Shaitaan Film: અજય દેવગનની ફિલ્મ શૈતાન પર ફરી કાતર, ફિલ્મમાં કરવા પડશે આ 4 મોટા ફેરફાર
Shaitaan Film:શૈતાન ફિલ્મને CBFC U/A સર્ટીફીકેટ આપ્યું છે. સાથે જ ફિલ્મમાં કેટલાક સીનને કટ કરી નાખવાનું કહેવામાં આવ્યું છે અને ચાર મોટા ફેરફાર સજેસ્ટ કરવામાં આવ્યા છે. તો ચાલો આ ચાર ફેરફાર કર્યા છે તમને પણ જણાવી દઈએ.
Trending Photos
Shaitaan Film: અજય દેવગન અને આર માધવનની ફિલ્મ શૈતાનનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ જોવા માટે ચાહકો આતુર છે. 8 માર્ચે આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે. જોકે આ ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ફિલ્મની રિલીઝ ને બે દિવસની જ વાર છે ત્યારે CBFC બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફાર અને એક સીન કટ કરવા કહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર શૈતાન ફિલ્મને CBFC U/A સર્ટીફીકેટ આપ્યું છે. સાથે જ ફિલ્મમાં કેટલાક સીનને કટ કરી નાખવાનું કહેવામાં આવ્યું છે અને ચાર મોટા ફેરફાર સજેસ્ટ કરવામાં આવ્યા છે. તો ચાલો આ ચાર ફેરફાર કર્યા છે તમને પણ જણાવી દઈએ.
ફિલ્મ મેકર્સને આ ફિલ્મમાં વોઈસ ઓવર ડિસ્ક્લેમર લગાવવાનું કહેવામાં આવ્યું છે જેમાં એ સ્પષ્ટતા કરવામાં આવે કે આ ફિલ્મ બ્લેક મેજીક ને સપોર્ટ કરતી નથી.
સાથે જ ડાયરેક્ટર વિકાસ બહેલને બોર્ડે ફિલ્મમાંથી અબ્યુઝીવ શબ્દો હટાવવાનું કહ્યું છે. આ ફિલ્મના ટ્રેલરના ઘણા સીનમાં લોહી દેખાડવામાં આવ્યું છે. આ સીનમાંથી 25% સીન હટાવી દેવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. સાથે જ ફિલ્મમાં લીકરને લઈને પણ મેસેજ જોડવા માટે કહેવાયું છે. આ બધા જ ફેરફાર પછી ફિલ્મ 132 મિનિટની રહેશે.
શૈતાન ફિલ્મમાં અજય દેવગનની સાથે આર માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા અને પલક લાલવાની જોવા મળશે. શેતાન ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. એડવાન્સ બુકિંગમાં શેતાન ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 42.64 લાખ થઈ ગયું છે જે એડવાન્સ બુકિંગ થકી થયું છે. શૈતાન ફિલ્મના ઓપનિંગ ડે માટેની 4000 ટિકિટ વેચાઈ ચૂકી છે. એડવાન્સ બુકિંગ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મને સારું ઓપનિંગ મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે