બોલિવૂડની આ અભિનેત્રીએ કર્યો એકદમ હોટ ડાન્સ, વાઈરલ થયો VIDEO

સોશિયલ મીડિયા પર હાલ અદા શર્માએ શેર કરેલો ડાન્સ વીડિયો વાઈરલ થયો છે. કમાન્ડો 2, 1920 જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી અદા શર્મા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તાજેતરમાં દાદી સાથે  કરેલા ડાન્સનો વીડિયો પણ ચર્ચામાં રહ્યો હતો. આ વખતે અદાએ પોતાના ફેન્સને બર્થડે પર મસ્ત રિટર્ન ગિફ્ટ આપીને ખુશ કરી દીધા છે.
બોલિવૂડની આ અભિનેત્રીએ કર્યો એકદમ હોટ ડાન્સ, વાઈરલ થયો VIDEO

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ અદા શર્માએ શેર કરેલો ડાન્સ વીડિયો વાઈરલ થયો છે. કમાન્ડો 2, 1920 જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી અદા શર્મા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તાજેતરમાં દાદી સાથે  કરેલા ડાન્સનો વીડિયો પણ ચર્ચામાં રહ્યો હતો. આ વખતે અદાએ પોતાના ફેન્સને બર્થડે પર મસ્ત રિટર્ન ગિફ્ટ આપીને ખુશ કરી દીધા છે.

અદાએ આ વીડિયો શેર કરતા લખ્યું કે મારા જન્મદિવસ પર આટલી બધી શુભકામનાઓ અને ભેટ મોકલવા બદલ આભાર, જે તમે બધા મને છેલ્લા એક અઠવાડિયાથી મોકલી રહ્યા છો. તમને બધાને મેળવીને હું ખુબ ખુશ છું. અને અહીં હું ખાસ કરીને મારા નામના ફેન ક્લબનો આભાર વ્યક્ત કરું છું. મને મારા ડાન્સ વીડિયો અપલોડની ખુબ રિક્વેસ્ટ આવી છે. આથી હું આ વીડિયો અપલોડ કરી રહી છું.

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

આ સાથે જ અદાએ લખ્યું કે આ બધુ હું મારી વેનમાં જ્યારે શૂટ પર હોઉ છું ત્યારે કરું છું. અત્રે જણાવવાનું કે અદા શર્મા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મશહૂર છે. તેણે સાઉથ રોક સ્ટાર એક્ટર અલ્લુ અર્જૂન સાથે ફિલ્મ સન ઓફ સત્યમૂર્તમાં પણ કામ કર્યુ હતું. અદા શર્મા જલદી તમિલ એક્ટર અને કોર્યોગ્રાફર પ્રભુદેવા સાથે ફિલ્મ ચાર્લી ચેપ્લિન 2માં જોવા મળશે. અદા શર્માએ વર્ષ 2008માં આવેલી ફિલ્મ 1920થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news