આ તસવીરે કરાવ્યો બચ્ચન પરિવારમાં મોટો ઝઘડો, સસરા-વહુ વચ્ચે બોલાચાલી?

અમિતાભ બચ્ચનના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધો સુમેળભર્યા છે પણ લેટેસ્ટ માહિતી પ્રમાણે તેમના એક નિર્ણયને કારણે પરિવારમાં ફુટ પડી શકે છે

આ તસવીરે કરાવ્યો બચ્ચન પરિવારમાં મોટો ઝઘડો, સસરા-વહુ વચ્ચે બોલાચાલી?

મુંબઈ : હાલમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે અમિતાભ બચ્ચનના ઘરમાં ઝઘડો ચાલી રહ્યો છે જેનું કારણ છે ઇમરાન હાશ્મી. હકીકતમાં હાલમાં અમિતાભે પોતાની આગામી ફિલ્મ ચહેરેંનું શૂટિંગ શરૂ કર્યું છે જેની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ બની છે. આ ફિલ્મમાં અમિતાભ સાથે ઇમરાન હાશ્મી કામ કરી રહ્યો છે. અમિતાભની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને ઇમરાન હાશ્મી વચ્ચે વર્ષોથી કોલ્ડ વોર ચાલી રહી છે. આ સંજોગોમાં અમિતાભે હવે ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ કરવાનું નક્કી કર્યું હોવાના કારણે ઐશ્વર્યા બહુ અપસેટ છે અને ચર્ચા પ્રમાણે આ કારણે તેની અમિતાભ સાથે બોલાચાલી પણ થઈ છે.

હકીકતમાં વર્ષો પહેલાં કરણ જોહરે તેના પોપ્યુલર ટીવી ચેટ શોમાં ઇમરાન હાશ્મી અને મહેશ ભટ્ટને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ શોમાં રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે પ્લાસ્ટિક સ્માઇલનો ઓપ્શન પુછ્યો ત્યારે ઇમરાન હાશ્મીએ તરત ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ લઈ લીધું હતું. તેની આ કમેન્ટની મીડિયામાં પણ ભારે ચર્ચા થઈ હતી. આ પછી ઐશ્વર્યાએ પોતાના દુશ્મનોની યાદીમાં ઇમરાનનો સમાવેશ કરી દીધો છે.

ઇમરાન હાશ્મીએ આ કમેન્ટ પછી માફી પણ માગી હતી પણ હજી સુધી એનો કોઈ ફાયદો થયો હોય એમ લાગતું નથી. ઐશ્વર્યાના દિલમાં હજી પણ બદલાની આગ સળગી રહી છે જેના કારણે હાલમાં તેણે આ મામલે ટોણો માર્યો છે. નોંધનીય છે કે આ ઘટના પછી ઐશ્વર્યાને ઇમરાન સાથે એક ફિલ્મ કરવાની ઓફર મળી હતી પણ ઐશ્વર્યાએ ના પાડી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news