પ્રેગ્રેન્સી બાદ આલિયાએ બદલ્યું ઈન્સ્ટા DP, શું છે આ તસવીર પાછળની કહાની?

જ્યારે આલિયાએ ડીપીમાં રણબીર સાથેની 'ફેવિરટ ફોટો' મૂક્યો ત્યારથી લોકોની ખુશીનું લેવલ એકાએક વધી ગયું છે. તેનું કારણ એ છે કે આલિયાએ આખરે તે તસવીર શેર કરી દીધી છે, જ્યારે રણબીરે તેણે પ્રપોઝ કર્યું હતું.

પ્રેગ્રેન્સી બાદ આલિયાએ બદલ્યું ઈન્સ્ટા DP, શું છે આ તસવીર પાછળની કહાની?

નવી દિલ્હી: બોલિવુડમાં ગઈકાલ (સોમવાર)થી કપૂર પરિવારમાં ખુશીના સમાચારે ચારેબાજુ ચર્ચાના વંટોળ ઉભા કર્યા છે. આલિયા ભટ્ટે સોમવારે જ્યારથી જાહેરાત કરી છે કે તે ગર્ભવતી છે, તેમના ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ જાહેરાતવાળી પોસ્ટ પર લોકો હજી પણ કોમેન્ટનો માળો ચલાવીને ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આજે આલિયાના ઇન્સ્ટાગ્રામ પર વધુ એક રસપ્રદ વસ્તુ જોવા મળી છે. પોતાની પ્રેગ્નન્સીના સમાચારથી ઈન્ટરનેટમાં ટ્રાફિક જામ કરનાર આલિયાએ થોડા કલાકો પછી ઈન્સ્ટાગ્રામનો ડીપી બદલી નાખ્યો છે.

જ્યારે આલિયાએ ડીપીમાં રણબીર સાથેની 'ફેવિરટ ફોટો' મૂક્યો ત્યારથી લોકોની ખુશીનું લેવલ એકાએક વધી ગયું છે. તેનું કારણ એ છે કે આલિયાએ આખરે તે તસવીર શેર કરી દીધી છે, જ્યારે રણબીરે તેણે પ્રપોઝ કર્યું હતું.

નીતુ કપૂરે શેર કર્યો હતો ફોટો 
જ્યારે આલિયાએ તેની પ્રેગ્નન્સીના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ત્યારે તેના સાસુ અને રણબીરની માતા નીતુ કપૂરે પણ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. નીતુએ તેના ઈન્સ્ટાગ્રામ પર આલિયા અને રણબીરનો એક ફોટો શેર કર્યો છે, જેમાં આ કપલની રોમેન્ટિક મોમેન્ટ કેદ કરવામાં આવી છે.

No description available.

તસ્વીરનું કેપ્શન આપતા તેમણે લખ્યું, "ભગવાન આશીર્વાદ આપે." આલિયાએ પણ આ ફોટો પર કોમેન્ટ કરી અને ઘણા બધા હાર્ટ ઇમોજી પેસ્ટ કર્યા અને લખ્યું, "મારો ફેવરિટ ફોટો." થોડી જ વારમાં આલિયાએ આ તસવીરને પોતાની ઈન્સ્ટાગ્રામ ડીપી બનાવી દીધી.

ચાહકો રણબીરના હાથમાં નોટિસ કર્યું રિંગ-બોક્સ
તસવીરમાં રણબીર આલિયાને પોતાની બાહોમાં લઈ રહ્યો છે અને આલિયાના ચહેરા પર જોરદાર સ્મિત છે. જ્યારે આલિયાએ આ તસવીરને પોતાની ડીપી બનાવી હતી, ત્યારે ચાહકોએ રણબીર સાથેના તેના પ્રેમની મોમેન્ટને ખુબ પ્રેમ આપવા લાગ્યા. ત્યારે ચાહકોનું ધ્યાન રણબીરના હાથ પર ગયું કે તેણે કંઈક પકડ્યું છે. તેના હાથમાં દેખાતી વસ્તુ એ નાનકડું બોક્સ છે જેમાં વીંટી રાખવામાં આવી છે.

આ જોઈને ચાહકો વધુ ખુશ થઈ ગયા કારણ કે રણબીર-આલિયાએ આજ સુધી તેમના પ્રપોઝવાળી ક્ષણનો ફોટો શેર કર્યો ન હતો. તેમના રિલેશનશિપની શરૂઆતથી જ ચાહકો સોશિયલ મીડિયા પર આ સુંદર ક્ષણનો ફોટો જોવા માંગતા હતા.

આલિયા અને રણબીર ટૂંક સમયમાં પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. બંને અયાન મુખર્જીની પૌરાણિક ડ્રામા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં લીડ રોલમાં છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news