અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, પુત્ર અભિષેકે આ 3 શબ્દોમાં વ્યક્ત કરી ખુશી

સદીના મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચનને અભિનય જગતના સૌથી મોટા પુરસ્કાર- દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 

 અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, પુત્ર અભિષેકે આ 3 શબ્દોમાં વ્યક્ત કરી ખુશી

મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) અભિનય જગતના સૌથી મોટા પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dada Saheb Phalke award)થી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડકરે (Prakash Javadekar) મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આ સમાચાર બાદ ટ્વીટર પર અમિતાભ બચ્ચન માટે શુભેચ્છા સંદેશનો ધોધ વહી રહ્યો છે. 

પરંતુ અત્યાર સુધી બચ્ચનની કોઈ પ્રતિક્રિયા મળી નથી. તેમના પુત્ર અભિષેક બચ્ચને (Abhishek Bachchan) જરૂર પ્રતિક્રિયા આપી છે. તેમણે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરના ટ્વીટ પર જવાબ આપતા પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું, 'ઘણી બધી ખુશી અને ગર્વ છે.'

— Prakash Javadekar (@PrakashJavdekar) September 24, 2019

— Abhishek Bachchan (@juniorbachchan) September 24, 2019

આ પહેલા જાવડકરે પોતાના ટ્વીટમાં લખ્યું, 'બે પેઢીઓને પ્રેરિત કરનાર દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને સર્વસંમતિથી દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની પસંદગી કરવામાં આવી છે. હું દિલથી તેમને શુભેચ્છા આપુ છું.'

એવોર્ડ મળવા પર તેમને શુભેચ્છા આપતા કરણ જોહરે ટ્વીટર પર લખ્યું, 'ભારતીય સિનેમાના સૌથી પ્રેરણાદાયી દિગ્ગજ અભિનેતા. તેઓ એક બોનાફાઇડ રોક સ્ટાર છે. મને ગર્વ છે કે હું અમિતાભ બચ્ચનના યુગમાં છું. અમિતાભ બચ્ચનને મળશે સન્માનિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ.'

તો લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને અમિતાભ બચ્ચનને શુભેચ્છા આપી હતી. 

— Lata Mangeshkar (@mangeshkarlata) September 24, 2019

અમિતાભ બચ્ચનને દિગ્ગજ ગણાવતા અનિલ કપુરે ટ્વીટ કર્યું, 'દિગ્ગજ અભિનેતાની વાત કર્યા વિના ભારતીય સિનેમાની વાત ન થઈ શકે. પ્રત્યેક ભૂમિકામાં તેમણે સિનેમાને પુનઃ પરિભાષિત કર્યું અને તેઓ પોતાના અગણિત યોગદાનો માટે દરેક પ્રશંસાને પાત્ર છે. શુભકામનાઓ.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news