અભિનેત્રીએ કરી આત્મહત્યા? લેટરમાં લખ્યું- હું અંદરથી મરી ચુકી છે, બાબા મને માફ કરી દેજો

પોલીસે કહ્યુ કે, સૌજન્યાનો મૃતદેહ ઘરે ફાંસી પર લટકતો મળ્યો. અભિનેત્રી કોસાડુ જિલ્લાના કુશલનગરની રહેવાસી હતી. 

અભિનેત્રીએ કરી આત્મહત્યા? લેટરમાં લખ્યું- હું અંદરથી મરી ચુકી છે, બાબા મને માફ કરી દેજો

મુંબઈઃ જાણીતી કન્નડ અભિનેત્રી સૌજન્યા  (Soujanya) ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. નાના પડદા પર ફેમસ ચહેરો બની ચુકેલી અભિનેત્રી સૌજન્યાએ 25 વર્ષની ઉંમરે આપઘાત કરી લીધો છે. અભિનેત્રીનો મૃતદેહ તેના બેંગલોર સ્થિત કુંબલગોડૂ ઘરમાં મળ્યો છે. જાણવા મળી રહ્યું છે કે તેણે ફાંસી લગાવી આપઘાત કર્યો છે. તો મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસને અભિનેત્રીના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી છે. આ મામલામાં કેસ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. 

પોલીસને મળ્યો મૃતદેહ
જાણવા મળી રહ્યું છે કે પોલીસને 30 સપ્ટેમ્બરની સવારે સૌજન્યાનો મૃતદેહ તેના ઘરેથી મળ્યો છે. સૌજન્યાના આત્મહત્યાના સમાચાર બાદ ઇન્ડસ્ટ્રીમાં શોખનો માહોલ છે. તે કોદાગુ જિલ્લાના કુશલનગરની રહેવાસી હતી, સૌજન્યા પોતાના કામના સિલસિલામાં બેંગલુરૂમાં રહેતી હતી. આત્મહત્યાની તપાસ કરવા પહોંચેલી પોલીસને અભિનેત્રીના રૂમમાંથી સ્યુસાઇડ નોટ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અભિનેત્રીના નજીકના સૂત્રોએ જણાવ્યુ કે, તે ખરાબ સ્વાસ્થ્યને કારણે અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મુશ્કેલીનો સામનો કરી રહી હતી. 

વારંવાર માગી માફી
જાણવા મળી રહ્યું છે કે નોટમાં સૌજન્યાએ આ પગલું ભરવા બદલ વારંવાર પોતાના માતા-પિતાની માફી માંગી છે. ત્રણ પેજની નોટમાં ત્રણ તારીખો જોવા મળી રહી છે 27, 28 અને 30 સપ્ટેમ્બર. ત્યારબાદ અંદાજ લગાવી શકાય કે અભિનેત્રી ત્રણ દિવસથી આત્મહત્યા વિશે વિચારી રહી હતી. સૌજન્યાએ ટીવી સીરિયલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. 

કન્નડ અભિનેત્રી સૌજન્યાએ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું- મેં વચન આપ્યું હતું કે હું મારી જિંદગીમાં આવી હરકત ક્યારેય કરીશ નહીં. પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નહતો. હું અંદરીત મરી ચુકી છું. દિવસેને દિવસે તૂટી રહી હતી. સૌજન્યાના બોડીને પોલીસે દરવાજો તોડીને કબજે લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news