Big News: રતન ટાટા લાવી રહ્યા છે IPO નો બાપ! જાણો કોને થશે સૌથી વધુ ફાયદો, કમાણીની જબરદસ્ત તક

ટાટા ગ્રાપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના આઈપીઓના એંધાણ છે. આરબીઆઈએ ટાટા સન્સને અપર લેયર એનબીએફસી કેટેગરીમાં નાખી છે અને નિયમો મુજબ તેણે સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટ થવું જરૂરી છે. જે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બની શકે છે. 

Big News: રતન ટાટા લાવી રહ્યા છે IPO નો બાપ! જાણો કોને થશે સૌથી વધુ ફાયદો, કમાણીની જબરદસ્ત તક

દેશના સૌથી મોટા ઔદ્યોગિક પરિવારોમાંથી એક ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના લિસ્ટિંગના પગલાં પોકારી રહ્યા છે. ટાટા ગ્રુપની લિસ્ટેડ કંપનીનો કમ્બાઈન્ડ માર્કેટ કેપ લગભગ 30 લાખ કરોડ રૂપિયા છે. એક રિપોર્ટ મુજબ ગ્રુપની કંપનીઓની હાલની માર્કેટ કેપના આધારે ટાટા સન્સની વેલ્યુએશન સાતથી આઠ લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. ટાટા સન્સના લિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટ્સની માર્કેટ વેલ્યૂ લગભગ 16 લાખ કરોડ રૂપિયા છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફર્મ સ્પાર્ક પીડબલ્યુએમના એક રિપોર્ટ મુજબ અનલિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટ્સ અને ટાટા ટેક્નોલોજીસ, ટાટા મેટાલિક્સ અને રેલિસ જેવી સ્ટેપ ડાઉન સબ્સિડિયરીઝની વેલ્યૂ એકથી 1.5 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. સવાલ એ છે કે  ટાટા સન્સના મેગા આઈપીઓથી સૌથી વધુ ફાયદો કોને થશે? જાણકારોનું માનવું છે કે તેનો સૌથી વધુ ફાયદો ટાટા કેમિકલ્સના રોકાણકારોને થશે. 

રોકાણકારોની નજર, દેશનો બની શકે સૌથી મોટો આઈપીઓ
રોકાણકારોએ પહેલેથી જ ટાટા કેમિકલ્સ પર દાવ લગાવવાનો શરૂ કરી દીધો છે. મંગળવારે બીએસઈ પર કંપનીના શેર આઠ ટકાની તેજી સાથે 1084.80 રૂપિયા પર પહોંચી ગયા. ટાટા સન્સે ગત વર્ષ ટાટા સન્સને અપર લેયર એનબીએફસી તરીકે ક્લાસીફાય કરી હતી. નિયમો મુજબ કંપનીએ સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવું જરૂરી છે. ગત વર્ષે એવા રિપોર્ટ્સ હતા કે ટાટા સન્સની વેલ્યુ 11 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે. જો કંપની 5 ટકા ભાગીદારી વેચે તો તેનો આઈપીઓ સાઈઝ લગભગ 55,000 કરોડ રૂપિયાનો હોઈ શકે છે. જે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હોઈ શકે છે. અત્રે જણાવવાનું કે 2022માં એલઆઈસીનો આઈપીઓ 21,000 કરોડ રૂપિયાનો હતો. 

કોની કેટલી ભાગીદારી
ટાટા સન્સમાં દોરાબજી ટાટા ટ્રસ્ટની 28 ટકા ભાગીદારી અને ટાટા ટ્રસ્ટની 24 ટકા ભાગીદારી છે. ટાટા મોટર્સ, અને ટાટા કેમિકલ્સની તેમાં લગભગ 3 ટકા ભાગીદારી છે. જ્યારે ટાટા પાવરની બે ટકા અને ઈન્ડિયન હોટલ્સની એક ટકાની ભાગીદારી છે. સ્પાર્ક કેપિટલના કેલ્ક્યુલેશનના કારણે ટાટા સન્સમાં ટાટા કેમિકલ્સની 3 ટકાની ભાગીદારી વેલ્યૂ લગભગ 19850 કરોડ રૂપિયા છે. જે કંપનીની માર્કેટ વેલ્યુના લગભગ 80 ટકા છે. આરબીઆઈના નિયમો મુજબ માત્ર ટાટા સન્સે જ નહીં પરંતુ ટાટા કેપિટલ ફાઈનાન્શિયલ સર્વિસિસને પણ સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટ કરવી જરૂરી છે. 

આ બધા વચ્ચે ટાટા ગ્રુપની વધુ એક હોલ્ડિંગ કંપની ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેરોમાં ઘણી તેજી જોવા મળી રહી છે. આ વર્ષના પહેલા બે મહિનાઓમાં તેમાં 100 ટકા તેજી આવી છે. જ્યારે ગત એક વર્ષમાં તે 335 ટકા ચડી ચૂક્યો છે. ટ્રેન્ટ અને ટાટા મોટર્સ જેવા શેરોમાં ગત એક વર્ષમાં 100 ટકા તેજી આવી છે. ટાટા ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની કમ્પાઈન્ડ માર્કેટ કેપ 30 લાખ કરોડ રૂપિયાથી વધુ છે જે પાકિસ્તાનની આખી ઈકોનોમીથી વધુ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news