ZEEL ની EGM ને લઈને મીડિયામાં આવેલા સમાચાર પાયાવિહોણા, NCLT એ નથી આપ્યો કોઈ આદેશ, અહીં જાણો સત્ય

 NCLT એ ઇન્વેસ્કોની માંગ પર  EGM બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સમાચાર સંપૂર્ણ રીતે ભ્રામક અને ખોટા છે. NCLT તરફથી આવો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. 

 ZEEL ની EGM ને લઈને મીડિયામાં આવેલા સમાચાર પાયાવિહોણા, NCLT એ નથી આપ્યો કોઈ આદેશ, અહીં જાણો સત્ય

નવી દિલ્હીઃ ZEEL-SONY Merger:  ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ  (ZEEL) Sony પિક્ચર્સ (SPNI)  ના મર્જરને લઈને જાહેરાત બાદ  Invesco ના ઇરાદા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. આ વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટમાં જૂઠ્ઠો અવેહાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ઇન્વેસ્કોએ આ મામલામાં NCLT નો દરવાજો ખખડાવ્યો હતો. NCLT એ તેના પર સુનાવણી કરી, પરંતુ કોઈ આદેશ આપ્યો નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ સાચી જાણકારી વગર અહેવાલ પ્રકાશિત કર્યો કે NCLT એ ઇન્વેસ્કોની માંગ પર  EGM બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સમાચાર સંપૂર્ણ રીતે ભ્રામક અને ખોટા છે. NCLT તરફથી આવો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. 

તથ્યો વગરના છે સમાચાર
ઝી એન્ટરટેઈનમેન્ટમાં ભાગીદારી રાખનાર કંપની ઇન્વેસ્કોની અપીલ પર હજુ NCLT એ કોઈ આદેશ આપ્યો નથી. ઝી એન્ટરટેઈનમેન્ટનું બોર્ડ શેરધારકોના હિતોને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેશે. 

NCLT ની સુનાવણી બાદ ZEEL ના બોર્ડે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, કંપનીની EGM પોતાના નક્કી સમયે થશે. કાયદાને ધ્યાનમાં રાખતા શેરધારકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માટે મહત્વપૂર્ણ પગલા બરવામાં આવશે. NCLT માં આગામી સુનાવણી 4 ઓક્ટોબરે થશે. 

ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા (SPNI) વચ્ચે 22 સપ્ટેમ્બરે મર્જરની જાહેરાત થઈ હતી ઝીલના બોર્ડે મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે. Sony  મર્જર બાદ બનનારી કંપનીમાં 11,605.94 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પુનીત ગોયનકા મર્જર બાદ બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર (MD) અને CEO બન્યા રહેશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈનમેન્ટની પાસે 47.07 ટકા ભાગીદારી રહેશે. સોની પિક્ચર્સ પાસે 52.93 ટકા ભાગીદારી હશે. મર્જર બાદ કંપનીના શેરને પણ બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે. 

ઝી એન્ટરટેઈનમેન્ટ (ZEEL) ની સાથે સોની પિક્ચર્સના  (Sony Pictures) વિલયની જાહેરાતનું બજારે જોરદાર રીતે સ્વાગત કર્યું હતું. પરંતુ ઇન્વેસ્કો હજુ પણ ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડમાં ફેરફારના પ્રસ્તાવ પર યથાવત છે. ઇન્વેસ્કોની પાસે ન કોઈ બોર્ડનો મજબૂત પ્રસ્તાવ છે અને ન એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કામકાજનો અનુભવ. સવાલ તે છે કે પછી ઇન્વેસ્કોનો ઇરાદો શું છે?
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news