Priyanka Chopra: પ્રિયંકા ચોપડાના પતિ અને પિતા બંને રોલ કરી ચૂક્યા છે આ સુપરસ્ટાર, શું તમને ખબર છે નામ ?

Priyanka Chopra: પ્રિયંકા ચોપડા છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં એક્ટિવ નથી, પરંતુ વર્ષ 2000 માં તેણે બોલીવુડમાં સૌથી વધારે કામ કર્યું છે. તેણે અનેક શાનદાર ફિલ્મો આપી છે. તેણે પોતાના અભિનયથી ચાહકોને ઈમ્પ્રેસ કર્યા છે. આજે પણ તે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. 

Priyanka Chopra: પ્રિયંકા ચોપડાના પતિ અને પિતા બંને રોલ કરી ચૂક્યા છે આ સુપરસ્ટાર, શું તમને ખબર છે નામ ?

Priyanka Chopra: પ્રિયંકા ચોપડા હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. પ્રિયંકા ચોપડાએ વર્ષ 2000 માં બોલીવુડ ફિલ્મોમાં સૌથી વધારે કામ કર્યું છે. હાલ તે હોલીવુડ ફિલ્મોમાં વધારે જોવા મળે છે. બોલીવુડની ફિલ્મોમાં પ્રિયંકા ચોપડાએ અનેક કલાકારો સાથે કામ કર્યું છે. પરંતુ એક એક્ટર એવો છે જેની સાથે પ્રિયંકા ચોપડાની એક જ વર્ષમાં બે ફિલ્મો આવી હતી. જેમાંથી એક ફિલ્મમાં આ અભિનેતા તેના પતિના રોલમાં હતો તો બીજી ફિલ્મમાં આ અભિનેતા તેના પિતાના રોલમાં હતા. જો તમે પ્રિયંકા ચોપડાના ડાયહાર્ટ ફેન હસો તો તમને આ કલાકારનું નામ ચોક્કસથી ખબર હશે. 

Add Zee News as a Preferred Source

વર્ષ 2004માં પ્રિયંકા ચોપડા, અક્ષય કુમાર અને કરીના કપૂર ની ફિલ્મ એતરાજ આવી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાના પતિ નો રોલ અમરીશ પુરી એ નીભાવ્યો હતો. ફિલ્મમાં પ્રિયંકા ચોપડા પોતાનાથી મોટી ઉંમરના અમીર વ્યક્તિ સાથે લગ્ન કરે છે. આ અમીર વ્યક્તિનો રોલ અમરીશ પુરીએ નિભાવ્યો હતો. આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપડાને બેસ્ટ વિલનનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. 

આ વર્ષમાં જ પ્રિયંકા ચોપડાની અક્ષય કુમાર અને સલમાન ખાન સાથેની ફિલ્મ મુજસે શાદી કરોગી આવી હતી. આ ફિલ્મો એક કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મમાં અમરીશ પુરીએ પ્રિયંકા ચોપડાના પિતાનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા અને અમરીશ પુરીને લોકોએ પસંદ કર્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ સાબિત થઈ હતી.

હાલ પ્રિયંકા ચોપડા પોતાના હોલીવુડ પ્રોજેક્ટમાં બીઝી છે. છેલ્લે પ્રિયંકા ચોપડા બોલીવુડની ફિલ્મ ધ સ્કાય ઇસ પિંક માં જોવા મળી હતી. ત્યાર પછી છેલ્લા ઘણા સમયથી ચાહકો તેની બોલીવુડ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news