દુનિયામાં સૌથી ખૂબસૂરત છે આ અભિનેત્રી, સાયન્સ પણ માનવા થયું મજબૂર

તાજેતરમાં જ હોલીવુડ એક્ટ્રેસ એમ્બર હર્ડ જ્હોની ડેપ સાથે માનહાનિનો કેસ હારી ચૂકી છે. તો હાલમાં જ તેને લઈને વધુ એક ખબર સામે આવી છે જે જાણીને અભિનેત્રી એમ્બર હર્ડ ખુશ થઈ જશે.

દુનિયામાં સૌથી ખૂબસૂરત છે આ અભિનેત્રી, સાયન્સ પણ માનવા થયું મજબૂર

મુંબઈ: તાજેતરમાં જ હોલીવુડ એક્ટ્રેસ એમ્બર હર્ડ જ્હોની ડેપ સાથે માનહાનિનો કેસ હારી ચૂકી છે, ત્યારે દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલાઓનો ખિતાબ આમ તો અનેક સુંદરીઓના નામે થઈ ચુક્યો છે. આ લિસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ટોચ પર હોય છે. જો કે, આ વખતે એક વિદેશી અભિનેત્રીએ ઐશ્વર્યા પાસેથી આ ખિતાબ છીનવી લીધો છે. અને આ સુંદરી બીજુ કોઈ નહીં પરંતુ એમ્બર હર્ડ છે. અભિનેતા જ્હોની ડેપ સામેના ઘરેલુ હિંસાના કેસના કારણે ચર્ચામાં આવેલી એમ્બર હર્ડની ખૂબસૂરતીની સાબિતી સાયન્સે આપી છે. સંશોધન પ્રમાણે એક્ટ્રેસનો ચહેરો સાયન્સે નક્કી કરેલા તમામ પરિમાણો પર ખરો ઉતરે છે, જે બાદ એમ્બર હવે દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલાની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

વિજ્ઞાને કર્યો સ્વીકાર
યૂકે સ્થિત એક કૉસ્મેટિક સર્જને કરેલા અભ્યાસ અનુસાર એમ્બરની આંખો, ફેસ ફીચર્સ, હોઠ અને ચહેરાના આકારનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેના પરિણામ અનુસાર, એમ્બરનો ચહેરો એકદમ પરફેક્ટ છે.

No description available.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, બ્રિટિશ કોસ્મેટિક સર્જન ડૉક્ટર જુલિયન ડિ સિલ્વાએ અભ્યાસ કર્યા બાદ તારણ કાઢ્યું કે એમ્બર હર્ડનો ચહેરો વિજ્ઞાને નક્કી કરેલી માપદંડમાં 91 ટકા ખરો ઉતરે છે. આ સંશોધનમાં ડિજિટલ ફેસિયલ મેપિંગ ટેક્નિકનો યૂઝ કરવામાં આવ્યો હતો.

કેવી રીતે નક્કી થાય છે માપદંડો?
કોસ્મેટિક સર્જન ડૉક્ટર જૂલિયન ડિ સિલ્વાએ જણાવ્યું કે તેમણે આ રિસર્ચ વર્ષ 2016માં કર્યું હતું. જે ગ્રીક ગોલ્ડન રેશિયો ઑફ બ્યૂટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકો તેને Phiથી જાણે છે. જાણકારી અનુસાર આ પ્રક્રિયામાં એમ્બરના ચહેરાના 12 મેઈન પોઈન્ટ્સ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

No description available.

યૂએસના એક મીડિયા આઉટલેટ સાથે વાત કરતા સંશોધક ડૉક્ટર જુલિયને જણાવ્યું કે, આ ફોર્મ્યૂલાની શોધ ગ્રીક લોકોએ કરી હતી. જેનો હજારો વર્ષથી દુનિયાના સૌથી ખૂબસૂરત ચહેરાઓ શોધવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

ચર્ચામાં છે એમ્બર હર્ડ
એમ્બર હર્ડ હાલમાં જ માનહાનિના કેસના કારણે ચર્ચામાં રહી. અનેક દિસોની કાયદાકીય લડાઈ એમ્બર હારી ગઈ. જણાવી દઈએ કે એમ્બર અને જ્હોનીની મુલાકાત વર્ષ 2011માં એક ફિલ્મના સેટ પર થઈ હતી.

No description available.

2015 જ્હોની ડેપ અને એમ્બર હર્ડે લગ્ન કર્યા હતા અને 2017માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news