ઝેરી જંતુના સ્પર્શથી અભિનેતાને હાર્ટ એટેક આવ્યો, આલિયા ભટ્ટ સાથે કરી ચુક્યો છે કામ

આમ તો ઘણા લોકોને હાર્ટ એટેક આવવાના સમાચાર આવતા રહે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ જંતુને અડવાને કારણે કોઈને હાર્ટ એટેક આવ્યો હોય? એક ઝેરી જંતુને સ્પર્શ કરવાથી હાર્ટ એટેક આવી શકે છે. 
 

ઝેરી જંતુના સ્પર્શથી અભિનેતાને હાર્ટ એટેક આવ્યો, આલિયા ભટ્ટ સાથે કરી ચુક્યો છે કામ

નવી દિલ્હીઃ હાલમાં જ એક ફેમસ એક્ટર વિશે આવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.  વાસ્તવમાં, એક અભિનેતા પોર્ટુગલના પ્રવાસે હતો અને તે દરમિયાન જંતુના સ્પર્શને કારણે તેને હાર્ટ એટેક આવ્યો, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. અમે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે છે 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' એક્ટર જેમી ડોર્નન, જેની સાથે આ દુર્ઘટના થઈ છે. જાણો શું છે સમગ્ર મામલો.

સૌથી પહેલા જેમી ડોર્નનના મિત્રને આવ્યો હતો હાર્ટ એટેક
હકીકતમાં જાણવા મળ્યું કે એક્ટર પોર્ટુગલ ટ્રિપ પર હતો, જ્યારે તેની સાથે આ ઘટના બની હતી. ડોર્નના મિત્ર ગાર્ડન સ્માર્ટે આ ઘટના વિશે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી અને જણાવ્યું કે તે અને જેમી બંને પોર્ટુગલના ગોલ્ફિંગ રિસોર્ટમાં રજાઓ માણી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક તેની તબીયત ખરાબ થવા લાગી. શરૂઆતમાં તેને અલગ અનુભવ થઈ રહ્યો હતો તો વિચાર્યું કે વધુ ડ્રિંક કરવાને કારણે આ થઈ રહ્યું છે. પરંતુ બાદમાં તેને ખબર પડી કે આ બધુ એક કેટરપિલરને કારણે થઈ રહ્યું છે, જે ઝેરી હોય છે. 

મિત્ર ઠીક થયા બાદ જેમી ડોર્નન હોસ્પિટલમાં થયો હતો દાખલ
ગોર્ડન સ્માર્ટે જણાવ્યું કે આ બધી ઘટના તેની સાથે સફરના એક દિવસ બાદ જ બની હતી. આ પછી, તેને અચાનક તેના ડાબા હાથમાં ઝણઝણાટનો અનુભવ થયો, જેના પછી તેણે વિચાર્યું કે તેને હાર્ટ એટેક આવી રહ્યો છે. આ પછી, ગોર્ડન સ્માર્ટને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે તે હોટેલ પરત ફર્યો ત્યારે તેણે જોયું કે જેમી ડોર્નન પણ તેના મિત્ર જેવો જ અનુભવ કરી રહ્યો હતો. સ્માર્ટે આ વિશે જણાવ્યું, 'આ વિશે વાત કરતી વખતે, જેમીએ તેને કહ્યું કે તે હોસ્પિટલ ગયો તેના 20 મિનિટ પછી, જેમીના હાથ અને પગ પણ સુન્ન થવા લાગ્યા, જેના પછી તેને પણ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પરંતુ સારા સમાચાર એ છે કે જેમી અને તેના મિત્ર ગોર્ડન બંને હવે સ્વસ્થ છે. તેમાંથી કોઈએ કેફીનનો વધુ પડતો ડોઝ કર્યો ન હતો, ન તો તેમને હેંગઓવર થયો હતો, અન્યથા જે જંતુએ તેમને ડંખ માર્યો તેનાથી મૃત્યુ પણ થઈ શકતું હતું. 

ડોક્ટરે જણાવ્યું કઈ જંતુને કારણે થઈ આ દુર્ઘટના
તો જેમી અને ગોર્ડનની સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું કે તેને હાર્ટ એટેક આવવાનું કારણ એક ટોક્સિક કેટરપિલર હતો. ત્યારબાદ જેમી અને ગોર્ડનને યાદ આવ્યું કે તેણે hairy processionary caterpillars અડ્યો હતો, જેનું ઝેર ખુબ ખતરનાક હોય છે. પરંતુ ઈશ્વરની કૃપાથી બંનેના જીવ બચી ગયા. નોંધનીય છે કે 41 વર્ષના જેમી ડોર્નને ફિફ્ટી શેડ્સ ફિલ્મની ફ્રેન્ચાઇઝીને કારણે ઓળખવામાં આવે છે. તે છેલ્લે નેટફ્લિક્સની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ નજર આવી ચુકી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news