રશ્મિકા મંદાના, સારા બાદ હવે ઐશ્વર્યા રાય બની ડીપફેકનો ભોગ, ટાઈગર 3ના ગીત પર ડાન્સ Video વાયરલ

Viral Video: ડીપફેક વીડિયોઝ અંગે ખુબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પહેલા રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ઝડપથી વાયરલ થયો અને ત્યારબાદ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ તેની જાળમાં ફસાઈ. સેલેબ્સની સાથે સાથે આમ સોશિયલ મીડિયા યૂઝર્સે પણ ડીપફેકને લઈને ચિંતા વ્યક્ત કરી અને તેના પર કાયદો લાવવાની અપીલ  કરી. જો કે આ બધા વચ્ચે હવે એશ્વર્યા રાય બચ્ચનનો પણ એક ડીપફેક વીડિયો વાયરલ થયો છે.

રશ્મિકા મંદાના, સારા બાદ હવે ઐશ્વર્યા રાય બની ડીપફેકનો ભોગ, ટાઈગર 3ના ગીત પર ડાન્સ Video વાયરલ

ડીપફેક વીડિયોઝ અંગે ખુબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પહેલા રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ઝડપથી વાયરલ થયો અને ત્યારબાદ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ તેની જાળમાં ફસાઈ. સેલેબ્સની સાથે સાથે આમ સોશિયલ મીડિયા યૂઝર્સે પણ ડીપફેકને લઈને ચિંતા વ્યક્ત કરી અને તેના પર કાયદો લાવવાની અપીલ  કરી. જો કે આ બધા વચ્ચે હવે એશ્વર્યા રાય બચ્ચનનો પણ એક ડીપફેક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એશ્વર્યા (ડીપફેક વીડિયો) સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3ના ગીત લેકે પ્રભુ કા નામ પર ડાન્સ કરતી જોવા મળે છે. અત્રે જણાવવાનું કે અગાઉ રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો જે મૂળ ઝારા પટેલ નામની યુવતીનો વીડિયો હતો. 

શું છે એશ્વર્યાના ડીપફેક વીડિયોમાં
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એશ્વર્યા રાય જોવા મળી રહી છે. આ એક ટ્રાન્ઝિશન વીડિયો છે. જેમાં એશ્વર્યા પહેલા નોર્મલી જીન્સ-ટીશર્ટ પહેરેલી જોવા મળે છે અને ટ્રાન્ઝિશન બાદ તે સાડીમાં જોવા મળે છે. જ્યારે વીડિયોના બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનની ફિલ્મ ટાયગર 3નું ગીત લે કે પ્રભુ કા નામ ગીત વાગી રહ્યું છે. અત્રે જણાવવાનું કે આ ડીપ ફેક વીડિયો છે અને વીડિયોમાં જોવા મળી રહેલી છોકરી ઐશ્વર્યા નથી. 

અદિતિ પંડિતનો છે વીડિયો
જો તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો તમને બે વસ્તુ સમજમાં આવશે. પહેલું એ કે વીડિયોમાં ઐશ્વર્યા રાયનો ચહેરો એડિટેડ છે અને બીજુ એ કે વીડિયોમાં ડાન્સ પણ સલમાનના ગીત પર નહીં એટલે કે સ્ટેપ્સ કોઈ બીજા ગીતના છે. હવે તમને જણાવીએ કે આ વીડિયોમાં હકીકતમાં આદિતિ પંડિત છે. જે ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સ તેના વીડિયો પસંદ કરે છે. રિયલ વીડિયોમાં અદિતિ પ્રિયંકા ચોપડાના ગીત દેસી ગર્લ પર ડાન્સ કરે છે જે તેણે 19 ઓક્ટોબરના રોજ શેર કર્યો હતો. 

રશ્મિકા અને સારા પણ બન્યા ભોગ
નોંધનીય છે કે સૌથી પહેલા રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો લોકોની નજરમાં આવ્યો હતો. જેમાં ઝારા પટેલના વીડિયો પર રશ્મિકાનો ચહેરો લગાવ્યો હતો. આ વીડિયોની સચ્ચાઈ બાદ અમિતાભ બચ્ચનથી લઈને અનેક હસ્તીઓએ ડીપફેક વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે રશ્મિકા બાદ સારા તેંડુલકરનો પણ એક ફોટો શુભમન ગિલ સાથે વાયરલ થયો હતો. હકીકતમાં આ ફોટો સારાનો ભાઈ અર્જૂન સાથે હતો. હવે ઐશ્વર્યા રાયનો ડીપફેક વીડિયો વાયરલ થવાનો શરૂ થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news