મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર કેમ થાય છે ઈન્ફેકશન? કેમ ઘટે છે પુરુષોના સ્પર્મ કાઉન્ટ? જીન્સ પહેરતા પહેલાં આ વાંચી લેજો

મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર કેમ થાય છે ઈન્ફેકશન? કેમ ઘટે છે પુરુષોના સ્પર્મ કાઉન્ટ? જીન્સ પહેરતા પહેલાં આ વાંચી લેજો

નવી દિલ્લીઃ સ્કિની જીન્સ આજના સમયમાં ફેશન સિમ્બોલ બની ગયું છે...જ્યારે કપડાંની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિ ચુસ્ત ફિટ કપડાં પહેરવાનું પસંદ કરે છે જેથી કરીને તેઓ સ્લિમ દેખાઈ શકે. આ પ્રકારના જીન્સ ખાસ કરીને છોકરીઓને ખૂબ ગમે છે. ફીટ જીન્સ પહેરવાથી સ્વાસ્થયને નુકસાન થઈ શકે છે...સુંદર દેખાવાની લ્હાયમાં છોકરીઓ ભૂલી જાય છે કે આ જીન્સ આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે. 

ઉનાળામાં પરસેવો શોષાઈ જાય તેવા કપડા પહેરવા જોઈએ..જેમ કે ઢીલા અને સુતરાઉ કપડાં પરસેવાને સરળતાથી શોષી લે છે, જેથી ત્વચા શુષ્ક રહે છે.ટાઈટ કપડાં ભલે જીન્સ મટીરીયલ્સના હોય કે પછી સિન્થેટીક, નાયલોન કે પોલિસ્ટરથી બનેલા હોય તે પરસેવાને શોષતા નથી. જીન્સ પહેરીને સૂવાથી ગર્ભાશય ઉપર પણ દબાણ આવે છે. ટાઈટ કપડાં પહેરીને સૂવાથી પીરિયડ્સ દરમિયાન દુખાવો પણ વધે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઓછું થઇ જાય છે. પીઠનો દુખાવો, પેટનું ફૂલવું વગેરે પણ જોવા મળે છે. બીજી તરફ જીન્સ પહેરીને સૂવાથી પણ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે.

ફંગલ ઇન્ફેક્શનઃ
ડેનિમ ફેબ્રિકમાંથી જીન્સ સામાન્ય રીતે બનાવવામાં આવે છે. આ ફેબ્રિકની ખામી એ છે કે તે પરસેવો શોષી શકતું નથી. જેનાથી ત્વચા પર ભેજ રહે છે જેથી ફંગસ વધવા લાગે છે.

લાલ ફોલ્લીઃ
ઇન્ફેક્શનને કારણે શરીર પર લાલ ચકમાં થાય છે. જાંઘ અને પગના નીચેના ભાગોમાં લાલ-લાલ ફોલ્લીઓ જોવા મળે છે. 

અનિંદ્રાની સમસ્યાઃ
ટાઇટ કપડાં પહેરવાથી પણ અનિંદ્રાની સમસ્યા રહે છે. સારી ઊંઘ માટે તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ઊંઘ દરમિયાન, આપણા શરીરનું તાપમાન સામાન્ય રીતે ત્રણથી ચાર કલાકમાં નીચે આવે છે. જ્યારે આપણે જીન્સ પહેરીએ છીએ ત્યારે શરીરનું તાપમાન વધે છે. આવી સ્થિતિમાં યોગ્ય રીતે ઉંઘ આવતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news