુમારનું રિયલ નામ 
દિલીપ કુમાપ તરીકે જાણી આ અભિનેતાનું નામ મહંમદ યુસુફ ખાન હતું. તેમનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ થયો હતો. તેઓ 7 જુલાઈ 2021ના રોજ સ્વગવાસ સિધારી ગયા હતા. દિલીપ કુમાર "ટ્રેજેડી કિંગ" તરીકે પણ જાણીતા હતા. સત્યજીત રાયે તેમને "the ultimate method actor" તરીકે ઓળખાણ આપી હતી. 

દિલીપકુમાર સૌપ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી ન શક્યા. ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા પરંતુ પરિવારના વિરોધના કારણે તેમના લગ્ન ના થઇ શક્યા. 1966માં અભિનેત્રી અને સૌદર્યં સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે તેમને લગ્ન કર્યા, દિલીપ કુમારથી 22 વર્ષ નાના હતા છે સાયરાબાનું. તેઓએ 1980માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટક્યા નહીં.

દિલીપ કુમારની પ્રથમ ફિલ્મ 
દિલીપ કુમારે  તેમણે પોતાની કારકિર્દીની શરુઆત 1944માં 'જ્વાર ભાટા' નામની ફિલ્મથી કરી હતી. તેમની કારકિર્દી 6 દાયકાઓ સુધી ચાલી. દિલીપ કુામારે 6 દાયકામાં 60 ફિલ્મો કરી. 

દિલીપ કુમારે કઈ કઈ ફિલ્મો કરી 
દિલીપ કુમારે 1949માં 'અંદાજ', 1952માં 'આન', 1955માં 'દેવદાસ', 1955માં 'આઝાદ', 1960માં 'મુગલ-એ-આઝમ', 1961માં 'ગંગા જમના'માં અભિનય કર્યો. 

દિલીપ કુમારને મળ્યા એવોર્ડ
દિલીપ કુમારને 1994માં દાદા સાહેબ ફાળકે અને 1998માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા. 1952માં ફિલ્મ 'દાગ' માં કરેલા અભિનયના કારણે સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર મળ્યો. 1955માં ફિલ્મ 'દેવદાસ', 'આઝાદ', 'નયા દોર'માં કરેલા અભિનયના કારણે સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર મળ્યો. 'કોહિનૂર', 'લીડર', 'રામ ઓર શ્યામ', 'અશ્વિની કુમાર' ફિલ્મોમાં અભિનય માટે સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર મળ્યો.

દિલીપ કુમારનું રાજકિય જીવન 
દિલીપ કુમાર રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news